પહેચાન કોન?? રેખાના ખોળામાં બેઠેલો આ છોકરો જે બોલીવુડ સુપરસ્ટાર છે,એક સમયે શાહરૂખ થી પણ વધારે છોકરીઓ ફિદા હતી

https://www.instagram.com/jairajmukherjee_themoviemaniac/

રેખાના ખોળામાં તમે એક છોકરાને બેસેલો જોઈ શકો છો, એક સમયમાં તે છોકરો શાહરૂખ ખાનથી પણ વધારે ફેમસ હતો. શું તમે તેને ઓળખી શક્યા ?

તમને મોહબ્બતેં ફેમ હીરો જુગલ હંસરાજ યાદ જ હશે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ એ જ અભિનેતાની જેણે પોતાની ભૂરી આંખોથી છોકરીઓને દિવાની બનાવી લીધા હતા. જુગલ હંસરાજ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો નથી, પરંતુ તેની ચોકલેટી બોય ઈમેજથી તેણે છોકરીઓના દિલમાં ચોક્કસ જગ્યા બનાવી લીધી છે. જુગલ હંસરાજનો એક બાળપણનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખાના ખોળામાં બેઠેલો જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં જુગલ હંસરાજ ખૂબ જ નાનો અને ક્યૂટ લાગી રહ્યો છે.

જુગલ હંસરાજે બાળપણથી જ અભિનય શરૂ કરી હતી. તે બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. આ દિવસોમાં જુગલ હંસરાજ ફિલ્મોથી સંપૂર્ણપણે ગાયબ છે અને પરિવાર સાથે અમેરિકામાં સેટલ છે. જુગલ તેની પત્ની જાસ્મીન અને પુત્ર સાથે અમેરિકામાં રહે છે. 2014માં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ જાસ્મીન ધિલ્લોન સાથે લગ્ન કર્યા પછી, જુગલ કાયમ માટે અમેરિકા શિફ્ટ થઈ ગયો. જો કે જુગલ હવે ફિલ્મોમાં એક્ટિવ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ જોવા મળે છે. તેનો લુક પણ હવે પહેલાની સરખામણીમાં ઘણો બદલાઈ ગયો છે.

એક સમય એવો હતો જ્યારે જુગલ પર શાહરૂખ ખાન કરતાં વધુ છોકરીઓ ફિદા હતી. જુગલ હંસરાજે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તે માસૂમ અને કર્માં જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. પાપા કહતે હે, મોહબ્બતેં, સલામ નમસ્તે અને આજા નચલે જુગલ હંસરાજની કેટલીક લોકપ્રિય ફિલ્મો છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “પહેચાન કોન?? રેખાના ખોળામાં બેઠેલો આ છોકરો જે બોલીવુડ સુપરસ્ટાર છે,એક સમયે શાહરૂખ થી પણ વધારે છોકરીઓ ફિદા હતી”

Leave a Comment