ભારતમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી પ્રજાતિના ફળ મળે છે. પરંતુ તેમાંથી અમુક એવા પણ છે જેના વિશે ઘણા બધા લોકો જાણતા નથી. તેથી જ આજે આ લેખમાં અમે તમને જણાવીશું એવા દુર્લભ ફળો વિશે જેને લોકો ખાસ કરીને જાણતા નથી.
લગભગ આપણને કહેવામાં આવે છે કે આપણે ફળ ખાવા જોઈએ, કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક હોય છે. પરંતુ માત્ર સીઝનના ફળ ખાવાની જ સલાહ આપવામાં આવે છે. કોઈ પણ એવા ફળને ખાવાની સલાહ નથી આપતા જે ખૂબ જ દુર્લભ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં અમુક એવા ફળની પ્રજાતિ પણ હોય છે. જે દુર્લભ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ભારતમાં જોવા મળતા ફળની દુર્લભ પ્રજાતિ કંઈક આ પ્રમાણે છે.
સ્ટાર ફ્રુટ
સ્ટાર ફ્રુટને ખાસ કરીને હિન્દીમાં કામરાખ ના નામે જાણવામાં આવે છે. આ ફળ લગભગ સંપૂર્ણ ભારતમાં ઉગાડવામાં આવે છે, ખાસ કરીને દક્ષિણના ભાગમાં અને સાથે જ ભારત આ ફળના સૌથી વધુ ઉત્પાદનોમાંથી એક છે. સ્ટાર ફ્રુટ કાચા લીલા રંગના હોય છે અને સ્વાદમાં ખાટા હોય છે અને તેની ત્વચા મીણબત્તી જેવી હોય છે, અને તે એક ખૂબ જ પ્રિઝર્વ છે અને તેમાંથી અથાણું બનાવવામાં આવે છે.
લોટકા
આની ખેતી પૂર્વ અને દક્ષિણ ભારતના અમુક ક્ષેત્ર વિશેષ કરીને નીલગીરીના પહાડીમાં જોવા મળે છે. લોટકા એક નાના આકારનું ફળ હોય છે. તે ફળ કાચું હોવાની સાથે જ ખાટું પણ હોય છે, પરંતુ ચડી જવાથી તેનો સ્વાદ મીઠો થઈ જાય છે અને તેનો સ્વાદ કડવા દ્રાક્ષની જેવો હોય છે.
મેંગોસ્ટીન
આ ફળ દેખવામાં ભલે વિદેશી જેવું લાગે પરંતુ અસલમાં તે ભારતીય છે. અને તેના ઘણા બધા ફાયદા હોય છે તે મુખ્ય રૂપે ભારતના દક્ષિણ ભાગ જેમકે નીલગીરીના પહાડ કન્યાકુમારી અને કેરળમાં ઉગાડવામાં આવે છે. તથા આકારમાં નાનું તથા રંગમાં જાંબુડીયા કલરનું હોય છે. તેનો સ્વાદ કેરીના જેવો હોય છે અને આ ફળ થાઈલેન્ડનું રાષ્ટ્રીય ફળ છે.
તરગોલા અથવા તાડી
આ ફળ એક પ્રકારનું કામ ફ્રુટ હોય છે જે ઝુંડમાં ઉગે છે આ ફળનું ટેક્સચર નારિયેળ જેવું હોય છે, અને બહારથી તે બ્રાઉન દેખાય છે આ ફળને જો કાપવામાં આવે તો અંદરથી જેલી જેવું બહાર નીકળે છે અને તેનો સ્વાદ મીઠો હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team