નોકરીનાં આ ચાર કિસ્સા એ તો આખી દુનિયા હલાવી નાખી – તમે વાંચો તો ખબર પડે…ગજબ છે હો બાકી..

નોકરી કે કોઈ વ્યવસાય દરેક વ્યક્તિના જીવનમાં ખાસ મહત્વનો ભાગ ભજવે છે. એ પાછળ નું એક જ કારણ કે, જીવન જીવવા માટે આમદાની કમાવવી જરૂરી છે.

એ આમદાની કઈ રીતે મળે છે? એ બહું જ મહત્વની વાત છે. જેમ કે, કોઈ તનતોડ મહેનત કરીને કમાણી કરે છે. તો કોઈ માત્ર બુદ્ધિથી પૈસા કમાઈ છે. શું બંનેમાં કાંઈ જ ફરક નથી? એ બંને વચ્ચે એ જ તફાવત છે કે, એક શારીરિક શ્રમથી કમાઈ છે. એક માનસિક બળથી કમાઈ છે.

એમ, પોતાના કામ સાથે વ્યક્તિની લાગણીઓ જોડાયેલી હોય છે. એ તો આપણે સૌ જાણીએ છીએ. નોકરીની વાત કરીએ તો ઘણાં લોકો જીવનભર એક જ નોકરી કરતા હોય છે. જ્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે વારેવારે નોકરી બદલતા હોય છે.

નોકરી છોડવા પાછળ અનેક સારા – નરસા કારણોનું મૂળ હોય શકે. જેની આપણે અહીં ચર્ચા નહીં કરીએ. પરંતુ નોકરીના છેલ્લા દિવસે અમુક મહાન કર્મચારીઓ દ્વારા કરાયેલા અતરંગી(માનવામાં ન આવે તેવાં) પરાક્રમો વિશે વાત કરીશું.

પ્રથમ કિસ્સો છે ઓસ્ટ્રેલિયાની એક મેગેઝિન કંપનીમાં કામ કરતા “લ્યૂક એન્જ” નામના કર્મચારીનો. લ્યૂક ઓસ્ટ્રેલિયા છોડી અમેરિકા સ્થાયી થવાનો હતો. આ કારણે તે નોકરી છોડી રહ્યો હતો. પરંતુ કંપનીએ તેના રાજીનામા પહેલા જ નવા કર્મચારીની ભરતી કરી લીધી હતી. જેનો બદલો લેવા તેણે નોકરીના છેલ્લા દિવસે કંઈક એવું કર્યું, જે આખી કંપનીને ભારે પડી ગયું.

પણ લ્યુકનું આવું કરવાનું કારણ શું? કારણ માનસિકતા ગણવી કે પાગલપણું..??

નોકરીની છેલ્લી રાતે તે મોડે સુધી ઓફિસમાં રોકાયો અને બીજે દિવસે સવારે પ્રકાશિત થઈ રહેલી મેગેઝિનના કવર પેજ પર પોતાનું જ ન્યૂડ કાર્ટૂન છાપી દીધું. કંપનીના સંચાલકોનું ધ્યાન જાય એ પહેલાં તો મેગેઝિનની ૩૫,૦૦૦ નકલો ગ્રાહકો સુધી પહોંચી ગઈ હતી. જો કે આ બાબતની જાણ થતાં જ કંપનીએ મેગેઝિન તુરંત પાછી ખેંચી લીધી. પરંતુ કંપનીએ સંપૂર્ણ મામલા અંગે ખુલાસો કરી, માફી માંગવાની ફરજ પાડી.

બીજો કિસ્સો એવો છે જે “સ્ટીવન સ્વેટર” નામનાં વિમાન કર્મચારીની ઘટના દર્શાવે છે.

Image Source : DailyMail

સ્ટીવન પેસેન્જરોથી એટલી હદે પરેશાન થઈ ચૂક્યો હતો કે તેણે ૨૦ વર્ષની નોકરી એક જ ઝાટકે છોડી દીધી. એ પણ ચાલુ ફ્લાઇટમાં જ!!!

Image Source : DailyMail

પિટ્સબર્ગથી ન્યૂયોર્કની ફ્લાઇટ રસ્તામાં હતી ત્યારે જ સ્ટીવને પોતાની નોકરી છોડવાની જાહેરાત કરી દીધી. તે પછી તેણે ફ્લાઇટમાં કામ પણ ન કર્યું અને મુસાફરની માફક સીટ પર બેસી ગયો.

Image Source : DailyMail

જો કે તેના આ વર્તન બદલ સ્ટીવને દંડ પેટે ૧૦ હજાર ડોલર ચૂકવવા પડ્યા.

ત્રીજો કિસ્સો છે – બ્રિટિશ એરપોર્ટ ઓથોરિટીનાં કર્મચારી “ક્રિસ હોલમસનો”.

Image source : DailyMail

હોલમસે કંપનીને જાણ કર્યા વગર અચાનક જ નોકરી મૂકી દીધી. પરંતુ તેનો નોકરી મૂકવાનો અંદાજ પ્રશંસનીય હતો. હોલમસની ઈચ્છા કેકનો બિઝનેસ કરવાની હતી.

Image Source : DailyMail

એ માટે તેણે એક કેક પર રાજીનામું લખીને કંપનીને મોકલાવ્યું. ક્રિએટિવ રાજીનામું આપવા બદલ તેની ખૂબ પ્રશંસા થઈ અને તેના પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.

ચોથો કિસ્સો પણ ખુબ રસપ્રદ છે. તાઇવાનની એનિમેશન આર્ટીસ્ટ “મારિયા શિફરીનનો”. મારિયાએ તેના મુખ્ય બોસથી પરેશાન થઈને નોકરી છોડી હતી. પરંતુ છેલ્લા દિવસે બોસની વર્તણૂકની ટીખળ કરતો પોતાનો જ એનિમેટેડ ડાન્સ વિડીઓ યૂ-ટ્યુબમાં મૂક્યો. મારિયાનું કહેવું હતું કે, તેમના બોસ યુ-ટ્યુબ પર વિડીયોના રિસ્પોન્સને આધારે કર્મચારીની આવડત નક્કી કરતા. માટે જ તેને આ વિડીયો બનાવ્યો. આ વિડીયોના જવાબમાં મારિયાના બોસે પણ રાજીનામું સ્વીકારતો એનિમેટેડ વિડીયો યુ-ટ્યુબમાં મૂક્યો હતો.

છે ને બધા અતરંગી કિસ્સા?? વાંચીને મજા આવી કે નહીં? ફક્ત ગુજરાતી આવા જ મસાલેદાર આર્ટીકલ તમારા સુધી પહોંચાડતા રહેશે. એ માટે તમારે આ “ફક્ત ગુજરાતી” ના પેઇઝને લાઇક કરવું પડશે.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment