
આ વિશાળ પૃથ્વી પર જેમ માણસોની દુનિયા છે એ રીતે ભૂતની પણ એક અલગ દુનિયા છે. એ વાત અલગ છે કે માણસોએ આ દુનિયાને ક્યારેય સ્વીકારી નથી એટલે જ ભૂતની દુનિયા ક્યાં છે અને કેવી હશે? એવા પ્રશ્નો વારેવારે મનમાં ઉઠતા રહે. આ લેખમાં છ ભયંકર જગ્યાઓ વિશેની માહિતી લખી છે જે જાણીને તમે પણ ચોંકી જશો.
ફિલ્મોની વાત અલગ છે પણ અહીં એવી જગ્યાઓની માહિતી લખવામાં આવી છે જ્યાં કોઈ ને કોઈ વ્યક્તિએ ભૂત હોવાનો અનુભવ કરેલો છે અને કોઈ અદ્રશ્ય શક્તિ હાજર છે એવું મહેસૂસ કર્યું છે. ચાલો, તમને જણાવીએ ભારતના ‘મોસ્ટ ડેન્જરસ પ્લેસીસ…’

(૧) ડુમસ બીચ, ગુજરાત
આ દરિયાકિનારો વર્ષોથી શ્રાપિત છે અહીંનું પાણી પણ કાળું છે. વર્ષો પહેલા આ જગ્યાઓ પર ભૂત અને આત્માઓની જગ્યા હોવાનું મનાય છે અને આજુબાજુના સ્થળે કબ્રસ્તાન હતું. અહીં આવવાવાળા ને’ ફરવાવાળા લોકો જણાવે છે કે અહીં ઘણીવાર ચીસો સાંભળવા મળે છે.

(૨) જમલી–કમલી મસ્જીદ
આ મસ્જીદમાં બે સુફી સંતની કબર છે પણ આ જગ્યા એટલી ભયંકર છે કે અહીં કોઈ એકલો વ્યક્તિ જવાની હિંમત કરી શકે નહીં. અહીં ઘણા લોકોને અજીબ ઘટના બને છે એવો અહેસાસ કરેલો છે અને આ જગ્યા પર સાંજ પછી અલગ-અલગ અવાજ સંભળાતો હોય એવો પણ અનુભવ કરેલ છે.

(૩) તાજ મહેલ હોટેલ
મુંબઈની આ હોટેલ પણ આત્માની જગ્યા હોવાનું મનાય છે. એવું કહેવાય છે કે, આ હોટેલની ડીઝાઇન જે વ્યક્તિએ બનાવી એ વ્યક્તિએ હોટેલની અંદર જ જીવ આપી દીધો હતો કારણ કે હોટેલની ડીઝાઇન તેને મનગમતી બની ન હતી. આજેય લોકો એવું માને છે અને ઘણા લોકોને અનુભવ પણ થાય છે કે અહીં એ આર્કિટેક્ચરની આત્મા ભટકે છે.

(૪) લાંબી દેહર માઈન
આ માઈન મૈસુરીમાં આવેલી છે અહીં વર્ષો પહેલા એક ઘટના બની હતી જે આત્માઓને આજે પણ શાંતિ મળી. આ માઈનમાં એકસાથે હજારો લોકોનું મૃત્યુ થયું હતું ત્યારથી આ જગ્યા એક ઘાતક ભયંકર જગ્યાની યાદીમાં સામેલ થઇ ગઈ છે.

(૫) સુરંગ–૩૩, શિમલા
આ સુરંગ વિશેની ચોક્કસ માહિતી કે ઘટના આજ સુધી બહાર આવી નથી પણ એવું કહેવાય છે કે આ સુરંગમાં એક અંગ્રેજ એન્જીનીયરની આત્મા ભટકે છે. પણ આ આત્મા લોકોને મદદ કરે એવી છે અને કોઈને નુકસાન ન પહોંચે એવું કોઈ કાર્ય કરતો નથી.

(૬) રામોજી ફિલ્મ સીટી, હૈદરાબાદ
આ જગ્યાનું નિર્માણ એવી જગ્યાએ થયું છે કે અહીં વર્ષો પહેલા યુદ્ધ થતું હતું. એ સમયે મૃત્યુ પામેલા લોકોના આત્મા આજેય ભટકી રહ્યા છે. ચકિત કરી દે એવી ઘટનાઓ તેની સાથે બની છે એવી ઘણા લોકોએ ફરિયાદ કરી છે.
આશા છે કે આજનો લેખ તમને ખુબ પસંદ પડ્યો હશે. આવી જ માહિતી ઝડપથી તમારા મોબાઈલમાં મેળવવા માટે અત્યારે જ “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરો લો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel