જો તમારા વાળ ખરતા હોય તો તે તમારા શરીરમાં આવનારા અમુક રોગોની એક ચેતવણી હોઈ શકે છે. તેથી સૌપ્રથમ તમારે તમારું સ્વાસ્થ્ય જાળવવું જોઇએ અને તમારા વાળની સરખી સંભાળ રાખવાનું પણ ચાલુ કરવું જોઈએ. વાળ ખરવાના આ ઉપરાંત પણ ઘણા કારણો હોઈ શકે છે, જેમકે હોર્મોન્સ નું અસંતુલન, ચિંતા તેમજ પોષણની ઉણપ. સામાન્ય રીતે રોઝમેરી, આમળા, એલોવેરા, ગુડહલ વગેરેને વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ બધી જ ઔષધિઓ તમારા વાળ ખરવા, ક્ષતિગ્રસ્ત વાળને રિપેર કરવામાં અને તમારા વાળના મૂળને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.પરંતુ કદાચ તમે નહીં જાણતા હોય કે તુલસીનો ઉપયોગ પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો તમને જણાવીએ તુલસીના ફાયદા.
વાળનું ખરવું:
કેટલાક પર્યાવરણ સંબંધિત તત્વો જેવા કે પ્રદૂષણ, ધુળ તેમજ વાતાવરણમાં ફેરફાર વગેરે અને સાથે સાથે કેટલીક ખોટી આદતો જેમકે હેર કલર કે પ્રેસિંગ મશીનને લીધે વાળ ખરવાનું ચાલુ થઈ જાય છે. દરરોજ થોડા ઘણા વાળ ખરવા સામાન્ય છે અને આવું લગભગ દરેક સાથે થાય છે. પરંતુ જો તમારા વાળ ખૂબ વધારે પ્રમાણમાં ખરે છે તો તે એક ચિંતાનો વિષય છે અને તમારે તેનો ઉપચાર કરાવવો જોઈએ. તમે કોઈ પણ હર્બલ ઉપચારનો ઉપયોગ કરી શકો છો. આમળા તેમજ તુલસી પાવડરને એક સરખી માત્રામાં ભેળવો અને તેમાં એક ચમચી નાળિયેરનું તેલ ભેળવીને તેની એક પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટને તમારા વાળમાં લગાવો. તેને અડધો કલાક સુધી એમ જ રહેવા દઈ અને પછી ધોઇ લો. તેને નિયમિત રૂપે ઉપયોગ કરતા રહો.
વાળનું ખરવું:
વાળ ખરવાનાં ઘણા કારણો હોઈ શકે છે. જીન્સથી લઈને દવાઓનું વધારે પડતું સેવન કે ઇન્ફેક્શન થવું વગેરે પણ વાળ પાતળા થવાના કે વાળ ખરવાના કારણો છે. જો તમે પણ આ સમસ્યા સામે લડી રહ્યા છો તો તમારે કોઈ હર્બલ રેમેડી જરૂર અજમાવવી જોઈએ. વાળ ખરવાની આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસી નો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે. તેના માટે તમારે તમારા વાળમાં લગાવવાના તેલમાં તુલસીના પાન ક્રશ કરીને ભેળવવાના છે. તમે આ તેલથી માથાને મસાજ કરો અને તેને અડધો કલાક સુધી વાળમાં લગાવેલું રહેવા દો. ત્યાર બાદ તેને ધોઈને શેમ્પુ તેમજ કન્ડિશનર કરી લો. તુલસીમાં નિયમિત ગુણધર્મ હોય છે જે તમારા વાળના મૂળને મજબૂત બનાવે છે અને તમારા વાળને પાતળા થતાં કે ખરતા અટકાવે છે.
સફેદ વાળથી રાહત મેળવો:
પોતાની નાની ઉંમરે જ સફેદ વાળ જોવું ખૂબ જ ડરામણું લાગે છે. જોકે હવે તે ખૂબ જ સામાન્ય છે. પરંતુ આવું શા માટે હોય છે? શું તમે વાળ સફેદ થવા પાછળનું કારણ જાણો છો? જ્યારે તમારા વાળના કોષો તે રંગદ્રવ્ય ઓછું બનાવે છે જેનાથી તમારા વાળને કાળો રંગ મળે છે ત્યારે તમારા વાળ સફેદ થવા લાગે છે. અમુક કિસ્સામાં તે વિટામિન બી-૧૨ની ઉણપને લીધે પણ થાય છે. તેનાથી રાહત મેળવવા માટે તમારે આમળા તેમ જ તુલસી પાવડરને આખી રાત પાણીમાં પલાળીને રાખી દેવા. સવારે ઉઠીને હવે તે પાણીથી વાળ ધોઇ લો. આ પ્રક્રિયાનું દર અઠવાડિયે પુનરાવર્તન કરો.
ખોડાની સમસ્યાને ઉકેલો:
ખોડો એક એવી સમસ્યા છે કે જેનાથી લગભગ દરેક પરેશાન છે. ખોડાથી આપણા વાળને ખૂબ વધારે નુકશાન થાય છે. તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે જેમકે તૈલીય ત્વચા, સ્કેલપનું વધારે સંવેદનશીલ હોવું તેમજ વાળમાં ઓછું શેમ્પૂ કરવું વગેરે. જો તમે દરેક ઉપચાર નો ઉપયોગ કરી ચૂક્યા છો તો તમારે તુલસીનો પણ એકવાર ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેના માટે તમારે તમારા નિયમિત તેલમાં તુલસીનું તેલ ભેળવી અને તેનાથી તમારા માથામાં માલિશ કરવું પડશે. તેનાથી તમારા ખોડાની સમસ્યા તો દૂર થશે જ સાથે તમારા વાળમાં એક ચમક પણ આવી જશે.
વાળ પાતળા થવાની સમસ્યા:
તુલસીમાં એન્ટીઓક્સીડેન્ટ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોય છે. તે તમને હાઇડ્રેટેડ પણ રાખે છે અને સ્વસ્થ પણ. આ બધા જ લાભો પ્રાપ્ત કરવા માટે તમારે તુલસીનો રસ પીવો જોઇએ. તેનાથી તમારા વાળ મજબૂત થશે. જો તુલસીના પાનની પેસ્ટ બનાવીને તેને તમારા માથામાં લગાવવામાં આવે તો પાતળા વાળની સમસ્યા પણ દૂર થાય છે સાથે વાળના મૂળ પણ મજબૂત બને છે. આટલું જ નહીં, તેના ઉપયોગથી હેર ફોલિકલ્સ પણ મજબૂત થાય છે.
આ રીતે તુલસીના પાનનો યોગ્ય ઉપયોગ ફક્ત તમારા વાળની સુંદરતા વધારવામાં જ ઉપયોગી નથી પરંતુ તેનાથી વાળની બધી જ સામાન્ય સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે અને વાળને મજબૂત બનાવી શકાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team