આ આર્ટિકલની શરૂઆતમાં જ તમને એક હિંટ આપીએ તો, તમે નોધ્યું હશે કે જ્યારે ટીવી જોઇતાં હોય ત્યારે સૌથી વધારે જાહેરાત બ્યુટી રીલેટેડ પ્રોડક્ટ્સની આવતી હશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આખી દુનિયા બ્યુટીને લઈને પાગલની જેમ આમતેમ ફરતી હોય છે. ઘણા લોકો એવા હોય છે જેને મોટાભાગની બ્યુટી પ્રોડક્ટ્સ યુઝ પણ કરી લીધી હોય છે, જેમાં તેને કોઈ ખાસ્સો ફેર ન પડ્યો હોય!
તો આજના આર્ટિકલમાં તમને એ સોલ્યુશન જણાવવાના છીએ : એટલે કે લાંબા સમય સુધી ખુબસુરત દેખાવવા માટે અને જુવાન દેખાવવા માટે દરરોજ સુતા પહેલા અમુક ટીપ્સ ફોલો કરશો તો જબરો ફાયદો જણાશે. બસ, તમે આ આર્ટિકલની માહિતી અંત સુધી વાંચી લો એટલે દિમાગમાં બધું જ ક્લીયર થઇ જશે.
ઓવર કોસ્મેટિક યુઝ :
આમ તો બ્યુટી પ્રોડક્ટ્સને બ્યુટી વધારવા માટે યુઝ કરવામાં આવતી હોય છે પણ અમુક વાર એવું થાય છે કે બ્યુટી પ્રોડક્ટ્સમાં રહેલા કેમિકલ્સ એટલી હદ સુધી સાઈડ ઈફેક્ટસ કરે છે કે બ્યુટી એકદમ જતી જ રહે છે. પ્રોડક્ટ્સના કેમિકલ બધાને એક સરખી જ ઈફેક્ટસ આપે એવું જરૂરી હોતું નથી. અને ચહેરાની ત્વચા સફેદ થવાને બદલે ડાર્ક ટોનમાં આવી જાય છે. તો વધુ બ્યુટી પ્રોડક્ટ્સના ઉપયોગ પહેલા તપાસી લેવું કે એ યોગ્ય કંપનીની છે કે કેમ?
ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ :
અમુક માણસોને એક વિચિત્ર આદત હોય છે કે એ હંમેશા સારી વસ્તુઓ સસ્તા ભાવમાં ખરીદી કરવાના વિચારમાં જ ફરતા હોય છે. તો મિત્રો સચોટ વાત જણાવીએ તો, સસ્તું હોય છે એમાં કોઈ ભેળસેળ અથવા અન્ય કોઈ મિલાવટ કરીને બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય છે, જેને કારણે તો એ ભાવમાં સસ્તી હોય છે. ઓરીજીનલ અને સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ્સ ભાવમાં મોંઘી હોય છે પણ એ ટેસ્ટેડ હોય છે એટલે ભરોસો કરી શકાય છે.
ઉપર જણાવેલા મુદ્દાને સમજવા બહુ જરૂરી હતા પણ હવે મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો જાણીએ કે દરરોજ સુતા પહેલા ક્યાં ઉપાયો અજમાવવા જોઈએ જેનાથી લાંબા સમય સુધી ખુબસુરત દેખાય શકીએ છીએ. યસ! ઈટ’સ પોસીબલ. બટ હાઉ? લેટ્સ સી..
ફેસ મસાજ :
અઠવાડિયામાં બે વખત ફેસ મસાજ કરવો જોઈએ. હળવા હાથના પ્રેસરથી નીચેની ઉપરની દિશામાં સરક્યુલર મસાજ કરવો જોઈએ. આ મસાજ માટે નાળિયેર તેલનો ઉપયોગ કરવો જોઈએ. એ તેલમાં સહેજ કપૂરને ઉમેરી શકાય છે. આ મસાજથી ચહેરાની ત્વચાને સારી અને સાફ રાખી શકાય છે.
ફેસ મસાજથી બ્લડ સરક્યુલેશન અને કોલેજન પ્રોડક્શન વધે છે. કોલેજન પ્રોડક્શન વધવાથી સ્કીનની ઇન્ટેનસીટી ઠીક રહે છે. જેનાથી લાંબા સમય સુધી યંગ દેખાય શકીએ છીએ. મસાજના ઘણા પ્રકાર હોય છે પણ આ ઓઈલ મસાજ ફેસ સ્કીનને ફ્રેશ બનાવી શકાય છે. રેગ્યુલર આ ટીપ્સને ફોલો કરે છે એવા લોકોને ઘણો જ ફાયદો થયો છે.
