મોંઘવારી!! આ મોંઘવારીએ તો સારા સારા લોકોને તકલીફમાં મૂકી દીધા છે. અને એમાં ઉપરથી જરૂરીયાતના ખર્ચા. એ ખર્ચમાં ઘર કે ઓફીસનું ઇલેક્ટ્રિક બીલ પણ શામેલ છે. વ્યક્તિ એક ખર્ચમાંથી નવરો ન થયો અને હોય અને બીજો ખર્ચ આવી ગયો હોય છે. તો આજે ખર્ચને કમ કરવાની પદ્ધતિ જાણીએ એટલે કે ઇલેક્ટ્રિક બીલ ઓછું કરી રીતે આવે એ ટ્રીક્સ જાણીએ :
- નોર્મલ બલ્બની જગ્યાએ લો એનર્જી બલ્બ લાંબા સમય સુધી ચાલે છે અને ઇલેક્ટ્રિસીટીની પણ બચત થાય છે.
- ઘરમાં નોર્મલ બલ્બની જગ્યાએ સીએફએલ લાઈટ લગાવવી જોઈએ.
- મિક્ચર, ટીવી, ડીવીડી વગેરે જેવા ઇલેક્ટ્રિક ઈક્વીપમેંટનો ઉપયોગ કરી લીધા પછી તરત જ સ્વીચ ઓફ કરી દેવી જોઈએ.
- ઘરથી બહાર નીકળતા પહેલા લાઈટ-ફેન-ગીઝર વગેરેની સ્વીચ ઓફ કરી દેવી જોઈએ અને શક્ય હોય તો મેઈન સ્વીચ જ બંધ કરી દેવી જોઈએ.
- જરૂર કરતા મોટી લાઈટોનો ખાસ અવસર પર જ ઉપયોગ કરવો જોઈએ.
- પાણીની મોટર, ડેકોરેશનના લેમ્પ વગેરેનો જરૂરીયાત મુજબ જ ઉપયોગ કરો.
- ભીના કપડા હોય ત્યારે ઈસ્ત્રી ન કરો. આવું કરવાથી ઈસ્ત્રીને વધુ ગરમ કરવાની જરૂર પડે છે અને પરિણામે ઇલેક્ટ્રિક એનર્જી વધુ વપરાય છે.
- કમ્પ્યુટરની સ્વીચ જરૂર ન હોય ત્યારે બંધ કરી દો અને લેપટોપ ચાર્જરની સ્વીચ ચાર્જીંગ થઇ ગયા પછી બંધ કરી દેવી જોઈએ.
- કમ્પ્યુટર પર કામ કરતા કરતા વચ્ચે બ્રેક લેવાનો સમય થાય ત્યારે મોનીટરની સ્વીચ બંધ કરી દેવી જોઈએ.
- જરૂર ન હોય ત્યારે કમ્પ્યુટરને સ્લીપ મોડમાં રાખવા કરતા શટ-ડાઉન કરી દેવું જોઈએ.
- ડીજીટલ કેમેરા, સેલફોન, મોબાઇલ વગેરેના ચાર્જરની જરૂર ન હોય ત્યારે સ્વીચ બંધ કરી દેવી જોઈએ. અને ગેજેટ્સને જરૂર ન હોય ત્યારે સ્વીચ ઓફ કરી દેવા જોઈએ.
- ઓર્ડીનરી શાવરહેડમાં પાણીની વધુ જરૂર પડે છે એટલે નોર્મલ શાવરનો ઉપયોગ વધારે સારો રહે છે.
- ટીવી એ એવી વસ્તુ છે જે ઘરમાં સૌથી વધુ વપરાય આવી ઇલેક્ટ્રોનિક આઇટેમ છે એટલે જુના સમયના ટીવી કરતા નવી ટેકનોલોજીના પાવર સેવર એલઈડી ટીવીનો વપરાશ ઇલેક્ટ્રિક એનર્જીનો બચાવ કરી શકે છે.
- ફ્રીજને રાતે ખોલબંધ કરવાની ઓછી જરૂર પડે છે એવામાં રાતના સમયમાં ફ્રીજને બંધ કરી દેવાથી લાઈટ બીલના આંકડાને નીચો લાવી શકાય છે.
- પાણી માટેના ફિલ્ટર મશીનને વાપરવા માટેનો એવો નિયમ બનાવો કે સવારે એકવાર મશીનનો ઉપયોગ કર્યા પછી આખો દિવસ ચાલુ કરવાની જરૂર ન પડે.
- મોબાઇલ ચાર્જર ઓરીજીનલ કંપનીના જ યુઝ કરવા જોઈએ. જે મોબાઈલની લાઈફ વધારે છે અને સાથે ઓછા પાવરમાં ચાલે છે.
- કમ્પ્યુટર સાથે જો પ્રિન્ટર કનેક્ટ હોય તો પ્રિન્ટરની જરૂર ન હોય ત્યારે સ્વીચ બંધ રાખવી જોઈએ.
- સામાન્ય રીતે ઈન્ટરનેટ કનેક્શન માટે વપરાતું નેટ રાઉટર ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવતું હોય છે, જે વગર કારણે પણ એનર્જી વેસ્ટ કરે છે. તો જરૂર ન હોય ત્યારે રાઉટર બંધ રાખવું જોઈએ.
- મોટાભાગના ઘરમાં સૌથી વધુ ઇલેક્ટ્રિસીટી વપરાતી હોય એવી ચીજ ડીપવેલ હોય છે. તો જુના મોડેલના ડીપવેલ અને પંપને દૂર કરી નવી ટેકનોલોજીના પાવર સેવર વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ.
- નાઈટ લેમ્પ માટે પણ જોઈતા મુજબના પ્રકાશવાળા જ બલ્બનો ઉપયોગ કરવો જોઈએ.
તો અહીં જણાવેલ બધી ટીપ્સ એવી છે જેનાથી ઇલેક્ટ્રિક બીલમાં ખાસ્સો એવો ફેરફાર લાવી શકાય છે. અને બીલના નાણા બગડતા અટકાવી શકાય છે. એટલા માટે ઘરમાં એક એક એવો નિયમ બનાવતા જાઓ જેનાથી પાવર એનર્જીમાં બચાવ કરી શકાય.
આવા જ અન્ય રસપ્રદ લેખ વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહો. અમે દરરોજ અહીં નવી નવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ.
#Author : Ravi Gohel