દુનિયામાં માણસો બે પ્રકારના હોય છે. એક જેને સહેજ વાતમાં પણ હસવું આવે, બીજા પ્રકારમાં એવા વ્યક્તિઓ જેને ક્યારેક જ હસવું આવે છે. પણ એવા વ્યક્તિઓ પણ દુનિયામાં હતા જેને કોઈ જ હસાવી શક્યું ન હતું. આવા વ્યક્તિની યાદીમાં એક મહિલાનું નામ અગ્રેસર છે જેને આજ સુધી કોઈ કોમેડિયન સહેજ માત્ર પણ હસાવી શક્યો નથી. આ મહિલાએ તો ગંભીરતાની બધી હદ સાચવી રાખી.

આખી વાત જાણશો તો તમે પણ ચકિત થઇ જશો. ચાલો, જોઈએ વિગતવાર વાત એટલે તમને ખબર પડી જશે તમે પણ કેટલા ગંભીર છો??
આ મહિલાનું ઉપનામ છે “સોબર સૂના.” ખાસ વાત એ કે તમે શક્ય તેટલી મહેનત કરો પણ આ મહિલાને તમે હસાવી શકો નહીં એ ગેરેન્ટી.

૧૯૦૦ની આસપાસની સાલ દરમિયાન થિયેટરમાં સોબર સૂના ઉપનામથી એક કલાકારનું પાત્ર રૂફગાર્ડનના મંચ પર દેખાવા લાગ્યું. એ હતી એક મહિલા એવી મહિલા જે ક્યારેય હસી શકતી નથી. થિયેટરના નિર્માતાઓએ પણ આ મહિલાને હસાવી શકે તો ૧૦૦૦ ડોલર પુરસ્કાર આપવાની જાહેરાત કરી. જે સોબર સૂનાના ચહેરા પર હાસ્ય લાવી દે તેને 1000 ડોલરનો પુરસ્કાર મળે. પણ આ મહિલા ટસ થી મસ ન થઈ.

પુરસ્કારની જાહેરાત થઈ કે ઘણા લોકો મંચ પર આવ્યા, ઘણાએ મજાકિયા ચહેરાવાળી એક્સનો કરી, સારાથી વધુ સારા જોક્સ સંભળાવ્યા પણ બધા જ લોકો અસફળ રહ્યા. સોબર સૂનાનો ચહેરો ગંભીર સ્થિતિમાં જ રહ્યો. આ થયું પછી તેની લોકપ્રિયતા વધવા લાગી. ઉપરથી તેની દિનચર્યા લોકપ્રિય થતી ગઈ અને દર્શકો પણ ‘સૂ’ હસે તેવી રાહ જોઈ રહ્યા હતા. તે સમયના સૌથી પ્રોફેશનલ કલાકારો અને કોમેડિયન મળીને સોબર સૂનાને હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

બધા નિષ્ફળ જતાં ઘણા લોકોએ અલગ-અલગ સિદ્ધાંતો કાઢ્યા. કેટલાક લોકોએ કહ્યું કે, તે આંશિકરૂપે આંધળી છે અથવા કાનથી બહેરી છે. પરંતુ કોઈને સચ્ચાઈની ખબર ન હતી. અંતે એવું બન્યું કે સચ્ચાઇ બહાર આવી ત્યારે બધા ચોંકી ગયા. 1907માં ખબર પડી કે ‘સૂ’ માટે હસવું અસંભવ હતું. કારણ કે તેના ચહેરાની માંસપેશીઓ લકવાગ્રસ્ત હતી, જેને લીધે તે હસી શકતી ન હતી. થિયેટરના માલિકવિલી “સોબર સૂ”ને 20 ડોલર પ્રતિ અઠવાડિયાના આપતા હતા, જે તે સમયે ઓછા ન હતા. પરંતુ આ સત્ય જાણ્યા પછી થિયેટર નિર્માતા વિલીની બધાએ બહુ નિંદા કરી.

આજની તારીખે પણ સોબર સૂ વિશે ઘણા વિવરણ અકબંધ છે. તેની કોઇ તસવીર પરફેક્ટ નથી. આમ તો થોડા અંશે લોકમાન્યતા મુજબ કહીએ તો ‘સૂ’ નું નામ “સુસાન કેલી” હતું અને moebius syndromeથી પીડિત હતી. આ એક એવી ગંભીર સ્થિતિ છે, જેમાં માથાની અંદરની નસો કમજોર હોય છે. પણ સત્ય હકીકત આજ સુધી બહાર આવી નથી.
તેમ છતાં આ મહિલાએ વિશેષરૂપથી થિયેટરમાં સિરિયસ રોલ કર્યો છે. જેને ક્યારેય કોઈ પણ વ્યક્તિ હસાવી શક્યો નથી. અત્યાર સુધીની યાદીમાં આ પહેલી એવી મહિલા છે જેને ગંભીરતાની બધી હદ ઓળંગી નાખી હતી. હાસ્ય આવવું એ તેના માટે અશક્ય કામ બરાબર હતું.
#Author : Ravi Gohel