સ્કૂલ🏫લાઈફથી જોડાયેલી મજેદાર વાતોને ફરીથી જાણીને તમે પણ તમારા ભૂતકાળમાં ખોવાઈ જશો👇

બાળપણમાં જયારે ઊંઘમાં પથારીમાંથી પડી જતા હતા તેવી શાંતિ વાળી ઊંઘ હવે ક્યાં આવે છે. બાળપણ એટલે જિંદગીનો સૌથી સુંદર પડાવ જેની યાદ કોઈ પણ વ્યક્તિ દિલમાં સાચવીને રાખવા માંગે છે. આમ તો બાળપણમાં આપણે દરેક વ્યક્તિ ઇચ્છીએ છીએ કે આપણે જલ્દી મોટા થઈએ પરંતુ મોટા થઈને મને એવો અહેસાસ જરૂર થાય છે કે બાળપણથી સુંદર બીજું કંઈ જ હોઈ શકતું નથી.

એ બાળપણમાં જ્યારે શાંતિ અને હસવું આપણા સૌથી પાકા મિત્રો હતા. જ્યારે આપણે કોઈ પણ વાત વગર ખિલખિલાટ હસી શકતા હતા અને વાત પર સૌની આગળ રડી પણ લેતા હતા. બાળપણની ઈચ્છાઓ, ફરમાઈશો, જીદ બધું જ આપણુ પોતાનું હતું. આમ તો બાળપણથી જોડાયેલી દરેક યાદ કઈક ખાસ હોય છે પરંતુ તેમાં સૌથી ખાસ હોય છે ભૂલથી જોડાયેલી યાદ રાખજે આજે પણ આપણા દરેકના મનમાં કોઈ ને કોઈ ખૂણામાં તાજું હોય છે.

આજે અમે તમને એવી સ્કૂલ લાઈફ જોડાયેલી વાતો અને અમુક યાદ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને વાંચીને તમે તમારા બાળપણ ની યાદ આવી જશે.

1 ઇતિહાસની નોટમાં નાગરિક

ઇતિહાસની નોટમાં પાછળના અમુક પાનાની વચ્ચે એક પેજ વાળીને નાગરિકશાસ્ત્ર માટે નોટ બનાવતા હતા તે તમને જરૂરથી યાદ હશે.

Image Source

2 જ્યારે ટીચર બ્લેકબોર્ડ સાફ કરવા માટે કહે

જો ક્લાસમાં ટીચર આવીને તમને એવું કહે કે તમે બ્લેકબોર્ડ સાફ કરો ત્યારે તમને એવો અનુભવ થાય છે કે જેમ કે કોઈ ઓર્ડર મળી ગયો હોય અને પછી સંપૂર્ણ એક્સાઈટમેન્ટ ની સાથે આપણે આ કામ પણ કરતા હતા.

3 મિત્રના માંગવાથી પોતાની નોટમાંથી એક પેજ આપવું

આ પણ તમને જરૂરથી યાદ હશે કે જ્યારે તમારો મિત્ર તમારા નોટ માંથી બે પાન માંગે ત્યારે તમે તેને ફાડી ને આપી દેતા હતા, અને તમને ત્યારે એવો અનુભવ થતો હતો કે તમે ઘણું જ મોટું કામ કર્યું છે.

Image Source

4 ટીચરનો સામાન પકડીને તેમની સાથે જ ક્લાસની બહાર જવું

સ્કૂલના દિવસોમાં આપણને ટીચરનો સામાન પકડીને તેમની સાથે ક્લાસની બહાર જવાની ખુશી જ કંઇક અલગ હતી, અને ત્યારે આપણે આપણા મિત્રોને પણ એટલા જ ગર્વથી જોઈ ને તેમની સામેથી પસાર થતા હતા. ખરેખર તેનું મૂલ્ય અત્યાર સુધી સમજમાં આવ્યું નથી.

5 સંપૂર્ણ ક્લાસની જવાબવહી ભેગી કરવી

જ્યારે પરીક્ષા સમાપ્ત થઈ જાય ત્યારબાદ ટીચર તમને સંપૂર્ણ પરીક્ષાની જવાબ વહી ભેગી કરવા માટે કહેતા હતા, ત્યારે તે આપણને ખૂબ જ આનંદની અને શાનની વાત લાગતી હતી.

6 રિશેષ પહેલા જ ટિફિન ખાવું

જ્યારે આપણા વર્ગમાં રિશેષ પડતી ન હતી તે પહેલા જ આપણો નાસ્તો ખાવો તે આપણે માટે ખૂબ જ સ્પેશિયલ વાત હતી. અને લગભગ દરેક વ્યક્તિએ પોતાની સ્કૂલ લાઈફ માં ક્યારેક ને ક્યારેક તો આવું જરૂરથી કર્યું હશે.

Image Source

7 ટીચર જયારે માતાપિતાને બોલાવાનું કહે

સ્કૂલના દિવસો માં જ્યારે ક્લાસ ટીચર માતા-પિતાને બોલાવવા માટે કહેતા હતા ત્યારે બીકના કારણે આપણને કઈ જ સમજમાં આવતું ન હતું અને આપણે ખૂબ જ ગભરાઈ જતા હતા કે ટીચરને આપણા માતા-પિતા પાસે એવું તો શું કામ હશે કે તેમને અહીં બોલાવ્યા છે.

8 ફ્રી પિરિયડ એટલે જલસા

સ્કૂલના દિવસોમાં ફ્રી પિરિયડથી વધુ સારી ન્યુઝ તો કોઈ હતી જ નહિ. જયારે ફ્રી પિરિયડ મળે ત્યારે એવું લાગતું હતું કે જાણે બધું જ મળી ગયું હોય, અને આપણે ત્યારે એટલા ખુશ થઇ જઈએ કે વાત ન પૂછો.

સ્કૂલના દિવસની આ યાદો ને યાદ કરીને તમારા ચહેરા ઉપર જરૂરથી સ્મિત આવી ગયું હશે. અને એ વાતનો મને પૂરો વિશ્વાસ છે, તો હવે આ સ્મિત અને તમારા દોસ્તોની સાથે પણ વહેંચો અને ખિલખિલાટ હસો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment