ટેનિંગને દૂર કરવા માટે સનસ્ક્રીન જેટલો જ અસરકારક છે આ ઘરગથ્થુ ઉપાય

Image Source

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને સખત તડકામાં જો તમે પોતાનું રક્ષણ નહીં કરો તો ટેનિંગ થઈ શકે છે. આજે અમે તમને ટેનિંગ દૂર કરવા માટે અમુક એવા ઘરેલું ઉપાયો જણાવીશું જે સનસ્ક્રીન જેટલા જ અસરકારક છે.

ઉનાળામાં જો તમે બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન ન લગાવ્યું હોય તો ત્વચા ખૂબ જ ઝડપથી ટૈન થઈ જાય છે. જેઓ ખૂબ વધારે વિઝીબલ હોય છે તેઓ ઈચ્છા હોવા છતાં પણ તેની અવગણના કરી શકતા નથી. આમ તો તેનો સરળ ઉપાય સનસ્ક્રીન લગાવવું છે પરંતુ અમે તમને અમુક અસરકારક દેશી ઉપાયો પણ જણાવી રહ્યા છીએ જે સનસ્ક્રીન જેટલા જ અસરકારક છે. તમે તેનો ઉપયોગ તમારી ઈચ્છા મુજબ કરી શકો છો.

૧. ચણાના લોટમાં દહીં, હળદર અને લીંબુના રસના થોડા ટીપાં ભેળવીને ચહેરા પર લગાવો અને સૂકાઈ જાય પછી ધોઈ લો.

૨.સનબર્ન દૂર કરવા માટેનો સૌથી યોગ્ય અને અસરકારક ઉપાય છે દહી. સન બર્ન વાળી જગ્યા પર ૨૦ મિનિટ સુધી લગાવીને રાખો,      પછી ધોઈ લો. થોડા દિવસો માટે એક કલાકે આ ઉપાયને અનુસરો.

૩. ટામેટાને કાપીને તેના ટુકડાને ત્વચા પર ઘસો.

૪. બે ચમચી દૂધમાં એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ ભેળવો. દરેક સામગ્રીને યોગ્ય રીતે ભેળવીને ચેહરા પર ૨૦ મિનિટ સુધી લગાવીને રાખો.

૫. પપૈયાને છીણીને સનબર્ન વાળી જગ્યા પર ઘસવાથી ટૈન દૂર થાય છે.

૬. આ ટૈન માટે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત, લીંબુનો રસ, કાકડીનો રસ, બટાકા, દહી, મલાઈ, દૂધ, ચંદન પાવડર, મુલતાની માટી વગેરે પણ ટૈન દૂર કરી ઠંડકની અસર આપે છે.

૭. હાથના એચજે ટૈન દૂર કરવા માટે એક કપ પીસેલી બ્રાઉનસુગરમાં ઓલિવ ઓઇલ અને લીંબુનો રસ ભેળવીને લગાવો.

૮. ટામેટાના પલ્પમાં મધનાં ટીપાં ઉમેરીને દસ મિનિટ સુધી ચેહરા પર લગાવો. ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ લો. આ પેક તૈલીય ત્વચા માટે સૌથી ઉત્તમ છે.

૯. બે ચમચી કેરીનો પલ્પ, એક ચમચી ચંદન પાઉડર, એક ચમચી મધ, એક ચમચી દહીં, થોડી હળદર લઈને બધી સામગ્રીને યોગ્ય રીતે ભેળવીને ચેહરા પર લગાવો અને ૧૫ મિનિટ લગાવેલું રાખ્યા પછી ધોઈ લો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment