દોસ્તી ખૂબ જ સમજી વિચારીને કરવી જોઈએ.કારણ કે તેના વિશે નો એક ખોટો નિર્ણય જીવનભરનું દુઃખ બની શકે છે.
મિત્રતા એ એક એવો સંબંધ છે જે ક્યારેક હિંમત આપે છે, તો ક્યારેક તે સ્મિત નું કારણ બની જાય છે. જો તમારે કોઈ એવા મિત્ર સાથે દોસ્તી થઈ જાય જેની સાથે તમારા વિચારો અથવા પ્રકૃતિ મેળ ખાતા નથી, તો પછી આ પ્રેમભર્યો સંબંધ પણ માથાનો દુખાવો અને ગુંગળામણ નું કારણ બને છે.
મિત્રતા ની શરૂઆતમાં આ સ્થિતિ કેટલીકવાર બે લોકોની વચ્ચે આવી શકે છે, કેટલીક વાર તો ઘણા વર્ષોની મિત્રતા પછી પણ આવી શકે છે. જો કે, જ્યારે આ બીજા તબક્કે થાય છે ત્યારે તેમની વચ્ચે આવતી કડવાશ ક્યારેય ભૂલી ન શકે તેવી વસ્તુ બની જાય છે.
જોવા જઈએ તો અમુક રાશિ એવી પણ હોય છે જેનાથી તે બંને વચ્ચેના મિત્રતા ના સંબંધ માં ફક્ત નકારાત્મકતા જ આવે છે.આજ કારણ છે કે આ રાશિવાળા જો એકબીજા જોડે દોસ્તી નો સંબંધ રાખે તો એકબીજા સાથે બનતું નથી. ચાલો આપણે જાણીએ આ 5 રાશિના લોકો વિશે જેઓની એકબીજા સાથે મિત્રતા ન હોવી જોઈએ.
મેષ અને કર્ક
મેષ અને કર્ક રાશિ વચ્ચે શરૂઆતમાં તો ખૂબ સારું બને છે. તે લોકો ખૂબ ગંભીર વિષય પર હૃદયની વાત શેર કરી શકે છે. જોકે થોડી મુશ્કેલી થાય ત્યારે તેમનો સંબંધ ખૂબ જ ઝડપથી બગડવાનું શરૂ કરે છે. જો મેષ રાશિના લોકોને કંઇક ખોટું લાગે છે, તો તે તેને સીધા તેમના મોં પર જ કહી દે છે, જે દરમિયાન તેમના શબ્દો કડવા પણ થઈ શકે છે. બીજી તરફ, કર્ક રાશિના લોકો અન્ય ની લાગણી વિશે ઘણું વિચારે છે અને આ કારણોસર બોલતા પહેલા વિચાર કરે છે. આવી સ્થિતિમાં, મેષ રાશિવાળા વ્યક્તિ સાથે કડવી વાત કરવાથી તેને ખરાબ રીતે નુકસાન થાય છે.
વૃષભ અને મકર
શરૂઆતથી જ આ બંને રાશિ વચ્ચે ખેંચતાણ થતું હોય તેવું લાગે છે. જો તેમની વચ્ચે કોઈ ચર્ચા થઈ હોય તો સમાધાન કરવું મુશ્કેલ છે. આ એટલા માટે છે કારણ કે બંને રાશિના લોકો માથાભારે હોય છે અને તેમનું મન જે ઇચ્છે છે તે કરે છે. પરિસ્થિતિ બદલ દિલગીર થવું અથવા સમાધાન કરવાને બદલે, મિત્રતાનો અંત લાવવો તેમને વધુ યોગ્ય લાગે છે. આવી સ્થિતિમાં, તેમની મિત્રતા નકારાત્મકતા સિવાય કશું જ આપતી નથી.
કન્યા અને મેષ
કન્યા રાશિના લોકો તેના ચોક્કસ કામ માટે જાણીતા છે. તેમણે એવા લોકોનો સાથ પસંદ નથી જેના જીવન પર પોતાનું કોઈ નિયંત્રણ નથી. મેષ રાશિ વાળા વ્યક્તિ ઉત્સાહી અને મરજી નું કરવાવાળા હોય છે, તેમને નવી વસ્તુઓ કરવાનું અથવા પ્રયોગો કરવાનું ગમે છે. તેવું કન્યા રાશિ વાળા ને બિલકુલ ગમતું નથી. તેમની વચ્ચેનો આ તફાવત સંબંધોને એકદમ મુશ્કેલ બનાવે છે.
તુલા અને વૃશ્ચિક
તુલા રાશિ અને વૃશ્ચિક રાશિના લોકો વચ્ચે ખૂબ સારી મિત્રતા હોઈ શકે છે.જો કે, તેને નિભાવવાની રીત એકદમ અલગ હોય છે. તુલા રાશિ વાળા વ્યક્તિ સમતુલિત જીવન જીવે છે, અને વૃશ્ચિક રાશિ વાળા વ્યક્તિ સંબંધોમાં દેખાડો કરે છે જે લોકો માટે ગૂંગળામણ લાવી શકે છે. તુલા રાશિવાળા લોકો તેની સાથે બીજા મિત્રને લઈ જવા માટે કોઈ નુકસાન જોતા નથી, જ્યારે વૃશ્ચિક રાશિ વાળાને આ ત્રીજા વાછરડા જેવું લાગે છે, જે તેમને ગમતું નથી જેનાથી તે ગુસ્સે થાય છે.
સિંહ અને કુંભ
કુંભ રાશિવાળા લોકોને એવા લોકો પસંદ નથી, જેનું જીવન ખૂબ ડ્રામેટિક હોય છે અને સિંહ રાશિના લોકો બરાબર એવા જ હોય છે. તેને દરેક બાબતમાં નાટક, ધ્યાન મેળવવું, ગ્લેમર અને ચમક પસંદ છે. કુંભ રાશિ વાળા ને ફક્ત આજુબાજુના લોકો કેવા છે તેનાથી ફરક પડે છે.અને તે જ લોકો સાથે તે સમય પસાર કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, સિંહ રાશિના લોકો તેના માટે નિયંત્રિત કરવા અઘરા થઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “આ લોકો એ ક્યારેય એકબીજા સાથે મિત્રતા ન કરવી જોઈએ, તેનું પરિણામ ખરાબ આવી શકે છે.”