એવા ઘણા લોકો હોય છે જે ઉચ્ચ અભ્યાસ કરીને પછી વિદેશ જવાના સપના જોવામાં વ્યસ્ત થઇ જાય છે. જન્મ ભારતમાં થયો હોય અને વિદેશમાં રહેવા લાગે એવા વ્યક્તિઓ માટે આજનો આર્ટીકલ જ્ઞાન સમાન છે. એક વિદેશમાં રહેતું કપલ ભારત આવ્યું અને અહીં આવીને મસ્તમજાની ગામડાની લાઈફ હાલમાં જીવે છે. માતા-પિતાની સેવા માટે લાખો રૂપિયાની નોકરીને પણ ઠોકર મારી દીધી.
પોરબંદરનું એક દંપતી વિદેશની સારી અને હાઈ-પ્રોફાઈલ લાઈફ છોડીને ફરી ભારતમાં પરત ફર્યું છે. જ્યાં કુદરતી વાતાવરણની વચ્ચે ખુશનુમા જિંદગી વિતાવે છે. આ દંપતી પોતાની યુ-ટ્યુબ ચેનલ થકી ખેતીકામ અને પોતાના સમાજની જરૂરી એવી માહિતી લોકો સાથે શેયર કરે છે. આ દંપતી વિદેશમાં બહુ હાઈપ્રોફાઈલ લાઈફ જીવી રહ્યા હતા પણ ભારત પરત ફર્યા એ બહુ મોટી વાત છે.
પોરબંદરના બેરણ ગામના આ દંપતી પહેલા લંડનમાં લાખોની નોકરી કરતા હતા. ૨૦૧૦ની સાલમાં આ દંપતી ઈંગ્લેંડ ગયું હતું. બાદ તે ત્યાં રહેવા લાગ્યા હતા. રામદે ખુંટીએ ૨૦૦૯માં ભારતીબેન સાથે લગ્ન કર્યા પછી એક વર્ષ થયું એટલે કે, ૨૦૧૦માં તે ઈંગ્લેંડમાં ચાલ્યા ગયા હતા. ભારતીબેન પણ દિમાગવાળા વ્યક્તિ છે. ઉપરાંત તેને પોરબંદરમાં જ ૧૨ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ૧૨ ધોરણ ફેઈલ રામદે ખુંટી ઈંગ્લેંડમાંમાં ઈન્ટરનેશનલ ટુરીઝમ મેનેજમેન્ટમાં જોડાયા ત્યારે તેમના પત્ની એર હોસ્ટેસનો અભ્યાસ કરતા હતા સાથે હાઈફાઈ જીવી રહ્યા હતા.
આ દંપતીને વિદેશથી વતન પરત ફરવાનું કારણ પૂછ્યું તો જણાવ્યું કે, માતા-પિતાન સાર-સંભાળ રાખવા માટે અહીં કોઈ ન હતું. તેથી જ તો વિદેશની લાખો રૂપિયાની નોકરી છોડીને તેના વતન પરત ફર્યા. અહીં આવીને તે ખેતીકામ અને પશુપાલનના વ્યવસાય અંગેની જાણકારી લેતા તેને વાર ન લાગી અને પછી તો એ ઈન્ટરનેટ માધ્યમથી અહીં પણ લોકોને સારૂ જ્ઞાન આપી રહ્યા છે.
ભારતીબેનને પણ ગામડાનું જીવન બહુ ગમી ગયું છે. એટલે તો એ દિવસમાં બે વખત છ ભેંસોને દોહવાનું પણ કામ કરી લે છે. ખેતીકામમાં પણ મદદ કરે છે અને નવરાશના સમયનો સદ્દઉપયોગ કરી ઘોડેસવારીનો શોખ પણ પૂર્ણ કરે છે. વતન ફર્યા પછી દંપતીએ ઈન્ટરનેટના માધ્યમમાં યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી. પહેલા આ ચેનલ શોખ માટે ચાલુ કરવામાં આવી હતી પછી આ ચેનલ જ ભારતીબેનની પ્રખ્યાતીનું સાધન બની ગઈ. પોતાની રૂટીન લાઈફ અંગેના વિડીયો બનાવીને ચેનલ પર અપલોડ કરે છે. વિશેષમાં તે ખુદના સમાજની અમુક સંસ્કૃતિની ઝલક, પહેરવેશ, રીતરીવાજો વગેરે વિષયો પર વિડીયો બનાવતા ગયા અને ચેનલ પર અપલોડ કરતા ગયા. આજે તેની ચેનલ પર ૯૪ હાજર જેટલા સબસ્ક્રાઈબર છે. એમ, ૧૪ લાખથી વધુ વ્યુઝ મળ્યા છે.
આ પ્રેરણાદાયી પ્રસંગ વાંચીને દરેકને પિતાના મનમાં માતા-પિતાની સેવા કરવાનું અને ર-પરીવારને સાચવવાની પ્રતિજ્ઞા લેવા જેવી છે. જેમ વિદેશમાં રહેતું આ કપલ લાખોની નોકરી છોડી વતન પરત ફર્યું તેમ ઘણા માં-બાપ તેના દીકરા-દીકરીની વતનમાં રાહ જોઈ રહ્યા છે. તે બધાને જલ્દીથી પરત આવી જવા બે હાથ જોડીને વિનંતી.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel