નમસ્કાર મિત્રો, આપ સૌનું આજના રસપ્રદ આર્ટિકલમાં હાર્દિક સ્વાગત છે. આપણે અવાર – નવાર સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વાઇરલ વિડિયો અને પોસ્ટ જોતા હોય છીએ. જેમાં કેટલીક પોસ્ટ આપણને ગમે છે તો કેટલીક પોસ્ટ નથી ગમતી. પણ આજે અમે તમને જે વાઇરલ વિડિયો અને ઘટના વિશે વાત કરવાના છીએ તે સાંભળીને તમને આપણાં દેશ અને દેશના લોકો પર ગર્વ થશે.
૧૫ મી ઓગસ્ટ માટે સરકારનું એલાન
આપણને સૌને ખ્યાલ જ છે કે હમણાં ટુંક સમયમાં ૧૫ મી ઓગસ્ટ આવી રહી છે. ત્યારે ૧૫ ની ઓગસ્ટના પાવન અવસર પર સરકારે દરેક લોકોને ‘ હર ઘર તિરંગા ‘ અભિયાન ચલાવવા માટે કહ્યું છે. જ્યારે જ્યારે ૧૫ મી ઓગસ્ટ આવે છે ત્યારે તિરંગાનું ઉત્પાદન જોર-શોરમાં જ થતુ જોવા મળતું હોય છે. પણ તમને ખ્યાલ છે સુરતની અંદર પણ આ અભિયાનને ભારે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે એટલે કે આ અભિયાન સુરત માં ખૂબ જ તેજીથી ચાલી રહ્યું છે. આ વાઇરલ વીડિયોમાં તમને તિરંગો બનાવવા માટે તિરંગા નું અપમાન ના થાય તે માટે કારીગરો પોતાના ચંપલ કાઢીને તિરંગો બનાવે છે. અને જે જોઈને દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી ગઈ છે.
“ચંપલ ન પહેર્યા તેમાં શું?” લોકો આવું કહેશે તો જાણી લો ચંપલ ન પહેરવાના નુકસાન
મિત્રો જ્યા આ ત્રિરંગા બનાવવાનું કામ થતું હોય છે ત્યાં પ્રિન્ટિંગ અને ડાઇનિંગ નું પણ કામ થતું હોય છે અને તમને લોકોને ખ્યાલ જ હશે કે જે ડાઇનિંગ નું કામ થતું હોય તેમાં દાઝવાની પણ સંભાવના રહેતી હોય છે અને ખૂબ જ ગરમી પણ રહેતી હોય છે પણ કારીગરોનું સ્પષ્ટ પણે એવું માનવું છે કે જ્યારે અમે તિરંગા ને બનાવીએ છીએ ત્યારે તેના સન્માનની અંદર અમે લોકો ચંપલ પહેરતા નથી અને જેનો અમને ગર્વ છે અમને તેમાં કોઈ શંકા નથી. ત્યારે આ પોસ્ટ વાયરલ થવા પર લોકો આ પોસ્ટને ખૂબ જ લાઈક કરી રહ્યા છે કારીગરો પર સારી કમેન્ટ કરી રહ્યા છે અને સુરતનું ફરી એક વખત નામ આ બાબતે ઉજળું બની રહ્યું છે.
કારીગરોનો દેશ પ્રેમ દેખાય છે આ ત્રિરંગા બનાવવામાં
મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે સુરતની અંદર 72 કરોડ તિરંગા બનાવવાનો કોન્ટ્રાક્ટ મોટા મોટા વેપારીઓને મળ્યો હતો ત્યારે આ કોન્ટ્રાક્ટમાં સફળતાપૂર્વક 10 કરોડ તિરંગા આપણે લોકોએ બનાવી લીધા છે અને બાકીના તિરંગા બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે 15 મી ઓગસ્ટ આવશે તે પહેલાં ઘણા બધા તિરંગા ઓ બની જશે પણ આ વાત તો માત્ર ઉત્પાદનની થઈ ઉત્પાદનની સાથે જે કારીગરો તિરંગા અને માન સન્માન આપીને તિરંગાઓ બનાવી રહ્યા છે તે કાબિલે તારીફ કામ છે અને આમાં કારીગરોનો ખાસ દેશ પ્રેમ પણ દેખાય છે ત્યારે આ પોસ્ટને લોકોએ વધુમાં વધુ લાઈક કરવી જ રહી.
આપણો દેશપ્રેમ કેવી રીતે બતાવવો
મિત્રો અવારનવાર સોશિયલ મીડિયા ઉપર કોઈ જોક્સ વાયરલ થતો હોય છે અથવા તો કોઈ ફેક ન્યુઝ વાયરલ થતી હોય છે તો આવા સમયમાં આવી ન્યુઝ જે હોય છે તે ધડાધડ ફેલાતી હોય છે અને આપણે લોકો પણ તેને લોકોને શેર કરતા હોઈએ છીએ તમારે જો તમારો દેશ પ્રેમ દેખાડવો છે તો તો આવા કારીગરો છે તિરંગા નું આટલું સન્માન કરીને તિરંગાઓ બનાવે છે તેમના સન્માનમાં એક કમેન્ટ આપી દો આ પોસ્ટ ઉપર અને આ પોસ્ટ જે છે તે તમારા મિત્રોના ગ્રુપમાં પણ શેર કરી દો જેનાથી વધુમાં વધુ લોકો સુધી આ પોસ્ટ પહોંચે અને લોકોને ખબર પડે કે તિરંગા બનાવતી વખતે આપણે સુરતના જે કારીગરો છે એ કેટલું ધ્યાન રાખે છે અને તિરંગા નું કેટલું સન્માન કરે છે.
આ પોસ્ટના વાયરલ વિડીયો જોયા બાદ એ કહેવાનું તો આવતું જ નથી કે તમને આ પોસ્ટ કેવી લાગી કારણ કે જ્યારે આપણા દેશના તિરંગાની વાત હોય આપણા દેશની ગર્વ લેવા જેવી વાત હોય ત્યારે લોકોને આ પોસ્ટ તો પસંદ આવેલી જ હશે તો તમારો કીમતી પ્રતિભાવો પોસ્ટ ઉપર જરૂર આપજો અને હા તમે જો અહીં સુધી અમારી આ પોસ્ટ વાંચી છે તો તેની બદલ તમારો ખુબ ખુબ દિલથી આભાર..
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “કારીગરો ત્રિરંગા બનાવતી વખતે આ રીતે કરે છે ત્રિરંગાને સન્માન”