અભિનેત્રી રિતેશ દેશમુખ ની પત્ની જેનેલિયા ડીસુઝા બોલિવુડની યામી મમ્મી માંથી એક છે. બે બાળકોને જન્મ આપ્યા પછી પણ જેનેલિયા ખુબ ફિટ છે અને કામ અને પરિવારને ઘણી સારી રીતે સંતુલિત કરીને ચાલે છે.
તેથી આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે જેનેલિયા કેવી રીતે માતા બન્યા પછી તેના કરિયર અને પરિવારને સંતુલિત કરીને ચાલે છે.
નવી બનેલી માતાઓને જેનેલિયા ડીસુઝાની સલાહ
નવી બનેલી માતાઓને ટિપ્સ આપવા વિશે જેનેલિયા કહે છે કે દરેક માતા અલગ હોય છે અને કોઈપણ માતાને ટીપ્સ ની જરૂર હોતી નથી. દરેક માતા તેના સફરથી જાતે શીખે છે. અમે બસ એટલુજ કહેવા માંગીએ છીએ કે તમે તમારા બાળકો સાથે આ સુંદર સફરનો આનંદ માણો.
ડિલિવરી પછી મે દરેક પળે મારા બાળકો સાથે આનંદ માણ્યો અને લગભગ દરેક માતાને આ અનુભવ થાય છે. બીજા લોકો તમને ગમે તેટલી સલાહ આપે પરંતુ તમારે પોતાની જાતના અનુભવથી જ શીખવું જોઈએ.
જેનેલિયા કેવી માતા છે
જેનેલિયા કહે છે કે પોતાના માટે બધુ જ કરે છે અને સાંજ સુધી ઘણી થાકી પણ જાય છે પરંતુ તેને આ બધુ કરવામા ખુબ મજા પણ આવે છે. મને લાગે છે કે માતા બનવું પોતાને કોઈ એવોર્ડ આપવા જેવો અનુભવ કરાવે છે.
પોતાની મા સાથે પ્રેમ થઈ જાય છે
જેનેલિયા તેના અનુભવથી જણાવે છે કે જ્યારે તમે માતા બનશો અને તમારો આખો દિવસ તમારા બાળકના ઉછેરમાં કાઢો છો તો તમને સૌથી વધારે તમારી પોતાની માતાની યાદ આવે છે. માતા બનવા પર તમને ખ્યાલ થશે કે તમારી માતાએ તમારા માટે કેટલુ કર્યું છે. તેનાથી તમારા બંને વચ્ચે પ્રેમ વધી જાય છે.
માતા બન્યા પછી જીવન બદલી જાય છે
જેનેલિયા કહે છે કે લગ્ન અને માતા બન્યા પછી તેના પોતાના વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર આવ્યો નથી અને તે હંમેશા સામાન્ય રહેવા ઈચ્છે છે. જ્યારે તમે તમારાથી જુદા બનવાનું વિચારવા લાગો છો તો તમે ક્યાંય ના નહિ રહો તેથી સારુ થશે કે તમે પોતાને બદલ્યા વગર જીવનમાં આવેલા ફેરફારોનો સ્વીકાર કરો.
જેનેલિયા કહે છે કે તેના બાળકોને જાણ હોવી જોઈએ કે તેની માતાનું બબલી વ્યક્તિત્વ શરૂઆત થી લઈને અત્યાર સુધી કાયમ છે.
બાળકોને પ્રાધાન્ય આપે છે
જેનેલિયા ભલે એક શ્રમજીવી માતા હોય પરંતુ હજી પણ તે તેના બાળકો અને પરિવારને જ તેની પહેલું પ્રાધાન્યતા માને છે. જેનેલિયા જણાવે છે કે ત્રણ મહિના ના બાળક સાથે તમે જાતે ઘણુ શીખી રહ્યા છો અને એવામાં તેની માટે તેનુ બાળક જ પહેલું પ્રાધાન્યતા હોય છે.
જેનેલિયા કહે છે કે તેનો દીકરો આખી રાત સૂતો હતો જેના કારણે તેને વધારે મુશ્કેલી ન હતી અને તે સરળતાથી તેની જવાબદારી નિભાવી શકી.
તો કંઇક આ રીતે બોલિવુડની યામી મમ્મીએ તેના બે બાળકોને ઉછેર્યા છે અને હવે તે તેના પરિવાર સાથે ખુબ ખુશ છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team