- ઘરમાં રહેલી આ ૪ વસ્તુઓ આપી શકે છે શરીર દર્દથી રાહત.
- અહી શરીરના દુઃખાવાથી છુટકારો મેળવવાની અસરકારક રીતો જાણો.
- તજ માં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇફ્લેમેટરી ગુણ જોવા મળે છે.
આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવું, ભારે કામ કરવા અને શારીરિક રૂપે સક્રિય ન રહેવાથી શરીરમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. શરીરમાં દુખાવો એક સામાન્ય સમસ્યા છે જે લગભગ દરેક લોકોને થાય છે. તેવામાં ઘણા લોકો જાણવા માંગે છે કે શરીરના દુઃખાવાથી કેવી રીતે છુટકારો મેળવવો? શરીરના દુઃખાવાના કારણ ઘણા હોય છે, પરંતુ તમારે શરીરના દુખાવાથી રાહત મેળવવાની રીત જરૂર અજમાવવી જોઈએ. શરીરના દુઃખાવા માટે ઘરેલુ ઉપાય ઘણા અસરકારક થઈ શકે છે.
શરીરના દુઃખાવાની સમસ્યા ઘણા લોકોના નિયમિત કામ કરવામાં અડચણ ઉત્પન્ન કરી શકે છે. જો તમે પણ ઘણીવાર શરીરના દુઃખાવાથી પરેશાન રહો છો તો અહીં કેટલાક અસરકારક ઘરેલુ ઉપાય આપવામાં આવ્યા છે જે તમને જલ્દી આરામ આપી શકે છે.
૧. આદુ ઘણું ફાયદાકારક છે
આદુમાં ઘણી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઈફ્લેમેટરી ગુણ જોવા મળે છે. તેની સાથેજ આદુમાં સોજાના વિરોધી ગુણ પણ જોવા મળે છે, જે શરીરમાં સોજાથી રાહત આપી શકે છે. તે કારણથી આદુને શરીરના દુઃખાવા માટે ખૂબ પ્રભાવી ઘરેલુ ઉપાયો માંથી એક માનવામા આવે છે. તેના માટે તમે પહેલા આદુને પીસી લો અને તેને એક કપડામાં બાંધી લો. પછી તે કપડાને ગરમ પાણીમાં થોડી મિનિટ સુધી નાખેલું રાખો. ઠંડુ થાય ત્યાર પછી પ્રભાવિત ભાગ પર લગાવીને રાખો.
૨. તજ પણ અસરકારક છે
ખાવા પીવામાં ઘણીવાર તજનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ શ્રેષ્ઠ હોય છે. તજમાં એન્ટી ઓક્સિડન્ટ અને સોજા વિરોધી ગુણ હોય છે. તજને સંધિવા માટે એક પ્રાકૃતિક ઉપાય માનવામાં આવે છે. તેની સાથેજ સાંધામાં દુખાવા સોજા ને દૂર કરવા માટે તજનો ઉપયોગ કરવામાં આવે છે. તે શરીરના દુખાવાથી પણ જલ્દી રાહત આપવામાં મદદરૂપ માનવામાં આવે છે.
Image by wicherek from Pixabay
૩. સફરજનનો સિરકો
સફરજનનો સીરકો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરી શકે છે. સફરજનના સીરકા થી શરીરના દુખાવાને ઓછુ કરવા માટે ખૂબ પ્રભાવી માનવામાં આવે છે. શરીરના દુઃખાવાથી રાહત મેળવવા માટે સફરજનના સિરકાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેના માટે તમે સિરકાના પાણીથી ન્હાઈ પણ શકો છો. અડધી કે એક ડોલ પાણી ગરમ કરી લો અને તેમા બે કપ સફરજનના સિરકાને ઉમેરો. પછી તે પાણીને તમારા શરીર પર નાખો.
૪. હળદર કરશે સોજાને દૂર
આદુની જેમ હળદરમાં પણ સોજા વિરોધી ગુણ જોવા મળે છે અને તે પ્રાકૃતિક સોજા વિરોધી અને દુઃખાવા નિવારણનું કામ કરી શકે છે. શરીરના દુઃખાવા દૂર કરવા માટે તમે દિવસમાં બે વાર હળદર વાળા દુધનું સેવન કરી શકો છો કે પછી પ્રભાવિત અંગ પર હળદરનો લેપ પણ લગાવી શકો છો. હળદરનો લેપ કરવા માટે તમે બરાબર માત્રામાં હળદર પાવડર, મીઠું અને લીંબુનો રસ ઉમેરીને એક પેસ્ટ બનાવી લો અને તે પેસ્ટને પ્રભાવીત જગ્યા પર લગાવો.”
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team