યોગ્ય ક્રીમની પસંદગી :
એવા જ ફેસ ક્રીમની પસંદગી કરવી જોઈએ જેમાં વિટામીન ઈ, એ અથવા સી હોય. આંખોની આસપાસ સ્કીન બહુ જ સોફ્ટ હોય છે. એટલા માટે જ ઉંમર વધતાની સાથે સૌથી પહેલા ચહેરાની કરચલી આ ભાગમાં જોવા મળે છે. આ જ કારણે જરૂરી છે કે દરરોજ સુતી વખતે કોઈ સારી કંપનીનું ફેસ ક્રીમ યુઝ કરીએ. આપ સીઝન વાઈઝ ફેસ ક્રીમની પસંદગી કરી શકો છો. સુપર ફેસ ક્રીમથી ન્યુટ્રીશન મળે છે જેનાથી ફેસ પર કરચલી જલ્દીથી આવતી નથી.
રેટીનોલ ક્રીમ :
ફેસ પર બુઢાપાની નિશાની દેખાવા લાગે ત્યારે નહીં બલકે પહેલેથી જ ફેસ સ્કીનની સંભાળ લઈએ તો ઉંમર વધારતાની સાથે પણ યંગ દેખાઈ શકીએ છીએ. વિટામીન ઈ અથવા રેટીનોલ ક્રીમનો ઉપયોગ ફેસને યંગ રાખવામાં હેલ્પ કરે છે. ખાસ આપને જણાવીએ કે આ ક્રીમનો યુઝ કરતા પહેલા સ્કીન પર સહેજ ટેસ્ટ કરી લેવો જરૂરી છે. અમુક વ્યક્તિમાં રેટીનોલ ક્રીમની એલર્જી પણ આવી શકે છે.
હોઠની સંભાળ :
ફેસની બ્યુટી સાથે એટલી જ જરૂરી છે કે હોઠની પણ સંભાળ લઈએ. ચહેરા પર હોઠ સૌથી વધુ હાઈલાઈટ થતા હોય છે તો લીપ્સ કેયર માંગે છે. હોઠ પર ક્રીઝીઝ હોય અથવા ડ્રાય સ્કીન ફેસની બ્યુટીને બગાડે છે. તો હોઠની સંભાળ લેવાનું પણ ભૂલવું ન જોઈએ. દરરોજ સુતી વખતે કોઈ સારું એવું લીપ બામ અથવા બદામનું તેલ લગાડવું જોઈએ.
હેર કેયર :
આખા ચહેરાની આઉટ બ્યુટી માટે વાળની ખુબસુરતી ઈમ્પોર્ટન્ટ હોય છે. હેર સ્ટાઈલ બેસ્ટ લૂક આપે છે તો હેર કેયર કરવું જરૂરી છે. આખો દિવસ ઘર બહાર ફરતા હોય ત્યારે ધૂળ-કચરા સાથે ફરવું પડતું હોય છે. જે વાળને લાંબા સમયે ખરાબ કરી શકે છે. દરરોજ સુતી વખતે માથાને બરાબર સાફ કરીને સુવું જોઈએ અથવા તો ઓઈલ લગાવીને સુવું જોઈએ. વધુમાં આપણે અનુકુળ હોય એ મુજબ ડેઈલી હેર કેયર ઓપ્શન ટ્રાય કરતા રહો.
આ પાંચ ટીપ્સ લૂકને ‘બ્યુટીફૂલ’ શબ્દ બોલવા માટે હેલ્પ કરશે. બહારથી આપને કોઈ બ્યુટી ટીપ્સ પણ પૂછી શકે છે! એ બધા માટે પહેલા ખુદનું બ્યુટીફૂલ દેખાવવું જરૂરી છે. તો આપ ડેઈલી બેઝ પર અહીં જણાવેલ ટીપ્સને ફોલો કરી લાંબા સમય સુધી ખુબસુરત દેખાય શકો છો. તો યે હે ખુબસુરતી કા અસલી રાઝ…
આવી જ અન્ય રસપ્રદ માહિતી જાણવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહો અને મિત્રો સાથે પણ અ આર્ટિકલની માહિતી શેયર કરવાનું ભૂલશો નહીં.
#Author : Ravi Gohel