આ છે ભારતના સૌથી ઊંચા ધોધ, જ્યાં છે પ્રાકૃતિક સુંદરતાનો અનોખો સંગમ

ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે, અને આ ચોમાસામાં સમય આવ્યો છે એક એવી જગ્યાએ જવાનો જ્યાં વરસાદનો આનંદ પણ ઉઠાવી શકાય અને ત્યાંના આલ્હાદક પ્રાકૃતિક સૌંદર્યનો પણ. લગભગ પર્યટકો કંઈક એવી જ જગ્યા પસંદ કરે છે જ્યાં જઈને તેઓ પ્રાકૃતિક સુંદરતાની વચ્ચે ઘેરાયેલા રહે અને ત્યાં જઈને તેઓ કુદરતને માણી શકે. આજે અમે તમને જણાવી રહ્યા છે ભારતના સૌથી ઊંચા ધોધ વિશે ત્યાં જઈને તમે તમારી આ પોતાને ચારેય તરફથી પ્રકૃતિના ખોળામાં બેઠેલા જોશો અને તેની સુંદરતા તથા ખૂબસૂરતી તમને તેના બની જવા માટે મજબૂર કરી દેશે.

1. કુંચીકલ ધોધ (કર્ણાટક)

કર્ણાટક પોતાની સુંદરતા માટે ખૂબ જ જાણીતું છે પરંતુ અહીં આવેલ કુંચીકલ ધોધ પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે કર્ણાટકના સીમોગાર જિલ્લામાં આવેલ આ ધોધ ભારતનો પહેલો અને એશિયાનો બીજો સૌથી ઊંચો ધોધ છે પરંતુ તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે આ દેશમાં સૌથી ઓછા દેખાતા ઝરણામાંથી એક છે અને આ ઝરણાની નીચે ઉચ્ચ શક્તિવાળી વીજળી પ્રદાન કરવા માટે એક જળ વિધુત સ્વયંત્ર પણ બનાવવામાં આવ્યું છે ચોમાસામાં વરસાદના કારણે અહીં ઘણા બધા ઝરણાનું નિર્માણ થાય છે અને તેનાથી જ આ જગ્યા વધુને વધુ સુંદર બનતી જાય છે, આ ઝરણું લગભગ 455 મીટરની ઊંચાઈથી નીચે પડે છે અને અહીં તમે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે ગમે ત્યારે આવી શકો છો.

Image Source

2. બારેહીપાની ધોધ (ઓરિસ્સા)

ઓરિસ્સાના મયુર ભંજ જિલ્લામાં આવેલ બરેહીપાની ધોધ ભારતનો બીજો સૌથી ઊંચો ધોધ છે, અને ત્યાં લગભગ 400 મીટર ઊંચા ઝરણાની સુંદરતા વરસાદમાં ખૂબ જ આહલાદક જોવા મળે છે. આ ઝરણું સીમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પડે છે. અને આ ઝરણુ બુધા બલંગ નદીના પ્રવાહ માર્ગ ઉપર બને છે જે મેઘાસુની પર્વતની ઉપરથી થઈને વહે છે. ગાઢ જંગલો થી ઘેરાયેલ હોવાના કારણે વરસાદમાં આ જગ્યાની સુંદરતા જોવાલાયક હોય છે, અને તેને નિહાળવા માટે પર્યટકોની અહીં ઘણી મોટી સંખ્યામાં ભીડ લાગે છે, પરંતુ વરસાદની ઋતુમાં અહીં આવવું કોઈ જન્નતથી ઓછું નથી તેથી લોકો વરસાદની ઋતુમાં અહી આવતા હોય છે.

Image Source

3. નોહકાલિકાઈ ધોધ (મેઘાલય)

નોહકાલિકાઈ ધોધ મેઘાલયના પૂર્વ ખાસી ટેકરીઓમાં ઉપસ્થિત છે જે લગભગ 340 મીટર ઊંચાઈથી નીચે પડે છે. ચોમાસા દરમિયાન આ ઝરણું ખૂબ જ સુંદર લાગે છે અને ચેરાપુંજી તેને બિલકુલ નજીક હોવાના કારણે આ જગ્યા પર્યટકોથી ભરેલી જોવા મળે છે. પરંતુ ચોમાસા દરમિયાન અહીં પર્યટકોની ખૂબ જ વધુ ભીડ જોવા મળે છે અને અહીં આસપાસમાં ઘણા બધા વન્યજીવ અભયારણ્ય પણ છે ત્યાં તમે ટ્રેકિંગ નો આનંદ માણી શકો છો.

Image Source

4. નોહસગીથિયાંગ ધોધ (મેઘાલય)

આ ધોધ પણ મેઘાલયના પૂર્વ ખાંસી ટેકરીઓમાં આવેલ છે જે લગભગ 315 મીટર ઊંચાઈથી નીચે પડે છે વરસાદની ઋતુમાં આ ઝરણાનું પાણી ખાંસી હિલ્સ ના જુના પથ્થરની પહાડીની ચોટી ઉપરથી પડે છે અને તેની સુંદરતા ખૂબ જ જોવા લાયક હોય છે તેને શબ્દોમાં વર્ણવી શકાતું નથી પર્યટક માટે આ ઝરણું ખૂબ જ સારી જગ્યા માનવામાં આવે છે અને અહીં સંપૂર્ણ વર્ષ પર્યટકો આવતા જતા રહે છે.

5 દૂધસાગર ધોધ (ગોવા)

દૂધસાગર ધોધનું નામ સાંભળતા જ કોઈ જ એવું વ્યક્તિ હશે જેને આ નામ સાંભળ્યું ન હોય તેની સુંદરતા અને તેની ખૂબસૂરતી એટલી મનમોહક છે કે લોકો તેને જોવા માટે વડાપડી કરતા હોય છે તેને જોવાથી એવું લાગે છે કે જાણે કોઈ પહાડ ઉપરથી દૂધાભિશેક કરવામાં આવતો હોય. આ ઝરણું ગોવાના પ્રમુખ પર્યટન સ્થળોમાં સામેલ છે અને અહીં એક રેલવે લાઇન પણ પસાર થાય છે અને તે તેને ખૂબ જ વધુ સુંદર બનાવે છે ટ્રેનમાંથી તેની સુંદરતા જોવી એટલે કે જાણે પોતાના સપનાને સાકાર કરવા જેવું હોય છે તમે અહીં ચોમાસા દરમિયાન આવવાની વિચારી રહ્યા છો તો જરૂરથી દૂધસાગર ધોધ જોવા માટે જાવ. ચોમાસામાં તેની સુંદરતાનો કોઈ જ જવાબ નથી તેની ઊંચાઈ લગભગ 310 મીટર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “આ છે ભારતના સૌથી ઊંચા ધોધ, જ્યાં છે પ્રાકૃતિક સુંદરતાનો અનોખો સંગમ”

Leave a Comment