મહિલા ઓ એ પોષણ ની આવશક્તા ઉમર ની સાથે વધે છે. એક મહિલા ને તેના જીવન ના વિભિન્ન ચરણ માં તેને જરુરી પોષક તત્વો ની જરૂર પડે છે. કેટલીક મહિલા ઓ તેમની વ્યસ્ત જીવન શૈલી,કામ નું દબાણ,અને પારિવારિક જવાબદારી ને કારણે કેટલીક વખત આહાર લઈ શક્તિ નથી. જેના કારણે પોષક તત્વો ની ગેરહાજરી થઈ જાય છે.
અનુસંધાન એ સાબિત કર્યું છે કે કેટલાક સુપરફૂડ એક મહિલા દરરોજ આરોગે છે તો તેને ક્યારેય પોષક તત્વો ની કમી નથી રહેતી. તેમ જ તે ગર્ભાવસ્થા ના રોગો, યોનિ માં સંક્રમણ, તેમ જ બ્રેસ્ટ કેન્સર જેવી બીમારી થી બચી શકાય છે. કુપોષણ થી બચવા માટે જો મહિલા દરરોજ વિટામિન થી ભરપૂર અનાજ આરોગે તો તે ઘણી બીમારી થી બચી શકે છે.
ચાલો જાણીએ ફૂડ વિશે..
દહી
દહી માં ભરપૂર માત્રા માં કેલ્સિયમ હોય છે એટલે મહિલા જો દરરોજ દહી આરોગે તો તેની માટે સારું છે. પુરુષો કરતાં મહિલા ને કેલ્સિયમ ની ખૂબ જ જરૂર પડે છે. જો શરીર માં કેલ્સિયમ ની કમી હોય તો શરીર સામાન્ય સેલ ફંકશન ને સુનિશ્ચિત કરવા માટે હાડકાં માથી કેલ્સિયમ લે છે. જેના લીધે હાડકાં પોચા બને છે. એટલે આહાર માં ભરપૂર માત્રા માં કેલ્સિયમ લેવું ખૂબ જરુરી છે. દહી થી પાચન શક્તિ સારી થાય છે. દહી વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. દહી મા ભરપૂર માત્રા માં પ્રોટીન હોય છે.
ઈંડું
ઈંડું વિટામિન b 12 અને ફોલેટ નો સારો સ્ત્રોત હોય છે. આ બંને જ મહિલા ના સ્વાસ્થ્ય માટે સારા છે. વિટામિન b 12 થી એનીમિયા નો ખતરો ઓછો થઈ જાય છે. ફોલેટ ગર્ભાવસ્થા દરમિયાન neurological જન્મ દોષો ને દૂર કરે છે. આ ઉપરાંત ઈંડું ખાવા થી મહિલા ઓ ને થતાં અમુક પ્રકાર ના કેન્સર થી મુક્તિ મળે છે. આની સાથે જ ઈંડા માં વિટામિન d, વિટામિન એ વગેરે હોય છે.
પાલક
પાલક આયરન, ફોલેટ, અને વિટામિન થી ભરપૂર હોય છે. એનીમિયા મહિલા ઓ માં સૌથી સામાન્ય સમસ્યા છે. હિમોગ્લોબિન લોહી માં ઓક્સિજન લઈ જાય છે જે આયરન થી બને છે. તેમા ઉચ્ચ વિટામિન e અને ફાઇબર હોય છે. જે ઘણા પ્રકાર ના કેન્સર ને દૂર કરવામાં મદદ કરે છે.
સોયાબીન
સોયાબીન આયરન, ફોલેટ, કેલ્સિયમ અને magnesium નો સૌથી મોટો સ્ત્રોત છે. મધ્યમ માત્રા માં સોયા ખાવા થી મહિલા ઓ માં સ્તન કેન્સર નું જોખમ ઓછું થઈ જાય છે.
અળસી
ફ્લેક્સસીડ્સ ઓમેગા 3 ફેટી એસિડ્સનો મહત્વપૂર્ણ સ્રોત છે, જે મગજ અને આંખના વિકાસ માટે જરૂરી છે. ઓમેગા 3 ત્વચા અને વાળ માટે પણ સારું છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team