આ નાની-નાની બાબતોથી આવી શકે છે છૂટું પડવાની નોબત, બિલકુલ ન કરો આ ભુલ

જ્યારે બે લોકો પોતાના સંબંધથી ખુશ રહેતા નથી ત્યારે તેવી પરિસ્થિતિમાં છૂટું પડી જવું જ એક વિકલ્પ હોય છે અને તેની પાછળ ઘણા બધાં કારણ હોઇ શકે છે,આમ તો લડાઈ-ઝઘડા દરેક સંબંધમાં થતા જ હોય છે પરંતુ જ્યારે લોકોના વચ્ચે મન મોટાવ દરેક સમયે રહેતો હોય છે, ઘણી બધી વખત લોકો એકબીજાથી અલગ થવાનો નિર્ણય કરી લે છે. તો આવો જાણીએ કે કયા કારણોથી આવી શકે છે છુટા પડવાની નોબત.

એક સ્વસ્થ રિલેશનશિપમાં લડાઈ-ઝઘડો થવો ખૂબ જ સામાન્ય બાબત હોય છે. અને કહેવામાં આવે છે કે નારાજગી તથા લડાઈ-ઝઘડા ના કારણે સંબંધોમાં પ્રેમ એવો ને એવો જ રહે છે. પરંતુ ઘણી વખત આ લડાઈ ઝઘડા ખૂબ જ વધી જાય છે અને છુંટું પડવા સુધી વાત આવી જાય છે છેલ્લાં અમુક વર્ષોથી ભારતમાં છુટાછેડા ના ઘણા બધા કેસ વધવા લાગ્યા છે, અને કોઈપણ વ્યક્તિને છૂટા પડવાનું કારણ અલગ-અલગ હોઈ શકે છે. પરંતુ અમુક બાબતો એવી છે કે લગભગ સંબંધ તોડવાનું કારણ બને છે.

ઘણી વખત છૂટું પડવાનું કારણ પરિસ્થિતિ પણ હોઈ શકે છે. જ્યારે બે વ્યક્તિને એવું લાગવા લાગે કે તેમને પોતાના પાર્ટનર માટે દરેક વસ્તુ કરી લીધી પરંતુ તેમ છતાં પણ તેમનામાં કોઈ જ બદલાવ આવતો નથી ત્યારે તેવી પરિસ્થિતિમાં લોકો પોતાના લગ્નને સમાપ્ત કરવા વિશે વિચારવા લાગે છે. આજે અમે તમને તેમાંથી જ અમુક કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે લોકો એકબીજાથી જુદા થઈ જાય છે.

વધારાના અનૈતિક સંબંધો

જ્યારે તમે રિલેશનશિપમાં રહો છો ત્યારે કોઈ પણ વ્યક્તિ કોઈની પણ સાથે સંબંધ બનાવે છે ત્યારે તેને વધારાના અનૈતિક સંબંધો કહેવામાં આવે છે. અને એવા લોકો ઉપર ફરીથી વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. ઘણા બધા છૂટાછેડાની પાછળ વધારાના અનૈતિક સંબંધો જ મુખ્ય કારણ હોય છે.

આર્થિક સમસ્યાને લઈને તકલીફ

જ્યારે બે વ્યક્તિ છૂટા પડે છે ત્યારે ઘણી બધી સમસ્યાઓમાં એક મોટું કારણ રૂપિયા પણ હોય છે. જ્યારે બે લોકો વચ્ચે કોઈ એક વ્યક્તિ વધુ કમાય છે અને તેનાથી સામેવાળાના મનમાં હીન ભાવના આવવા લાગે છે, ત્યારે ઘણી વખત સંબંધોમાં ખટાશ આવવા લાગે છે. અને તેમાં પણ જો બે વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ ખૂબ જ ખર્ચો કરતું હોય અને બીજું વ્યક્તિ રૂપિયા બચાવવામાં વધુ મહત્ત્વ આપતું હોય ત્યારે કરેલા ખર્ચા ઉપર બેલેન્સ ન રહી શકે ત્યારે સંબંધોમાં કડવાહટ આવવા લાગે છે.

એકબીજા સાથે વાતચીત કરવામાં તકલીફ

ઘણા બધા મામલામાં છૂટું પડવા નું કારણ કે એ લોકો વચ્ચે કોઈપણ પ્રકારની લઈને વધુ તકરાર અથવા તો એકબીજાના મનની વાત ન કરી શકવાનું કારણ હોઇ શકે છે. અને આ પ્રોબ્લેમ ઘર, જવાબદારી અથવા કોઈ પણ કારણે હોઈ શકે છે.

વધારે પડતી અપેક્ષાઓ

કોઈપણ રિલેશનશિપમાં જ્યારે વધુ સમય થઈ જાય છે ત્યારે લોકો એકબીજા ઉપર અપેક્ષાઓ રાખવાનું શરૂ કરી દે છે. અને ઘણી વખત અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે સંબંધોમાં કડવાહટ આવવા લાગે છે, અને તે પણ છુટા પડવાના કારણોમાંથી એક છે.

આત્મસન્માન

જ્યારે બે વ્યક્તિઓ એકબીજા સાથે રહેવાનું શરૂ કરે છે ત્યારે દરેક પ્રકારની વાતો હાસ્ય અને દુઃખ શેર કરે છે. અને તે બંને એકબીજાની સાથે ખૂબ જ ફ્રી થઈ જાય છે, એવામાં ઘણી વખત એક વ્યક્તિ કંઈક એવી વાત કહી દે છે જેનાથી સામેવાળા વ્યક્તિ ને ઠેસ પહોંચે છે. અને ઘણી બધી વખત પતિ અથવા તો સાસરી પક્ષના લોકો તરફથી વારંવાર બેઇજ્જતી થવાના કારણે પણ લગભગ મહિલાઓ આ પ્રકારના નિર્ણય લેવામાં મજબૂર થઈ જાય છે.

પરિવારની જવાબદારી

ઘણા બધા કપલ ની વચ્ચે છૂટું પડવા નું એક મુખ્ય કારણ પરિવારની જવાબદારી પણ છે. પરિવારમાં પતિ-પત્ની સિવાય બાળકો પણ હોય છે અને જ્યારે બંને પતિ-પત્ની જોબ કરતા હોય ત્યારે તેમને ઘણી બધી વસ્તુઓ જાતે જ મેનેજ કરવી પડે છે. જેમ કે, ઘરની સાફ-સફાઈ, ભોજન બનાવવું, બાળકોની જવાબદારી વગેરે. એવામાં જ્યારે સાથે હળી-મળીને જવાબદારીને વહેંચવામાં ન આવે તો તેનાથી સંબંધોમાં કડવાહટ આવવા લાગે છે, અને ઘણી વખત વાત છૂટા પડવા સુધી આવી જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “આ નાની-નાની બાબતોથી આવી શકે છે છૂટું પડવાની નોબત, બિલકુલ ન કરો આ ભુલ”

Leave a Comment