આજ ના આ કોરોના કાળ માં જ્યાં લોકો પોતાની immunity વધારવાની કોશિશ કરે છે ત્યાં જ બદલાતા ઋતુ માં થતી બીમારીઓ સામે પણ લડે છે. વરસાદ ની ઋતુ માં મચ્છર વધી જાય છે. આજ કારણ થી ડેન્ગ્યુ જેવી બીમારી ફેલાય છે. આમ તો ડેન્ગ્યુ ના સામાન્ય લક્ષણ છે તાવ આવવો,શરીર દુખવું,શરદી ખાંસી જેવી તકલીફ થાય છે. હવે આવામાં આ બીમારી ને ઓળખવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે કારણકે આ બધા જ સામાન્ય લક્ષણ છે. ડેન્ગ્યુ ના કારણે શરીર માં પ્લૅટલેટ્સ ની સંખ્યા ખૂબ જ ઓછી થઈ જાય છે.
એટલે જ આજે આપણે આયુર્વેદિક કાઢા વિશે વાત કરીશું..
અમૃત સમાન કાઢો.
ડેન્ગ્યુ નો તાવ ક્યારેક જીવલેણ પણ બની શકે છે. એક સામાન્ય વ્યક્તિ ના શરીર માં 1 લાખ થી લઈ ને 4 લાખ જેટલા પ્લૅટલેટ્સ હોય છે. પરંતુ આ બીમારી માં પ્લૅટલેટ્સ ખૂબ જ ઓછા થઈ જાય છે. જેના કારણે માણસ નું શરીર ઢીલું થઈ જાય છે. પણ જો આવો કોઈ વ્યક્તિ ગિલોય નું સેવન કરે તો તે જલ્દી થી સાજો થઈ જાય છે.
ગિલોય કાઢા થી થાય છે પરેશાનીઓ દૂર
ગિલોય નું જ્યુસ લોહી માં વ્હાઇટ બ્લડ સેલ વધારવા માં મદદ કરે છે. ડેન્ગ્યુ દરમિયાન તેનું સેવન કરવા થી તેમા ફાયદો થાય છે. સાથે જ શરદી, ખાંસી ને દૂર કરવામાં ગિલોય કારગર છે. આ ઉપરાંત શરીર ના દુખાવા માં પણ તે રાહત આપે છે. તેમંજ રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.
કાઢો બનાવાની રીત.
ગિલોય નો કાઢો બનાવા માટે તમારે 2 ઇંચ આદું, 1 ગિલોય ની સ્ટિક , 3-4 તુલસી ના પત્તા, 2 મરી જોઈશે. હવે 2 ગ્લાસ પાણી માં આ બધી જ વસ્તુઓ નાખી દો. હવે પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. હવે તેમા મરી નાખી ને સાઇડ પર મૂકી દો . 5-10 મિનિટ પછી તેને ગાળી ને હુંફાળું પીવું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team