આયુર્વેદમાં કોઈપણ વ્યક્તિની ત્વચા તેમના પાચનનું પ્રતિબિંબ છે. જેમ આપણા પેટમાં અંદર શું જઈ રહ્યું છે તે જરૂરી છે તેમજ આપણે આપણી ત્વચા પર શું ઉપયોગ કરી રહ્યા છીએ તે પણ જરૂરી છે. પેટની રીતે ત્વચાને પણ તે બધુ પચાવવું પડે છે જે તેના સંપર્કમા આવે છે. આયુર્વેદ મુજબ ત્વચાની સંભાળ માટે એક વાત ધ્યાનમાં રાખવાની ખુબ જરૂર છે. તે વાત એ છે કે આપણે આપણા શરીર અને ત્વચા પર કઈ પણ એવુ ન લગાવવું જોઈએ જે મૌખિક રૂપથી ખાઈ ન શકીએ.
- એન્ટી એકને એન્ટી ઇજીંગ આયુર્વેદિક ફેસ માસ્ક
- એન્ટી એકને એન્ટી ઇજીંગ આયુર્વેદિક ફેસ માસ્ક બનાવવાની રીત
એન્ટી એકને એન્ટી ઇજીંગ આયુર્વેદિક ફેસ માસ્ક
આ આયુર્વેદિક સ્કિન કેર રેસિપી ખીલ અને વૃદ્ધત્વ ઓછું કરનારા ગુણો માટે જાણવામાં આવે છે. તે એક પ્રાકૃતિક રેસિપી છે અને ખુબજ સારી સામગ્રીથી બની છે જે તમારા માટે તેટલી જ ફાયદાકારક છે, જ્યારે તમે તેને ખાવ છો કે જ્યારે તમારી ત્વચા પર લગાવો છો.
સામગ્રી-
ચંદન પાવડર –
ચંદન સુંદરતા માટે સૌથી લોકપ્રિય આયુર્વેદિક જડ્ડી બૂટીઓમાં થી એક છે. તે ઠંડુ, સુખદાયક અને અતિ સુંગંધ આપે છે. તેના ઔષધિ કાર્યમાં એન્ટીબાયોટિક , એન્ટીફંગલ, રક્તશોધક અને વૃદ્ધિ વધારવાના ગુણ શામેલ છે. તે હંમેશા બ્લિડિંગ અને બર્નિંગ ને સારુ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
હળદર –
હળદરના મુખ્ય કાર્યોમા ત્વચા ને રંગ, ટોન અને બનાવટમાં સુધારો કરવાનો શામેલ છે. તે એક એન્ટી ઓક્સિડન્ટ, એન્ટેલાજેનિક , એન્ટીમાયોટિક દવાઓ છે જે આપણા શરીરના અંદરની પ્રતિરક્ષાના નિર્માણમાં મદદ કરે છે. હળદરથી ફેફસાને પણ ખુબ લાભ થાય છે અને તે એનિમિયા જેવી લોહીના રોગોમાં પણ મદદ કરે છે. હળદરના સુંદરતા પ્રદાન કરનારા ગુણ ભારતીઓ દ્વારા એટલી સારી રીતથી જાણવામાં આવે છે કે દુલ્હનની ત્વચા પર લગ્નથી પહેલા દિવસે એક રસમ રૂપે તે ત્વચા પર લગાવવામાં આવે છે.
કેસર –
કેસર એક લોકપ્રિય આયુર્વેદિક સુંદરતા વધારવા માટેનું ઉત્પાદન છે. શું તમે ક્યારેય લાલ બિન્દુઓ જોયુ છે જે ભારતીય સ્ત્રીઓ ભ્રમણોની વચ્ચે તેમના માથા પર લગાવે છે?
પારંપરિક રૂપથી કેસર માથા પર લગાવવામાં આવતુ હતુ, જેને બિંદી કહેવામાં આવે છે ( ભ્રમણોની વચ્ચે એક નાનુ લાલ ટપકું હોય છે), જેમા માથાના દુઃખાવાને રોકવા અને સરખું કરવાના વધારે લાભ પણ હતા.
મસૂર દાળ –
તે એક લાલ – નારંગી રંગની દાળ છે, જે લોહીને શુદ્ધ કરે છે અને વિશેષ રૂપથી તાવ માટે ફાયદાકારક હોય છે. ખીલમાં શામેલ મુખ્ય દોષને પિત્ત દોષ કહેવામાં આવે છે. એક અસંતુલિત પિત્ત દોષ ખીલ માં યોગદાન કરનારું મુખ્ય કારકો માંથી એક છે. પિત્ત દોષને સંતુલિત કરીને મસૂર દાળ એક મહાન ખીલ વિરોધી ઘટકના રૂપમાં કામ કરે છે.
એન્ટી એકને એન્ટી ઇજીંગ આયુર્વેદિક ફેસ માસ્ક બનાવવાની રીત
- એક કપ મસૂર દાળ ને મિક્સરમાં નાખો.
- તેમા બે ચમચી હળદર પાવડર ઉમેરો.
- મિશ્રણમાં ૧૫-૨૦ રેસા કેસરના નાખો.
- બે ચમચી ચંદન પાવડર નાખો.
- હવે આ મિશ્રણને સારી રીતે પીસીને પાવડર બનાવી લો.
- એક પેસ્ટ બનાવવા માટે પાવડરમા થોડું પાણી ઉમેરો.
- તમારા ચહેરા પર પેસ્ટને લગાવો.
- ચહેરા પર લગભગ ૫ – ૧૦ મિનીટ સુધી રાખો.
- અને છેલ્લે ઠંડા પાણીથી ધોઈ લો.
- ટિપ્સ : આ ફેસ માસ્કને લગાવવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારમાં ન્હાવાથી પહેલાનો છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team