વાળને સારા રાખવા આપણે ઘણી મહેનત કરીએ છીએ, પરંતુ આપણી અમુક ભૂલોને લીધે વાળનું ખરવાનું ચાલુ થઈ જાય છે. સારા ઘટ્ટ અને લાંબા વાળ કોને પસંદ નથી હોતા. સારા વાળ આપણી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી દે છે. વાળ માટે ઘરેલું ઉપાય ખુબ મદદગાર થઈ શકે છે. આજકાલ માર્કેટ પ્રોડક્ટથી વધુ લોકો વાળ માટે આયુર્વેદિક ઉપાય શોધતા હોઈ છે. એવા ઘણા નુસ્ખાઓ છે જેને લીધે તમે વાળની નાની થી લઈ મોટી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આજે અમે એવા 4 ઉપાયો વિષે જણાવીશું જે તમારા વાળને હંમેશા સિલ્કી અને મજબુત રાખશે.
ઘટ્ટ, મજબુત અને સિલ્કી વાળ માટે અજમાવો આ ઉપાય
એલોવેરા
એલોવેરાને એક આયુર્વેદિક ઔષધી માનવામાં આવે છે. તેમાં ઘણા બધા ગુણ હોઈ છે જે વાળને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. એલોવેરા તમારી ત્વચા અને વાળને લગતી ઘણી સમસ્યાઓમાંથી છુટકારો આપે છે. તમે એલોવેરા જેલને તમારા માથાની સ્કેલ્પ પર લગાવી શકો છો. તેનાથી તમારા વાળની જડો મજબુત બને છે. તમે એલોવેરા જેલને નાળિયેરના તેલમાં મિક્સ કરી લગાવી શકો છો. જેથી તમારા વાળ મુલાયમ રહેશે.
આંબળા, અરીઠા અને શિકાકાઈ
આંબળા, અરીઠા અને શિકાકાઈ આ ત્રણ એવી આયુર્વેદિક જડીબુટ્ટી છે જેને એકસાથે મેળવી વાળમાં લગાવવાથી તમારા વાળ સિલ્કી અને મજબુત બને છે. આ ત્રણેવ વસ્તુ એકસાથે મેળવી વાળ પર લગાવવાથી વાળ ખરતા અટકાવી શકાય છે.
ભૃંગરાજ
ભૃંગરાજ ના ફક્ત વાળ ખરતા રોકે પરંતુ તે વાળને સિલ્કી અને મજબુત પણ બનાવે છે.આ ઉપરાંત વાળ વધારવામાં પણ તે ઘણી મદદ કરે છે. આ સિવાય ભૃંગરાજ સફેદ વાળને રોકવામાં પણ મદદ કરે છે. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 અથવા 3 વાર તેના તેલનું મસાજ કરી શકો છો.
મેથીદાણા
મેથીના દાણામાં ભરપુર માત્રામાં ફોલિક એસિડ, વિટામિન એ, વિટામિન કે અને વિટામિન સી હોય છે. તેમાં પ્રોટીન અને નિકોલ એસીડ પણ જોવા મળે છે. જેથી ખરતા વાળની સમસ્યા દુર કરી શકાય છે. રાત્રે 2 ચમસી મેથીના દાણાને પાણીમાં પલાળી દો. સવારે તે પાણી પી લેવું. બચેલા મેથીના દાણાને પીસી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને જડોમાં લગાવી 20 મિનીટ બાદ વાળ ધોઈ લેવા.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team