ઉનાળામાં ફક્ત લૂ થી જ નહી પરંતુ ચહેરાની કરચલીઓથી પણ બચાવશે કાંદાનું આ સ્વાસ્થ્યવર્ધક શરબત, જાણો તેના ફાયદા અને બનાવવાની રીત

શું તમે ક્યારેય કાંદાના શરબતનો સ્વાદ ચાખ્યો છે, જી હા કાંદાનું શરબત, તેનો સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ફાયદા બંને અદભુત છે. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવવામાં આવે છે કાંદાનું શરબત અને સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

ભોજનનો સ્વાદ વધારવો હોય અથવા તો પછી સ્વાદની વાત હોય, કાંદા વગર તમારી રસોઈ અધૂરી લાગે છે. ઉનાળામાં તો લોકો પોતાને લુથી બચાવવા માટે કાંદાનું ખૂબ સેવન કરે છે. કાંદાનો ઉપયોગ ફકત ભોજનનો સ્વાદ વધારવા માટે જ નહિ પરંતુ સુંદરતા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ઘણા ફાયદા લેવા માટે પણ કરવામાં આવે છે. કાંદાની ગ્રેવી, કાંદાનું સલાડ અથવા તો કાંદાની શાકભાજીનો સ્વાદ તો તમે ઘણીવાર લીધો હશે પરંતુ શું તમે ક્યારેય કાંદાના શરબતનો સ્વાદ ચાખ્યો છે, જીહા કાંદાનું શરબત, તેનો સ્વાદ અને સ્વાસ્થ્ય માટેના ફાયદા બંને અદભુત છે. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવવામાં આવે છે કાંદાનું શરબત અને શું છે તેના સ્વાસ્થ્ય લાભો.

કાંદાનું શરબત બનાવવા માટે સામગ્રી :

  • લીલા કાંદા – 1/4 વાટકી
  • ગોળ – 1 ચમચી
  • મરી – 1/2 ચમચી
  • વેનીલા એસન્સ – 1/4 ચમચી
  • લીંબુનો રસ – 1 ચમચી
  • ઠંડી સોડા
  • બરફના ટુકડા

કાંદાનું શરબત બનાવવાની રીત :

કાંદાનું શરબત બનાવવા માટે સૌથી પહેલા લીલા કાંદા લઈને તેને સાફ કરી તેનો લીલો ભાગ કાપી લો. ત્યારબાદ કાપેલા લીલા કાંદાને ઠંડા પાણીથી બે થી ત્રણ વાર સરખી રીતે ધોઈ લો. હવે મિક્સરમાં કાંદા, મરી, ગોળ અને લીંબુનો રસ નાખીને પીસી લો. ત્યારબાદ તેમાં ઉપરથી વેનીલા એસન્સ પણ નાખો અને એક વાર ફરી મિક્સરમાં પીસી લો. કાંદાની આ પેસ્ટને એક બાઉલમાં કાઢીને અલગ રાખો.

હવે એક ગ્લાસમાં બે-ત્રણ બરફના ટુકડા નાખો, તેમાં 2-3 ચમચી કાંદાની બનાવેલી પેસ્ટ નાખો ઉપરથી ધીમે ધીમે ઠંડી સોડા અથવા કોઈ ઠંડુ પીણું નાખી ગ્લાસ ભરી લો. તમારું કાંદાનું શરબત બનીને તૈયાર છે. કાંદાના શરબતનો સ્વાદ વધારવા માટે તેમાં ફુદીનાનો પણ ઉપયોગ કરી શકાય છે.

કાંદાના શરબતના ફાયદા :

મેમરી બુસ્ટ –

કાંદાનો રસ મેમરી બુસ્ટ કરવામાં મદદ કરે છે. કાંદાના રસમાં ઓમેગા 3 ફૈટી એસિડની માત્રા જોવા મળે છે જે યાદશક્તિ ક્ષમતામાં સુધારો કરે છે.

પથરી –

પથરીની સમસ્યા થવા પર કાંદાનો રસ તમને ફાયદો પહોંચાડી શકે છે. કાંદાના રસમાં ખાંડ ઉમેરીને તેનું શરબત બનાવી પીવાથી પથરીની સમસ્યાથી છુટકારો મળે છે.

વાળ ખરવા –

કાંદાના જ્યુસમાં રહેલ વિટામિન બીની માત્રા વાળ સાથે જોડાયેલ અલગ પ્રકારની સમસ્યાથી ખોપરીની ઉપરની ચામડીની સુરક્ષા કરે છે. જેમાં વાળનું ખરવું પણ શામેલ છે.

લૂ થી બચાવે છે –

ઉનાળામાં લૂથી બચવા માટે મોટાભાગના લોકો સલાડ અથવા શાકભાજી રૂપે કાંદાનું સેવન કરે છે. માનવામાં આવે છે કે કાચા કાંદા સલાડમાં ખાવાથી વ્યક્તિને લૂ લાગતી નથી. પરંતુ તમને જો લૂ લાગી ગઈ હોય તો કાંદાના રસની 2 ચમચી પીવાથી ફાયદો પહોંચી શકે છે. તેમજ છાતી પર તેના રસથી માલિશ કરવાથી પણ લૂમાં રાહત મળે છે.

કરચલીઓની સમસ્યામાં રાહત –

કરચલીઓની સમસ્યાથી રાહત મેળવવા માટે પણ કાંદાના રસનો ઉપયોગ કરી શકાય છે. શોધમાં જાણવા મળ્યું છે કે કાંદાના રસમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ રહેલ હોય છે, જે મુક્ત કણોના પ્રભાવને દૂર કરે છે. તેનાથી શરીર પર વધતી ઉંમરના પ્રભાવમાં ઉણપ જોઈ શકાય છે. કાંદાના રસને કરચલીઓ માટે મદદરૂપ માની શકાય છે. ખરેખર, આ વિષય પર હજી વધારે શોધ કરવાની જરૂરિયાત છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment