જો કોઈ તમને એવું કહે કે સંપૂર્ણ શહેર શાકાહારી છે તો તમે બિલકુલ વિશ્વાસ નહીં કરો. કારણ કે દુનિયાના કોઈપણ દેશમાં નોનવેજ આઈટમ તો વેચાય જ છે. પરંતુ તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે એવું પણ એક શહેર છે જે સંપૂર્ણ રીતે શાકાહારી છે.
આ જગ્યાએ મટન અથવા તો ઈંડા પણ વેચવા માટે પાબંદી લગાવવામાં આવી છે. અને તેની સાથે જ અહીં ભોજન માટે કોઈપણ જાનવરને પણ મારી શકાતો નથી. હવે તમે વિચારી રહ્યા હશો કે આ શહેર ભારતમાં ક્યાં આવેલું છે તો તમને અમે જણાવી દઈએ કે આ શહેર ગુજરાતમાં આવેલું છે.
ગુજરાતના આ શહેરની ચર્ચા સંપૂર્ણ દુનિયામાં થઈ રહી છે. તમે જાણીને ખૂબ જ આચાર્યમાં મુકાઈ જશો કે આ શહેર ભાવનગર જિલ્લામાં આવેલું છે અને જેનું નામ છે પાલીતાણા. આ ગામ જૈન ધર્મનું પ્રમુખ સ્થાન છે અને અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ આવે છે અને જૈન ધર્મમાં અહિંસાનું ખૂબ જ પ્રચલન હોય છે, તે દરેક વ્યક્તિ જાણતા જ હોય છે તેથી જ આ શહેરમાં નોનવેજ વસ્તુ વેચાતી નથી.
તમને જણાવી દઈએ કે 2014માં સરકારે પાલીતાણામાં જાનવરોની હત્યા ઉપર રોક લગાવી હતી, અને સરકારે તેમની હત્યા ઉપર રોક લગાવવાની આ માંગને લઈને લગભગ 200 સંતોએ ભૂખ હડતાલ પણ કરી હતી.
આ સમયે સંતોએ જણાવ્યું હતું કે પ્રાણીઓને મારવા અને તેના આનંદ માટે આ બધું કરવું ખૂબ જ ખોટું છે. તેથી અમે લોકો મરવાનું પસંદ કરીશું. અને આમ સંતોએ ત્યારે શહેરમાં એવી બધી જ દુકાનોને બંધ કરવાની માંગ કરી, ત્યારબાદ રાજ્ય સરકારે પણ તેમની વાત માની અને આ પ્રકારની દુકાનોને બંધ કરી દીધી હતી.
અને તે સમયે જ શહેરને માંસ મુક્ત શહેર ઘોષિત કરવામાં આવ્યું હતું. અહીંના લોકો દૂધ દહીં માખણ અને ડેરી ઉત્પાદકોનો ખૂબ ઉપયોગ કરે છે અને કહેવામાં આવે છે કે આ શહેરના રક્ષક ભગવાન આદિનાથ એક વખત અહીં પહાડ ઉપર ચાલ્યા હતા અને ત્યારથી જ આ સ્થાન તેમના અનુયાયીઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલું છે.
પાલીતાણામાં ઘણા બધા જૈન મંદિરો આવેલા છે અને તેથી જ દર વર્ષે અહીં દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે, અને પાલીતાણા એ જૈન ધર્મ માનતા લોકો માટે ખૂબ જ આસ્થાનું શહેર છે અને અહીં લગભગ 900 મંદિરો છે.
પાલીતાણા ભાવનગર થી લગભગ 50 કિલોમીટર દૂર આવેલું છે. અને પાલીતાણામાં જોવાલાયક બીજી ઘણી બધી જગ્યાઓ છે, અને જો તે જગ્યાઓની વાત કરીએ તો ત્યાં શેત્રુંજય હિલ, શ્રી વિશાલ જૈન મ્યુઝિયમ, હસ્તગીરી જૈન તીર્થ તથા ગોપીનાથ બીચ અને તલાજા પણ તમે ત્યાંથી જઈ શકો છો. અને તે સિવાય પણ તમે બગદાણા પણ ત્યાંથી જઈ શકો છો અને ત્યાં બાપાસીતારામ નું સ્થાન છે તે ખૂબ જ પ્રસિદ્ધ છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ગુજરાતનું આ શહેર છે દુનિયાનું પહેલું શાકાહારી શહેર, એક વખત જરૂરથી મુલાકાત લો”