ચીઝને સંપૂર્ણ દુનિયામાં સૌથી પસંદગીનું ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. અને તે અલગ અલગ પ્રકાર માં પણ મળે છે. અમુક લોકો મોંઘી ગોરમેન્ટ ચીઝ પસંદ કરે છે તો અમુક લોકો સસ્તા ચીજથી જ કામ ચલાવી લે છે, તે ચીઝ ભલે ગમે તેટલું મોંઘું હોય કે પછી સસ્તું, સૌથી મોટી તકલીફ એ હોય છે કે તેને લાંબા સમય સુધી ફ્રેશ કેવી રીતે રાખી શકાય. ચેડર, સ્વિસ, એશિયાગો જેવી વસ્તુઓને લાંબા સમય સુધી ફ્રેશ અને ફૂગથી મુક્ત રાખવા શું કરી શકાય? તમારા ફ્રીજમાં મૂકેલી ચીઝને લાંબા સમય સુધી ખરાબ થતાં અટકાવવા માટે તમે આ ટિપ્સ અપનાવી શકો છો.
પ્લાસ્ટિક રેપનો ઉપયોગ ન કરો
ચીઝને સ્ટોર કરવાની સૌથી ખરાબ રીત પ્લાસ્ટિક રેપર છે. તમારા માટે ઘણા બધા લોકો નું રેપર કાઢીને તેને પ્લાસ્ટિકમાં રેપ કરીને ધ્યાન કરીને ફ્રીઝરમાં મૂકે છે, તેનાથી ચીઝનો ફ્લેવર ખરાબ થઈ જાય છે. તેમાં તેલ અને ફેટ હોય છે અને તે ધીમે ધીમે પ્લાસ્ટિકના ફ્લેવરની સાથે સાથે મિક્સ થવા લાગે એટલે તે ચીઝના સ્વાદને ખરાબ કરે છે.
તેને ફિટ અથવા ઢીલું ન લપેટો
બીજી મોટી વસ્તુ છે કે તેને રેપ કરતી વખતે તેની સિક્યોર કરવામાં ખૂબ જ ફીટ બાંધી લઈએ છીએ, ચીઝમાં એક સ્મેલ આવે છે જે એમોનિયા પંજેટ ની સ્મેલ જેવી હોય છે, જો તમે ખૂબ જ ફિટ બાંધો છો તે પ્લાસ્ટિક ની જેમ નહીં અમોનિયા ની જેમ જ સ્મેલ અને ટેસ્ટ આવશે. ત્યાં જ જો તમે ચીઝને ખૂબ જ ઢીલું બાંધો છો તો તેનાથી સુકાઈ જશે અને કડક થઈ જશે જે ખાવામાં ખૂબ જ ખરાબ લાગશે.
પાર્ચમેન્ટ પેપરનો ઉપયોગ કરો
જો ચીઝ પેપર નથી તો ચીઝને રેપ કરવા માટે પાર્ચમેન્ટ પેપરનો અથવા બટર પેપરનો ઉપયોગ કરી શકો છો. જો ચીઝ પહેલેથી જ સ્લાઇસ કરેલ હોય, તો તમે સ્લાઇસેસને કાગળમાં લપેટી શકો છો અને તેને પેકેટમાં પેક કરી શકો છો. અથવા તો તમે ચીઝને પાર્ચમેન્ટ પેપરમાં લપેટીને એલ્યુમિનિયમ ફોઈલમાં મૂકીને ફ્રીજમાં પણ રાખી શકો છો.
દર વખતે રેપિંગ પેપર બદલો
અમુક ચીજોમાંથી ઓઇલ વધુ નીકળે છે તેથી તેને એક જ પેપરમાં લપેટવા થી તે ખરાબ થઈ શકે છે જ્યારે પણ તમે એટલે જૂના રેપર થી બહાર કાઢો છો ત્યારે એક નવા બટર પેપરમાં પેઢીને સુરક્ષિત રાખો, ત્યારે અમુક ચીજો જેમ કે મોઝરેલા, કેદાર અને રિકોટા ખૂબ જ સોફ્ટ હોય છે અને જો તેમાં પ્રિસર્વેટીવ ટાઈમ ન હોય તો તે ખૂબ જ જલદી ખરાબ થઈ જાય છે. તેથી તેને મુખ્ય કન્ટેનર થી બહાર કાઢવો જોઈએ નહીં. તો તમે તેને ખરીદી છે તેને તેમાં જ મૂકી ને ફ્રીજમાં રાખો.
એક વખતમાં થોડું જ ખરીદો
તમે ગમે તેટલી કોશિશ કરો પરંતુ એક સમયે પછી ચીઝ જૂનું થઈ જાય છે, તેથી ધ્યાન રાખો કે તમે એક વખત થોડું ચીઝ ખરીદો. ચીઝને ઓછી માત્રામાં ખરીદવાની કોશિશ કરો, જેથી તેને અમુક દિવસ માટે જ સ્ટોર કરવું પડે. શરૂઆતમાં ખરીદેલી ચીઝ વધુ ફ્રેશ હોય છે. અને પછી તેનો સ્વાદ અને ફ્લેવર પહેલા જેવો રહેતો નથી.
ચીઝને શાકભાજી ના ડ્રોવર માં મુકો
આપણામાંથી ઘણા બધા લોકો ચીઝ લાવીને ફ્રીઝરમાં મૂકે છે કારણકે આપણને જાણકારી હોતી નથી કે તેને કેટલા ડિગ્રી માં રાખવો જોઈએ, આદર્શ રીતે ચીઝને 35 થી 45 ફેરનહિટ વચ્ચે હોવો જોઈએ, વધુ ફ્રીજીંગ કરવાથી ટેક્સચર અને તેનો ફ્લેવર ખરાબ થઈ શકે છે.તેથી ચીઝને સ્ટોર કરવા માટે સૌથી સારી જગ્યા ફ્રિજરથી દૂર રાખવી જોઈએ. તેને શાકભાજી ના ડ્રોવર માં અથવા તો નીચેના સેલ્ફમાં રાખો અથવા ત્યાં જ્યાં તાપમાન વધુ ઠંડુ ન હોય.
મોલ્ડિંગને રોકવા માટે તેલનો ઉપયોગ કરો
જો તમે પ્લાસ્ટિકને સંપૂર્ણ રીતે દૂર કરવા માંગો છો તો એવું કરી શકો છો કે ચીઝના ક્યુબને કાપીને ઓલિવ ઓઇલ, બીજા વેજીટેબલ ઓઇલથી તેને રબ કરો. ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી ને ફ્રીજ માં મૂકી શકો છો. જો કોઈ મોલ્ડ લાગશે તે ઉપરની પરત ઉપર લાગશે ચીઝ પર નહીં. તમે પેપર ના રૂમાલથી લૂછી ને સામાન્ય ગરમ પાણીથી ધોઇને તેનો ઉપયોગ કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
Image Credit: freepik, wikihow, cheesetrail