ઘરમાં હનુમાનજીનો લગાવાતો આ ફોટો છે. ખૂબ જ શુભ, અને આ ફોટાને લગાવતા જ પડે છે. નકારાત્મક પ્રભાવ

હિન્દુ ધર્મના લોકો પોતાના ઘરમાં ભગવાનના કોઇના કોઇ સ્વરૂપે ફોટા જરૂરથી લગાવે છે. અને તેમનું માનવું છે કે આ ફોટા માંથી આપણને સકારાત્મક ઊર્જા મળતી રહે છે. પરંતુ ફોટા લગાવવાના પણ અમુક નિયમો હોય છે. જેને ફોટા લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવા જોઈએ. જો યોગ્ય દિશામાં ફોટો લગાવેલો ન હોય તો નકારાત્મક શક્તિનો પ્રભાવ વધી શકે છે. આજે અમે તમને જણાવીશું કે પવનપુત્ર હનુમાનજીના કયા ફોટા ને ઘરે મૂકવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તને કઈ મૂર્તિથી નકારાત્મક પ્રભાવ પડે છે.

એવું માનવામાં આવે છે કે જો સકારાત્મક ઊર્જા હોય છે. તો નકારાત્મક ઉર્જા પણ હોય જ છે. અને પવનપુત્ર હનુમાનજી પોતાના ભક્તોને દરેક પ્રકારની બાધા થી રક્ષા કરે છે. અને તે રાહુ કેતુ અને શનિના ગ્રહોના દુષ્પ્રભાવથી ભક્તોની રક્ષા કરે છે. નકારાત્મક શક્તિ જેવી કે પ્રેત વગેરે હનુમાનજી થી ડરે છે.

ભૂલથી પણ ન લાવો આ ફોટાને

  • હનુમાનજીના એવા ફોટા જેમાં તે પોતાની છાતીને ચીરીને બતાવે છે. તે ક્યારેય લગાવવા જોઈએ નહીં.
  • જે ફોટા માં હનુમાનજી ભગવાન રામ અને લક્ષ્મણને પોતાના ખભા પર બેસાડ્યા હોય તે ફોટા ને પણ લગાવવા જોઈએ નહીં.
  • જે ફોટા માં હનુમાનજી સંજીવની લઈને ઊડી રહ્યા હોય તે ફોટાને ઘરે રાખવું શુભ માનવામાં આવતું નથી.
  • હનુમાનજીના એવા ફોટા ને લગાવવા જોઈએ નહીં જેમાં તે રાક્ષસ અને અધર્મી લોકોનો સંહાર કરવાની મુદ્રામાં અથવા લંકા દહન કરતા દેખાતા હોય.

ઘરમાં આ ફોટાને લગાવવાનું છે. શુભ

  • હનુમાનજી જે ફોટા માં યુવા અવસ્થામાં પીળા રંગના કપડામાં હોય તેવો ફોટો લગાડવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
  • હનુમાનજીના લાલ લંગોટ માં હોય તેવા ફોટા ઘરે લગાવવાથી બાળકોનુ મન ભણતરમાં લાગે છે.
  • રામ દરબાર નો ફોટો ઘરમાં લગાવવાથી પરિવારમાં પ્રેમ અને સામજ્ય વધે છે.
  • ઘરના મુખ્ય દ્વાર ઉપર પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવવો જોઈએ. તેનાથી નકારાત્મક શક્તિનો પ્રવેશ થતો નથી.
  • હનુમાનજીનો એવો ફોટો લગાવવો જોઈએ જેમાં તે પોતાના પ્રભુ ભગવાન રામની સેવામાં લીન હોય, અને તેને ઘરે લગાવવાથી ધનની કમી થતી નથી

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment