કોઈ જ નિશાન વગર તમારા પિમ્પલ્સને એકજ દિવસમાં મટાડી શકે છે આ પાંચ ધરેલુ ઉપચાર

પિમ્પલ્સની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તેના થઈ ગયા પછી આપણા ચહેરા પર નિશાન રહી જાય છે. એવામાં જ જે લોકોની ઓઇલી સ્કિન છે તે જાણે છે કે પિમ્પલ્સ કેટલી મોટી સમસ્યા છે. ધ્યાન આપીએ તો પિમ્પલ થતાં જ જો આપણે નેચરલ વિધિથી તેને હટાવવાની કોશિશ કરીએ તો તે નિશાન વગર જતા રહે છે. આજે અમે તમને એવી જ ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી એક દિવસ કે પછી રાત્રે જ પિમ્પલ્સ ઘણી હદ સુધી દૂર થઈ જાય છે.

ટૂથપેસ્ટ 

પિંપલ્સને દૂર કરવાનો સૌથી આસાન ઉપાય છે કે તેની ઉપર ટૂથપેસ્ટ લગાવીને સૂઈ જાવ આમ કરવાથી પિમ્પલની સાઈઝ ઘણા હદ સુધી ઓછી થઈ જશે.

ટી ટ્રી ઓઇલ

તમારી સ્કિન જો ઓઇલી છે અને તમને વારંવાર પિમ્પલ્સ આવવાની તકલીફ છે તો પછી તમારે ટી ટ્રી ઓઇલ મંગાવી લેવું જોઈએ. ટી ટ્રી ઓઇલમાં ગુલાબ જળ મિક્ષ કરીને લગાવવાથી પિમ્પલ્સ સારા થઈ જાય છે.

બેકિંગ સોડા

એક ચમચી બેકિંગ સોડાને પાણી સાથે ઉમેરીને પેસ્ટ બનાવો. તેને પિમ્પલ્સ પર લગાવો અને લગભગ પાંચ મિનિટ પછી સામાન્ય ગરમ પાણીથી ચહેરો ધોઈ નાખો. તમે જોશોકે પિમ્પલ્સ ઘણી હદ સુધી ઓછા થઇ જશે.

લસણ

લસણ લગાવવાથી પિમ્પલ્સ ખુબજ જલ્દી સારા થઇ જાય છે અને નિશાન પણ રહેતા નથી.તમારે લસણની પેસ્ટ બનાવીને જ્યાં પિમ્પલ્સ હોય તે જગ્યા પર લગાવવું. તમને જો બળતરા થાય તો ઠંડા પાણીથી એ જગ્યાને ધોઈ લો.

સફરજનનું વિનેગર

એપલ સાઇડર વિનેગરને ક્યારેય પિમ્પલ ઉપર ડાયરેક્ટ ના લગાવો. તેને પાણી સાથે ઉમેરીનેજ પિમ્પલ્સ ઓર લગાવો. ત્યાંજ જો તમારી સ્કિન સેન્સેટિવ છે તો ટી ટ્રી ઓઇલના 2 થી 3 ટીપા નાખીને ઉપયોગમાં લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment