એક વાર જરૂર મુલાકાત લો ભારતના આ 3 ગામની, જેને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ એવોર્ડ માટે બેસ્ટ ટુરીઝમ વિલેજ ની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા
આજકાલની વ્યસ્ત જીવનશૈલી અને દરરોજ નું ટેન્શન તથા ઘોંઘાટ પર્યાવરણને થી દૂર કોઈ શાંત જગ્યા માં તમે જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ વખતે ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર નહીં પરંતુ તમે ગામડા તરફ જઈ શકો છો. હા, અમે જે ગામની વાત કરી રહ્યા છીએ તે કોઈ સાધારણ ગામ નથી તેને વિશ્વ સ્તર ઉપર ખ્યાતિ મળેલ છે, અમે વાત કરી રહ્યા છીએ તેલંગાણાના પોચમપલ્લી, મેઘાલયના કોંગથોંગ ગામ અને મધ્ય પ્રદેશમાં લધપુરા ખાસ ગામ વિશે. ગયા વર્ષે આ ત્રણ ગામને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ એવોર્ડ માટે બેસ્ટ ટુરીઝમ વિલેજ ની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યો છે અહીં જાણીએ આ ગામની વિશેષતાઓ વિશે.
પોચમપલ્લી ગામ
હૈદરાબાદ થી લગભગ 40 કિલોમીટર દૂર તેલંગાણાના નલગોંડા જિલ્લાના પોચમપલ્લી ગામ તેની વણાટ શૈલી અને ઈકત સાડીઓ માટે જાણીતી છે. પોચમપલ્લીને રેશમનું શહેર માનવામાં આવે છે તેથી જ આ ગામને સિલ્ક સિટીના નામે પણ ઓળખવામાં આવે છે. આ ગામમાં 10 હજાર હારલૂમ છે. અહીંની સાડીઓ ભારત સહિત શ્રીલંકા, મલેશિયા, દુબઈ, યુરોપ અને ફ્રાન્સ સહિત ઘણા દેશોમાં મોકલવામાં આવે છે.
કોંગથોંગ ગામ
શિલોંગથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલ કોંગથોંગગામ પોતાના પ્રાકૃતિક સૌંદર્ય અને અલગ સંસ્કૃતિ માટે ખૂબ જ જાણીતું છે. ત્યાં આવેલા સુંદર પહાડો ઝરણા અને દેવદારના ઝાડો થી ઘેરાયેલ પ્રાકૃતિક સુંદરતા સિવાય આ ગામમાં એક અલગ જ અજીબો-ગરીબ પ્રથા પણ છે, અહીં બાળકોના નામ રાખવામાં આવતા નથી, જન્મના સમયે માતાના દિલમાંથી જે કંઈ પણ ધૂન નિકળે છે તે બાળકને સોંપી દેવામાં આવે છે, અને સંપૂર્ણ જીવન તે બાળકને તે ધૂનથીજ બોલાવવામાં આવે છે. આ ગામમાં વાતો ઓછી અને ધૂન વધારે સાંભળવા મળે છે. તેના જ કારણે આ ગામને ‘વ્હિસલિંગ વિલેજ’ ના નામથી પણ જાણવામાં આવે છે.
લાધપુરા ખાસ ગામ
લાધપુરા ખાસ ગામ મધ્ય પ્રદેશ ટીકમગઢ જિલ્લાના ઓરછા તાલુકામાં આવેલું છે. પરચા આવનાર પર્યટક જ્યારે આ ગામની તરફ જાય છે ત્યારે તેમને એક અલગ જ વાતાવરણ જોવા મળે છે અહીંનો શાંત શુદ્ધ અને અત્યંત પ્રાકૃતિક વાતાવરણ લોકોને પોતાની તરફ ખૂબ જ આકર્ષિત કરે છે આ ક્ષેત્રમાં બુંદેલખંડના પ્રાચીન સામ્રાજ્ય અને વિવિધ અવશેષો વિશે જાણકારી મળે છે તેની સાથે જ પારંપરિક ખાણીપીણી અને પોશાક થી અહીંની સંસ્કૃતિ નો પણ પરિચય થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team