શું તમે પણ હોટલથી સામાન ઘરે લઈને આવો છો? તો આ માહિતી વાંચવાનું ચુકતા નહી.

ઇન્ડોનેશિયાના બાલી ફરવા ગયેલા ભારકતીય પરિવારે જ્યારે હોટલના રૂમથી ચેકઆઉટ કર્યું તો એ પોતાની સાથે ઘણી ચીજો ઊઠાવી લાવ્યા જે સાથે લઇને અવાય એવું નહતું. આ સમાચાર બહાર આવ્યા બાદ ભારતીય પર્યટકોની છાપ થોડી ખરાબ થઇ ગઇ. એટલા માટે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ જ્યારે તમે કોઇ હોટલમાં જાવ તો કયો સામાન તમે સાથે લઇ જઇ શકો છો.

તાજેતરમાં એક કેસ સામે આવ્યો છે, ત્યારબાદ દરેક ભારતીયનું માથું શરમથી ઝુકી ગયું. કારણ કે જે દેશના લોકોને સારા માનવામાં આવે છે અને એ લોકો પર વિદેશમાં એમની ઉપર ચોરીનો આરોપ લાગે તો શરમ આવે.

લગ્ઝિરિયસ લાઇફ આપવા માટે હોટલના રૂમમાં એ તમામ સુવિધાઓ હોય છે, જેની જરૂર દરેક વ્યક્તિને ડેલી રૂટિનમાં હોય છે. પરંતુ ઘણા લોકો આ પર્સનલ સુવિધાઓને પોતાની સમજીને સાથે પાછી લઇ આવે છે. એમને લાગે છે કે હોટલના રૂમમાં આપવામાં આવેલી તમમા ચીજો અથવા સુવિધાઓ માત્ર એમના માટે છે અને એ ઉપયોગ કરવાની સાથે એને પોતાની બેગમાં ભરીને લઇ જાય છે. પરંતુ કદાચ તમે જાણતા નહીં હોય આવું કરવું ચોરી કરવી બરાબર છે.

હોટલની પ્રોપર્ટીને સમજવી આપણા દરેક માટે જરૂરી છે. જ્યારે પણ તમે હોટલમાં ચેક ઇન કરો છો દરેક ચીજને પોતાની સમજવાની ભૂલ ના કરો. હોટલમાં તમારી સુવિધા માટે ઘણી વખત રૂમમાં રહેલ ફ્રીઝમાં વાઇન, જ્યુસ વગેરે મૂકેલા હોય છે. તમે આ ચીજોનો ઉપયોગ તો કરી શકો છો. પરંતુ આ દરેક વસ્તુ શેમ્પૂ અને સાબુની જેમ ફ્રી હોતી નથી. એનું પેમેન્ટ તમારે ચેકઆઉટ સમયે કરવાનું હોય છે.

તમે આ ચીજો સાથે લઇ જઇ શકો છો


હોટલના રૂમમાં રહેલ બ્રશ, શેમ્પૂ, તેલ, કાંસકો, ક્રીમ, ડિસ્પોઝીબલ શાવર કેપ અને સ્લીપર વગેરે તમારા ઉપયોગ માટે હોય છે. આટલું જ નહીં હોટલના રૂમમાં મૂકેલી ચા, કોફી, ખાંડ અને મીઠું પણ તમે રાખી શકો છો. તમે ઇચ્છો તો એનો ઉપયોગ પણ કરી શકો છો અને સાથે પણ લઇ જઇ શકો છો. એને સાથે રાખવા પર હોટલને કોઇ આપત્તિ હોતી નથી.

હોટલના ટોવેલ, ઓશિકા, બેડશીટ, મેટ વગેરે તમારા ઉપયોગ માટે હોય છે. પરંતુ તમે એને તમારા ઘરે લઇ જઇ શકો નહીં, હેર ડ્રાયર, રિમોર્ટ, બેટરીઝ, ઓવનસ ઇલેક્ટ્રિક હીટર અને કીટલી બધું તમારા ઉપયોગ માટે છે ઘે લઇ જવા માટે નહીં. પેંટિંગ્સ, ડિઝાઇનર આઇટન અથવા ડેકોરેટિવ ચીજો તમારા રૂમની સુંદરતા વધારે છે. એટલા માટે તમે એને ઘરે લઇ જઇ શકો નહીં.

તમે આ આર્ટીકલ ફક્ત ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો.દરેક પ્રકારની નવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે તો આ પેજને અત્યારે જ લાઈક કરી લો અને પ્રિય મિત્ર તથા સગા સબંધીઓ સાથે શેયર કરવાનું ભૂલતા નહીં.

Leave a Comment