પ્રત્યેક દિવસે વિશ્વ માં કઈક ને કઈક એવું થતું રહે છે જે મહત્વપૂર્ણ ઇતિહાસ બનાવે છે અને તે વર્ષોના વર્ષો યાદ રહે છે. 13 ડિસેમ્બર 2021 ના દિવસે પણ ભારત માટે એ ખૂબ જ શાનદાર ઇતિહાસ બન્યો ખરેખર આ દિવસે ભારતની હરનાજ સંધુ 21 વર્ષ પછી મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કરી ભારતને ઇન્ટરનેશનલ સ્તર ઉપર ગૌરવ અપાવ્યું. 21 વર્ષ પહેલા વર્ષ 2000 માં લારા દત્તાએ મિસ યુનિવર્સનો તાજ પહેર્યો હતો અને હવે હરનાજે તેને પોતાના નામ કર્યો છે.
તમને જણાવી દઈએ કે તેની પહેલાં પણ ભારતીય બ્યુટીને મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ પ્રતિયોગિતાઓમાં દેશનો ઝંડો લહેરાયો છે અને આ ખિતાબ પોતાના નામ કરી ચુકી છે. તેનું શરૂઆત વર્ષ 1966માં થઈ હતી આજે અમે તમને ભારતની મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ બનનાર ભારતીય બ્યુટી વિશે જણાવીશું.
રીતા ફારિયા મિસ વર્લ્ડ
રીતા ફારીયા આંતરરાષ્ટ્રીય સ્તરે બ્યુટી કોન્ટેસ્ટ જીતનાર ભારતની પહેલી સુંદરી છે. રીટાએ વર્ષ 1966માં મિસ વર્લ્ડ નો ખિતાબ જીત્યો હતો તેના પહેલા મિસ બોમ્બે અને મિસ ઇન્ડિયા પણ તે રહી ચૂક્યા છે. મિસ વર્લ્ડ બન્યા બાદ કવિતા બોલિવૂડ ફિલ્મમાં મોડેલિંગમાં જવાના બદલે મેડિકલનું ભણતર પૂરું કર્યું અને જેના કારણે તે આજે એક મશહૂર ફિઝિશિયન ડોક્ટર છે. વર્તમાનમાં 78 વર્ષના રીતે પોતાના પતિ ડેવિડ સાથે ડબ્લીનમાં રહે છે.
ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ
રીતા ફારીયા ના 28 વર્ષ પછી 1994માં ઐશ્વર્યા રાયે મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો. ઐશ્વર્યાએ ત્યારબાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. અને બોલિવુડની નંબર વન હિરોઈન બની. ઐશ્વર્યાએ વર્ષ 1997માં તમિલ ફિલ્મ ‘ઈરૂવર’થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ઓર પ્યાર હો ગયા તેમની પહેલી બોલિવૂડ ફિલ્મ હતી. વર્ષ 2007માં ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા.
સુસ્મિતા સેન મિસ યુનિવર્સ
વર્ષ 1994માં ભારતીય બ્યુટી સુસ્મિતા સેન મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર પહેલી ભારતીય સુંદરી બની હતી તેની સાથે જ તે વર્ષે મિસ ઈન્ડિયા પણ બની વર્ષ 1996માં સુસ્મિતાએ દોસ્ત ફિલ્મથી બોલીવુડમાં પોતાનો પગપેસારો કર્યો. પરંતુ તે ઐશ્વર્યા જેટલી સફળ એક્ટ્રેસ બની શકી નહીં. ભૂમિકાએ મિસ યુનિવર્સ દરમિયાન જે પ્રોમિસ કરી હતી પૂરી કરી હતી તેમને બે દીકરીઓને દત્તક લીધી છે.
ડાયના હેડન મિસ વર્લ્ડ
ડાયના હેડ અને વર્ષ 1997માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો તે પહેલા તે મિસ ઈન્ડિયા પણ બની હતી મિસ વર્લ્ડ બન્યા બાદ ગાયના એક અજીબ મુવી માં એક નાનો રોલ કરીને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું ત્યારબાદ તેમને એક બે ફિલ્મોમાં જ કામ કર્યું. 48 વર્ષના ડાયનાએ વર્ષ 2013માં અમેરિકન બિઝનેસમેન કૉલિન ડિક સાથે લગ્ન કર્યું.
યુક્તા મુખી મિસ વર્લ્ડ
યુકતા મુખી વર્ષ 1999માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. તેના પહેલા તે મિસ ઈન્ડિયા પણ હતી મિસ વર્લ્ડ બન્યા બાદ યુક્ત અને વર્ષ 2002માં ‘પ્યાસા’ મુવી થી બોલિવૂડમાં પોતાની એન્ટ્રી કરી હતી પરંતુ તેમનો ફિલ્મી કરિયર વધુ સારું રહ્યું નહીં. મુકતાએ વર્ષ 2008માં ભારતીય મૂળના અમેરિકી બિઝનેસમેન સાથે લગ્ન કર્યું પરંતુ લગ્નના છ વર્ષ પછી જ તેમનો ડાયવોર્સ થઈ ગયો
પ્રિયંકા ચોપડા મિસ વર્લ્ડ
પ્રિયંકા ચોપડાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડ બની હતી પ્રિયંકાએ વર્ષ 2012માં તમિલ ફિલ્મ થી પોતાને કાર્યની શરુઆત કરી ત્યાર બાદ તેમને સની દેઓલ સ્ટાર ધ હીરો લવ સ્ટોરી ઓફ અ સ્પાય ફિલ્મમાં કામ કર્યું. ત્યારબાદ તેમની દમદાર એક્ટિંગ થી પ્રિયંકાએ નેશનલ એવોર્ડ પણ જીત્યો પ્રિયંકા આજે બોલિવૂડથી હોલિવૂડ સુધી પહોંચી ગઈ છે. પ્રિયંકા ચોપરાએ વર્ષ 2019 માં હોલિવૂડ એક્ટર સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા.
લારા દત્તા મિસ યુનિવર્સ
વર્ષ 2000માં લારા દત્તાએ મિસ યુનિવર્સ બની હતી. તેના પહેલા વર્ષ 1998માં લારા ‘મિસ ઈન્ટરનેશનલ’ નો ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે. જરા એ 2003માં અક્ષય કુમાર પ્રિયંકા ચોપડાની સાથે અંદાજ મુવી થી બોલીવુડમાં પોતાનો પગપેસારો કર્યો હતો પરંતુ તે સફળ એક્ટ્રેસ બની શકી નહીં.
માનુષી છીલ્લર મિસ વર્લ્ડ
માનુષી છિલ્લર એ 13 વર્ષ પછી વર્ષ 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો. માનુષી ખૂબ જ જલ્દી અક્ષય કુમારની સાથે પૃથ્વીરાજ ફિલ્મમાં બોલિવૂડમાં ડેબ્યું કરશે. આ ફિલ્મ માર્ચ 2022 માં રિલીઝ થશે.
હરનાજ સંધુ મિસ વર્લ્ડ
હરનાજ કૌર સંધુ 13 ડિસેમ્બર 2021એ મિસ યુનિવર્સ બની છે. હરનાજે 21 વર્ષ બાદ ‘મિસ યુનિવર્સ’ નો તાજ પોતાને નામ કર્યો. તેના પહેલા લારા દત્તા વર્ષ 2000 માં છેલ્લે મિસ યુનિવર્સ બની હતી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “તે ભારતીય સુંદરી જે પહેરી ચૂકી છે મિસ વર્ડ અને મિસ યુનિવર્સ નો તાજ”