રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધમાં 150 થી વધુ🐕કૂતરાઓએ જીવ ગુમાવ્યો, તો કેટલાક બન્યા અનાથ👇

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. 45 લાખથી વધુ લોકો યુક્રેન છોડીને ભાગી ગયા છે. તેઓને બીજા દેશોમાં આશરો લેવાની ફરજ પડી છે. આ દરમિયાન અનેક પ્રકારના વીડિયો અને ફોટાઓ સામે આવી રહ્યા છે. યુક્રેનના લોકોએ દુનિયાને ત્યાંની પરીસ્થિતિ બતાવી, જેથી દુનિયા તેમની પીડાને સમજી શકે. આ દર્દભરી તસવીરો જોઈને દરેકનું દિલ રડી રહ્યું છે. પાલતુ પ્રાણીઓ પણ યુદ્ધમાં પીડાય છે. કેટલાય કૂતરા-બિલાડીઓ અનાથ થઈ ગયા છે, તો કેટલાય ગોળીઓનો શિકાર બન્યા છે, કેટલાક ભૂખને કારણે મૃત્યુ પામ્યા છે. આ દરમિયાન યુક્રેનમાંથી એક ફોટો સામે આવ્યો છે. કૂતરાના માલિકનું મૃત્યુ થયું છે. તેની લાશ ફૂટપાથ પર પડી છે, પાસે જ તેનો પાલતુ કૂતરો બેઠો છે.

•કલાકો સુધી તે મૃતદેહ પાસે બેસી રહ્યો –

ટ્વિટર પર આ ફોટો NEXTA નામની મીડિયા સંગઠને પોસ્ટ કર્યો છે. તેનું કેપ્શન તેઓએ લખ્યું છે કે કૂતરાએ તેના માલિકને મૃત્યુ પછી પણ એકલો નથી છોડ્યો. કિવમાં રશિયનો દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ તસવીર એક જાપાની કૂતરા હચિકોની વાતની યાદ અપાવે છે જેણે 1930ના દાયકામાં માલિકના મૃત્યુ પછી નવ વર્ષથી વધુ સમય સુધી રાહ જોઈ હતી.

•લોકો આંસુ રોકી શક્યા ન હતા –

ટ્વિટર પર આ ફોટો જોઈને લોકોનું હદય ભાંગી પડ્યું હતું. એક યુઝરે લખ્યું કે આ યુદ્ધનો સૌથી દુઃખદ ભાગ છે, હવે આ બિચારો કૂતરો ક્યાં જશે. ઘણા યુઝર્સે તેને વોર ક્રાઇમ એટલે કે યુદ્ધ અપરાધની શ્રેણીમાં રાખ્યો છે.

•ઘણા ખતરનાક વીડિયો આવ્યા સામે –

યુક્રેનના લોકોએ ઘણા વીડિયો શેર કર્યા છે. તેમાં એકતરફ મારેલા કૂતરાઓના મૃતદેહોનો ઢગલો છે. તેઓનું કહેવું છે કે આ પણ રશિયન સૈનિકોની ગોળીઓનો ભોગ બન્યા હતા.

•મદદ કરનારા લોકો પણ છે-

યુક્રેનના લોકોએ પાલતુ પ્રાણીઓની મદદ પણ કરી. ઘણા લોકો અનાથ પ્રાણીઓને તેમના ઘરે લઈ ગયા, તો ઘણી પ્રાણીઓ સાથે જોડાયેલી સંસ્થાઓ મદદ માટે આગળ આવી.

•150 કૂતરા ભૂખે મરી ગયા-

Borodyanka મા એક પ્રાણી આશ્રયસ્થાનમાં ભૂખને કારણે 150 થી વધુ કૂતરાઓનું મૃત્યુ થયું. સમયસર ભોજન તેમના સુધી પહોંચી શક્યું નહીં, જેના કારણે તેમનું મૃત્યુ થયું. UAnimals ચેરિટીના જણાવ્યા મુજબ, તેઓને ફેબ્રુઆરીની શરૂઆતથી પાંજરામાં કેદ કરીને રાખવામાં આવ્યા હતા, જ્યારે યુદ્ધને કારણે ખોરાક તેમના સુધી પહોંચી ન શક્યો ત્યારે 485માંથી 150 કૂતરાઓ ભૂખને કારણે મૃત્યુ પામ્યા હતા.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment