મકર સંક્રાંતિ નો તહેવાર સૂર્યદેવને સમર્પિત હોય છે. જ્યારે સુર્ય નો પ્રવેશ ધનુ રાશિમાં થાય છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ નો તહેવાર હિંદુઓ માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણકે આ દિવસથી જ શુભ કાર્યો ફરી કરી શકાય છે.
મકર સંક્રાંતિના દિવસથી કમુર્તા પુરા થઈ જતાં હોય છે. મકર સંક્રાંતિ ના દિવસે અમુક કાર્યો ને શુભ માનવામાં આવે છે તો અમુક કાર્યો ને અશુભ માનવામાં પણ આવે છે. ચાલો આપણે જાણીએ એવા કાર્યો જે મકર સંક્રાંતિના દિવસે કરવા જોઈએ.
મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ખીચડી, તલ અને ઘી નું દાન આપણને સો ગણું વધારે ફળ આપે છે. મકર સંક્રાંતિના દિવસે પૂજા પાઠ, હવન, મંત્ર જાપ નું એક અલગ જ મહત્વ હોય છે. મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સૂર્યદેવ ને જળ ચઢાવવું પણ શુભ માનવામાં આવે છે.
આ દિવસે મોડે સુધી સુવું ના જોઈએ. એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ મોડે સુધી સુવે છે તેને સૂર્યદેવના પ્રભાવને લીધે જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમજ આ દિવસથી જ તે વ્યક્તિનો ખરાબ સમય ચાલુ થઈ જાય છે.
મેષ (aries): મકર સંક્રાતિના દિવસે મેષ રાશિના લોકોને તલની સાથે-સાથે મચ્છરદાનીનો પણ દાન કરવું. આવું કરવાથી શીઘ્રજ તેમની મનોકામના પૂરી થઈ શકે છે.
વૃષભ (Taurus):: જ્યોતિષવિદ્યા મુજબ, વૃષભનો સ્વામી શુક્ર છે, તેથી, મકર સંક્રાંતિ પર વૂલન કાપડ અને તલનું દાન કરવું તમારા માટે શુભ રહેશે.
મિથુન Gemini): મિથુન રાશિનો સ્વામી બુધ છે આ રાશિના લોકો માટે તલ અને મચ્છર જાનો દાન કરવું ખૂબ લાભદાયી રહેશે.
કર્ક(Cancer): મકર સંક્રાંતિના દિવસે, કર્ક રાશિના લોકો માટે તલ, સાબુદાણા અને ઊનનું દાન કરવું શુભ ફળ આપનાર રહેશે.
સિંહ (Leo):- જ્યોતિષવિદ્યા મુજબ, મકર સંક્રાંતિ પર,સિંહ રાશિના લોકો તેમની ક્ષમતા મુજબ તલ અને ધાબળોનું દાન કરવું વધુ સારું છે.
કન્યા (Virgo):કન્યા રાશિનો સ્વામી બુધ છે મકર સંક્રાંતિ પર આ રાશિના લોકોએ ધાબળા ઉપરાંત તેલ અને ઉડદ દાળનું દાન કરવું જોઈએ.
તુલા(Libra):મકર સંક્રાંતિના દિવસે, તુલા રાશિના લોકોને તેલ, રૂ, કપડા અને રાઈનો દાન કરવું. તેનાથી તમારી દરેક મનોકામના પૂરી થશે.
વૃશ્ચિક(Scorpio):મકર સંક્રાંતિના દિવસે, સ્કોર્પિયોના લોકો તેમની ક્ષમતા મુજબ ચોખા અને દાળની કાચી ખિચડી અને ક્ષમતા મુજબ ધાબળોનું દાન કરવું જોઈએ.
ધન(Sagittarius):ધન રાશિનો સ્વામી ગુરૂ છે. આ રાશિના લોકો મકર સંક્રાંતિ પર તલ બીજ અને ચણાની દાળનું દાન કરવું.
મકર (Capricorn):મકરના લોકો મકર સંક્રાંતિના દિવસે તેલ, તલ, ધાબળા અને પુસ્તકોનું દાન, ગરીબોને ભોજન, ચોખાનું દાન કરો,દરેક ઇચ્છા પૂર્ણ થઈ શકે છે.
કુંભ (Aquarius): જ્યોતિષવિદ્યા મુજબ,કુંભ રાશિવાળાને તલ, સાબુ, કપડા અમે અન્નનો દાન કરવું સારું રહેશે. એ તમારી દરેક ઇચ્છા પૂર્ણ કરશે.
મીન (Pisces): મકર સંક્રાંતિના દિવસે, મીન રાશિના લોકો તલ, ચણા, સાબુદાણા અને ધાબળાનો દાન કરો. તેથી તમારી દરેક સમસ્યાનો સમાધાઅ થઈ જશે.
આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.