તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરિયલ લોકો માં ખૂબ જ પ્રચલિત છે. અને લોકો તેને જોવાનું પસંદ પણ કરે છે. તેની કોમેડી થી આખી દુનિયા દિવાની છે. આ સિરિયલ ને શરૂ થઈ ને લગભગ 8 વર્ષ થઈ ચૂક્યા છે. 28 જુલાઈ 2008 માં આ સિરિયલ નો પહેલો એપિસોડ આવ્યો હતો. ત્યારબાદ આ સિરિયલ એ લોકો ના દિલ માં જગ્યા બનાવી લીધી છે. આ સિરિયલ જેટલી જૂની થતી જાય છે એટલી જ લોકો ને વધુ પસંદ આવી રહી છે. આ સિરિયલ ના બધા જ ઍક્ટરે એટલી સુંદર એક્ટિંગ કરી છે કે તેઓ બધા ના દિલ માં વસતા જાય છે. આ સિરિયલ નું નિર્માણ નીલા અસિત મોદી અને અસિત કુમાર મોદી એ કર્યું છે. તે સબ ટીવી પર સૌથી વધુ જોવામાં આવતો શો છે.
આ પ્રોગ્રામ માં ઘણા બધા પરિવાર એક જ સોસાયટી માં રહે છે. જેનું નામ ગોકુલધામ સોસાયટી છે. અહી ઘણા ધર્મ ના લોકો એક સાથે રહે છે. તેમાંનું એક પરિવાર છે જે જૈન ધર્મ પાળે છે અને તે પરિવાર નો મુખ્ય જેઠાલાલ ગડા. જે હમેશા મુશ્કેલી માં ફસાઈ જાય છે. અને બધા ને જ હસાવી દે છે. આ સિરિયલ ના મુખ્ય કેરેક્ટર એટલે જેઠાલાલ ગડા એટલા મશહૂર થઈ ગયા છે કે કોઈ તેમને દિલીપ જોશી થી નહીં પણ જેઠાલાલ થી જ ઓળખે છે.
ઘણા વર્ષ થી ચાલતી આ સિરિયલ થી દિલીપ જોશી એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેમની પાસે બીજું કશું કરવા માંટે ટાઇમ જ નથી. કહવામાં આવે છે કે 1989 માં ગુજરાતી રંગમંચ છોડી ને મુંબઈ આવ્યા અને તેમણે ફિલ્મ માં કોશિશ કરી પણ તેમને કોઈ ખાસ સફળતા મળી નહીં. પણ તેમને કોઈ અફસોસ ન થયો અને કહ્યું કે “ બોલીવુડ માં ખૂબ મહેનત કરવી પડે છે. મારુ નસીબ ત્યાં ન ચાલ્યું તો હું અહી આવી ગયો. હવે તારક મહેતા માં મને બધુ જ કરવા મળે છે. રોમાંસ, એક્શન, અને ઇમોશન. હું કોઈ બોલીવુડ હીરો થી ઓછો થોડી છું”.
આજે તમને અમે જેઠાલાલ ની રિયલ પત્ની વિશે કહેવા જઈ રહ્યા છીએ જે દયા કરતાં ઓછી ખૂબસૂરત નથી. શો માં જેઠાલાલ નું પાત્ર નિભાવતા વ્યક્તિ નું નામ દિલીપ જોશી છે. તેમનો જન્મ 26 મે 1968 માં પોરબંદર માં થયો હતો. તેમની ઉમર લગભગ 52 વર્ષ ની છે અને તેઓ બોલીવુડ ના કલાકાર સાથે કામ કરી ચૂક્યા છે. તેમણે સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા મોટા ફિલ્મી સિતારા સાથે કામ કર્યું છે.
તેમની પત્ની નું નામ જયમાલા જોશી છે. જે ખૂબ જ સુંદર દેખાય છે. દિલીપ જોશી ની પત્ની ગૃહિણી છે. તેઓ દિલીપ જોશી જોડે ઘણા ફંકશન માં આવી ચૂકી છે. તમને જણાવી દઈએ કે દિલીપ જોશી ને બે બાળકો છે જેમનું નામ ઋત્વિક જોશી અને નિયતિ જોશી છે.
જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ના કરિયર ની વાત કરીએ તો તેમણે સલમાન ખાન સાથે “મેને પ્યાર કિયા”, “હમ આપકે હે કોન” ફિલ્મ માં કામ કર્યું છે. અને શાહરુખ ખાન સાથે “ ફીર ભી દિલ હે હિન્દુસ્તાની” માં કામ કર્યું છે. આ ફિલ્મ કર્યા પછી પણ તેમનું ફિલ્મી કરિયર ફ્લોપ રહ્યું અને જ્યારે તે ટીવી શો પર ‘ જેઠાલાલ’ બની ને આવ્યા તો તેમની કિસ્મત પલટાઈ ગઈ.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team