આ તુલસીનો ઉકાળો કોરોના નું સંક્રમણ દૂર કરવાની સાથે બીજી ઘણી બીમારીઓમાં છે લાભકારી, કેવી રીતે બનાવીશું જાણો 

Image Source

યુનાની ચિકિત્સા પદ્ધતિ અનુસાર તુલસીમાં બીમારીને સારી કરવાની જબરદસ્ત ક્ષમતા હોય છે. તુલસીમાં સંક્રમણ દૂર કરવાની સાથે-સાથે તણાવ અને અન્ય બીમારી ની વિરુદ્ધ પ્રાકૃતિક રોગ પ્રતિકારક શક્તિ ની પ્રણાલીને  પણ મજબૂત કરે છે. તે શરદી ખાંસીના પ્રભાવને ઓછો કરે છે અને તાવ ના સંક્રમણને પણ ઓછું કરવાની સાથે મેલેરીયા, ચિકનપોક્સ, ઇન્ફ્લુએન્ઝા અને અસ્થમા જેવી બીમારીઓને પણ મટાડી શકે છે.

તુલસી મુખ્યત્વે હૃદયની લોહી કોશિકાઓ,  લીવર, ફેફસા, હાઈ બીપી તથા બ્લડ સુગર ઓછું કરવા માટે મદદરૂપ સાબિત થાય છે. તથા સંક્રમણ સમયે તુલસીનો ઉકાળો બનાવીને પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

જાણીએ તુલસીનો ઉકાળો બનાવવાની રીત

સામગ્રી

  • 500 ગ્રામ  તુલસીના સુકાયેલા પાંદડા( જેને છાયડામાં સૂકવવામાં આવે છે)
  • 50 ગ્રામ તજ.
  • 100 ગ્રામ તમાલપત્ર 
  • 250 ગ્રામ વરિયાળી
  • 15 ગ્રામ નાની ઈલાયચીના દાણા
  •  25 ગ્રામ મરી

કેવી રીતે બનાવશો આ ઉકાળો જાણો તેની રીત

  • દરેક વસ્તુ ને એક એક કરીને ખાંડણીમાં નાખો.
  • ત્યારબાદ તેને મોટું મોટું વાટીને કોઈ બરણીમાં ભરીને રાખો.
  • તુલસીના ઉકાળાની સામગ્રી તૈયાર છે.
  • બે કપ ચા માટે અડધી ચમચી આ તુલસી નું મિશ્રણ પૂરતું છે.
  • એક તપેલીમાં ૨ કપ પાણી નાખીને ગરમ કરવા મૂકો.
  • જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તપેલીને નીચે ઉતારી નાની અડધી ચમચી બનાવેલું મિશ્રણ નાખી ને તૈયારીમાં ઢાંકણ ઢાંકી દો.
  • થોડો સમય તેને ઉકળવા દો અને પછી તેને કપમાં ગાળો.
  • થોડું ગરમ હોય ત્યારે ફૂંક મારીને આ ઉકાળાનુ સેવન કરો.

તુલસીનો ઉકાળો પીવાના ફાયદા

  • તુલસીનો ઉકાળો બદલાતી સીઝન માં થતી શરદી-તાવ અને ગળાની ખારાશ થી છુટકારો આપે છે.
  • તુલસીના પાનના ઉકાળા માં ચપટી સંચળ નાખીને પીવાથી ફ્લૂ રોગ મટે છે.
  • આ ઉકાળો પથરી કાઢવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય હોઈ શકે છે. ઉનાળામાં રોજ તેમાં 1 ચમચી મધ ઉમેરી 6 મહિના સુધી સેવન કરો.
  • હાર્ટની બીમારી હોય તેમને રોજ તુલસીનું સેવન જરૂર કરવું. તુલસી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે. તુલસી અને હળદરના પાણીનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ની માત્રા નિયંત્રિત રહે છે.
  • ચહેરાની ચમક અને રંગત કાયમ રાખવા તુલસીના પાનનો રસ કાઢો અને બરાબર માત્રામાં લીંબુનો રસ મિક્સ કરીને રાત્રે ચહેરા પર લગાવી લો. કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ થશે અને ખીલ પણ નહીં થાય.
  • માઈગ્રેનની તકલીફમાં પણ તુલસીનો ઉકાળો પીવાથી રાહત મળે છે.
  • રોજ 4-5 વાર તુલસીના 6-7 પાન ચાવવાથી માઈગ્રેનની સમસ્યા માં આરામ મળી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment