5 અદભુત ફૂડ – જે તમારા નખને મજબૂત બનાવશે, અને વૃદ્ધિ માં મદદ કરશે

કેળા – કેળામાં બાયોટીન મળી આવે છે જે વાળને મજબૂત બનાવવામાં મદદરૂપ હોય છે. તેનાથી નખ તૂટતાં નથી અને તેનો વિકાસ પણ યોગ્ય રીતે થાય છે. તેથી કેળાને તમારા નિયમિત ભોજન નો ભાગ બનાવો.

અખરોટ – અખરોટમાં રહેલું ઓમેગા એસિડ આપણા નખની ગુણવત્તા સુધારવાનું કામ કરે છે. આ ઉપરાંત અખરોટ બીજી ઘણી રીતે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેથી તેનું પણ તમારે નિયમિત સેવન કરવું જોઈએ.

ટામેટા – વિટામિન સી અને આયર્નની ઉણપને કારણે નખ ઝડપથી તૂટે છે તો તેની ઉણપ તમે ટામેટા અને બીજા લીલા શાકભાજી ખાઈને પૂરી કરી શકો છો. ટામેટાને તમે સુપ, સલાડ કે બીજા કોઇપણ રૂપે ખાવ તે ફાયદાકારક થઈ શકે છે.

પાલક – લીલા પાનવાળી શાકભાજી ખાસ કરીને પાલકમાં ફોલેટ હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી ન્યુટ્રિશન હોય છે. તેથી નખના સારા વિકાસ અને મજબૂતી માટે પાલકનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઈંડા – કેળાની જેમ ઈંડામા પણ બાયોટીન ની માત્રા રહેલી હોય છે. આ સાથે તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ અને પ્રોટીન પણ હોય છે. આ દરેક વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય ની સાથે સાથે નખની ગુણવત્તા સુધારવાનું પણ કાર્ય કરે છે. તેથી તેનું સેવન પણ નિયમિત કરવું.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

Leave a Comment