હર્દયને સ્વસ્થ રાખવા માંટે આ 5 યોગાસન છે ખૂબ જ ફાયદાકારક

સ્વસ્થ રહેવા માંટે હર્દય નું સ્વસ્થ રહેવું જરુરી છે. આજ કાલ દેશ માં હર્દય રોગ ના કેસ ખૂબ જ વધી રહ્યા છે. એટલે જ તમે પણ તમારા હર્દય ને સ્વસ્થ રાખવા માંટેના ઉપાય પર ધ્યાન આપો. હેલ્થી હાર્ટ માંટે યોગાસન ખૂબ જ ફાયદાકારક છે.

આજ ના સમય માં યોગ તમને ફક્ત સ્વસ્થ જ નહીં પણ વિભિન્ન રોગ થી બચાવે છે. તે શરીર, મન અને મષ્ટિશક ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એટલે જ યોગ ને વિશ્વ સ્તર પર અપનાવા માં આવ્યું છે. દુનિયા ભર માં લગભગ 30 કરોડ લોકો યોગ કરે છે. અને આ સંખ્યા વધી રહી છે. તો ચાલો જાણીએ એવા કેટલાક યોગાસન વિશે જે હર્દય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

માર્જરાસન

  • જમીન પર બંને હથેળી અને ઘૂટણ ને સ્પર્શ થાય તેવી પોજિશન લો.
  • હવે ધીમે ધીમે સ્વાસ છોડતા માથા ને છાતી તરફ લાવો. અને પીઠ ને ઉપર છત તરફ અને અર્ધ ગોળ અવસ્થા માં લાવો. જેનાથી પીઠ માં ખેચાણ આવશે.
  • હવે તેનાથી ઊલટું કરો. એટલે જે સ્વાસ લેતા માથા ને છત તરફ લઈ જાવ અને પીઠ ને જમીન તરફ અર્ધ ગોળ અવસ્થા માં લાવો.
  • તેને 5 વાર કરો.
  • તમે જેટલી વાર કરી શકો તેટલી વાર કરો પણ શરૂઆત માં 2-3 મિનિટ થી વધુ ન કરો.

ઉત્ત્થીત ત્રિકોણાસન

  • સીધા ઊભા રહી જાવ. સ્વાસ અંદર લો. 3.5 થી 4 ફૂટ જેટલા પગ પહોળા કરો.
  • સૌથી પહેલા તો બંને હાથ ને ખભા ના બરાબર કરી લો.
  • તમારા ડાબા પગ ને ડાબી બાજુ વાળો અને જમણા પગ ને જમણી બાજુ જ રાખો.
  • હવે ડાબા હાથ ને ધીમે થી નીચે લાવો અને જેથી પગ ને કે જમીન ને અડી શકે. જ્યારે જમણા હાથ ને છત ની બાજુ ઉપર લઈ જાવ. આ સમયે જમણા હાથ ની આંગળીઓ ને જોવાનો ટ્રાય કરો.
  • હવે પ્રારંભિક સ્થિતિ માં પાછા આવી જાવ. તેની માંટે સૌથી પહેલા પગ ના પંજા ને જુઓ.
  • હવે સીધા થઈ જાવ અને આ જ પ્રક્રિયા જમણા હાથ સાથે કરો.
  • કુલ મળી ને 5 વાર સ્વાસ અંદર લો અને બાહર કાઢો જેથી તમે આ આસન ને 30-60 સેકંડ સુધી કરી શકો. તમે સમય વધારી પણ શકો છો પણ 90 સેકંડ થી વધુ ન કરશો.

ઊર્ધ્વ મુખ શ્વાનાસન

  • પેટ ના ભાગે થી સૂઈ જાવ. પગ ના તળિયા ઉપર ની બાજુ એ તથા જમીન ને અડકતા હોય અને અડધું શરીર જમીન થી થોડું ઊંચું હોય.
  • હાથ ને છાતી ની નજીક રાખો. હવે ખભા ને ઉપર ખેચો અને હાથ ને એકદમ સીધા રાખો.
  • તે દરમિયાન પગ ની આંગળી જમીન ને અડકતી હોવી જોઈએ. હવે માથા ને સામે ની બાજુ રાખો. અને પીઠ જેટલી વાળી શકે છે તેટલી જ વાળો.
  • કુલ મળી ને 5 વાર સ્વાસ અંદર લો અને બાહર કાઢો જેથી તમે આ આસન ને 30-60 સેકંડ સુધી કરી શકો. જેમ જેમ તમારા શરીર માં તાકાત અને ઢીલાપણું વધશે તેમ તમે તેને 90 સેકંડ સુધી કરી શકો છો.

ભુજંગાસન

  • પેટ ના બળે સૂઈ જાવ. પગ ના તળિયા છત ની બાજુ એ હોવા જોઈએ.
  • હથેળી છાતી ના નજીક રાખો. છાતી ને ધીમે ધીમે ઉપર ખેચો. આ મુદ્રા માં તમારા હાથ સીધા નહીં થઈ શકે.
  • હવે માથા ના ભાગ થી પેટ ના નીચે ના ભાગ ને હવા માં ઉઠાવો. જ્યારે કમર થી નીચે નો ભાગ જમીન પર જ રહેવા દો.
  • પગ ને આંગળી ના બળ પર જ રહેવા દો. પીઠ જેટલી આરામ થી વાળી શકો તેટલી આરામ થી વાળો.
  • કુલ મળી ને 5 વાર સ્વાસ અંદર લો અને બાહર કાઢો જેથી તમે આ આસન ને 30-60 સેકંડ સુધી કરી શકો. જેમ જેમ તમારા શરીર માં તાકાત અને ઢીલાપણું વધશે તેમ તમે તેને 90 સેકંડ સુધી કરી શકો છો.

ધનુરાસન

  • જમીન પર ચાદર નાખી ને પેટ ના બળે સૂઈ જાવ. બંને પગ ના ઘૂટણ ને એટલા વાળો કે તે કુલ્લા ને અડે. આ સમય દરમિયાન બંને હાથ થી પંજા ને પકડો.
  • જેટલું થઈ શકે તેટલું તમારા જાંઘ અને છાતી ને ખેચો. પણ પંજા ને પકડી ને જ રાખો.
  • આમ કરવાથી તમારું માથું અને છાતી બંને ઉપર બાજુ ઉઠશે.
  • તમે આ આસન ને 30-60 સેકંડ સુધી કરી શકો.
  • પ્રારંભિક સ્થિતિ માં આવા માંટે બધા જ સ્ટેપ ઉંધા કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment