ધર્મ-કર્મ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે આપણા દેશમાં ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે જે આસ્થા અને ધર્મના પ્રતીક માનવામાં આવે છે, એવા જ અમુક પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિરોનો સંગમ છે આપણા ગુજરાત રાજ્યના મંદિરો, આ મંદિરોમાં આજે પણ લાખો લોકો દર વર્ષે ભેગા થાય છે અને ભગવાનના દર્શનનો સૌભાગ્ય પ્રાપ્ત કરે છે, જો તમે પણ આ મંદિરોની ભવ્યતાથી અજાણ છો તો આજે જ જાણો તેમની ભવ્યતા વિશે.
સોમનાથ મંદિર
ગુજરાતની અપૂર્વ ધરોહર છે સોમનાથનું મંદિર, ભગવાન શંકરની ભક્તિનું પવિત્ર સ્થળ છે, તે બાર જ્યોતિર્લિંગ માંથી એક છે, અને એક પૌરાણિક કથા અનુસાર ચંદ્ર દેવે પોતાના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપથી ભગવાન સોમનાથને મુક્ત કર્યા હતા. અને તેની ભવ્યતાની જોઈને મહમૂદ ગઝનવીએ 17 વખત આ મંદીર ઉપર આક્રમણ કરીને તેને લૂંટયું હતું. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એક વખત અહીં અવશ્ય જવું જોઈએ.
દ્વારકાધીશ મંદિર
ગુજરાતમાં આવેલું આ મંદિર 2000-2200 વર્ષ જૂનું છે. જે ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. આ હિન્દુ સંસ્કૃતિના ચાર ધામમાંથી એક ધામ છે, એવું માનવામાં આવે છે કે દ્વારકાધીશ મંદિરનું નિર્માણ ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રભે કરાવડાવ્યું હતું. આ હિંદુ સંસ્કૃતિનું એક પવિત્ર સ્થળ છે, જેનાથી લાખો લોકોની આસ્થા જોડાયેલી છે.
અક્ષરધામ મંદિર
ભારતના વિશાળ અને મોટા મંદિરોમાંથી એક છે. ગુજરાતનું અક્ષરધામ મંદિર દિલ્હીનું અક્ષરધામ મંદિર આ મંદિરની જ કોપી છે, ગુજરાતમાં આવનાર ટૂરિસ્ટ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે જે ગુજરાતના ગાંધીનગરમાં ઉપસ્થિત છે. દર વર્ષે લાખો લોકો અહીં ફરવા માટે આવે છે અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે છે.
નાગેશ્વર મંદિર
નાગેશ્વર મંદિર ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગ માંથી એક છે જે દ્વારકા જવાના રસ્તા ઉપર વચ્ચે જ આવે છે આ મંદિરમાં ઉપસ્થિત 25 મીટર ઊંચી ભગવાન શંકરની પ્રતિમા તેમની ભવ્યતાનું પ્રમાણ આપે છે. શાંતિ અને સૌંદર્યથી પરિપૂર્ણ શિવ ભક્તો માટેનું એક સુંદર અને ખૂબ જ પવિત્ર સ્થળ છે જ્યાં જઈને તમે સુખ અને શાંતિનો અનુભવ લઇ શકશો.
ભાલકા તીર્થ
ગુજરાતનું આ એવું મંદિર છે જેની વાર્તા ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંબંધિત છે આ તે પવિત્ર સ્થળ છે જ્યાં શ્રીકૃષ્ણએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો પુરાણી કથા અનુસાર એક પારગી ના તીરથી શ્રીકૃષ્ણના પ્રાણ જતા રહ્યા હતા. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની આડી પ્રતિમા છે અને સોમનાથ થી લગભગ પાંચ કિલોમીટર દૂર જ તમે આ પાવન તીર્થ ના દર્શન કરી શકો છો.
મહાકાળી મંદિર
1,525 ફૂટ ઊંચા પર્વત ઉપર ઉપસ્થિત માતા મહાકાળીનું મંદિર ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો માંથી એક માનવામાં આવે છે પાવાગઢ જિલ્લાના આ મંદિરમાં માતા દક્ષિણ મુખે કાલી ની મૂર્તિ ઉપસ્થિત છે, તે માતાના પવિત્ર શક્તિપીઠો માંથી એક છે જ્યાં માતા રાણી નું વક્ષસ્થળ કપાઈને પડ્યું હતું. મહાકાળી મંદિરમાં દર વર્ષે હજારો લોકો દર્શન કરવા માટે આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “આ છે ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો જે પોતાની ભવ્યતા માટે વિશ્વવિખ્યાત છે, ત્યાં જવાથી મળે છે મનને અલૌકિક અનુભવ”