આ 5 બાબતો યુગલોમાં સારા બોન્ડિંગનું સંકેત છે, જાણો કેટલો મજબૂત છે તમારા જીવનસાથી સાથેનો તમારો બોન્ડ?

કેહવાય છે કે સંબંધ બનાવવા જેટલા સરળ હોય છે, જાળવવા તેટલા જ મુશ્કેલ હોય છે. આજકાલના યુવાન છોકરા-છોકરીઓ માટે તેમના રિલેશનશિપ ખૂબ મહત્વના છે. પરંતુ જોવામાં આવ્યું છે કે નવા યુગલો એક બીજા સાથે લાંબા સમય સુધી વફાદાર રહી શકતા નથી.તેનું એક મોટું કારણ એ છે કે ઘણીવાર લોકો સબંધોમાં ખુશ હોવાનો ઢોંગ કરે છે, જોકે અંદરને અંદર તે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય છે. નવા સંબંધમાં તો ઘણુંબધું સારું લાગે છે. જીવનસાથીની ખામીઓ પણ તેની નાસમજ જણાય છે, પરંતુ સબંધ થોડા દિવસ ચાલી જાય, તો એક બીજાની હાજરી પણ ખટકવા લાગે છે. પરંતુ આ બધા વચ્ચે જો યુગલો વચ્ચે બોન્ડિંગ સારી હોય, તો તેનો નાના સંકેતો દ્વારા અનુભવ કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ કે સારા બોન્ડીંગ વાળા સબંધના કયા સંકેત હોય છે. આ સંકેતોથી તમને તમારા જીવનસાથી સાથે બોન્ડિંગને સમજવાનો મોકો મળશે.

તમે એક બીજાની ખામીઓને સ્વીકારી લીધી છે:

ખામીઓ દરેક માણસમાં હોય છે. ઘણીવાર તેની જાણ આપણને સંબંધો બાંધ્યા પછી પડે છે, તો ઘણીવાર સબંધમાં થોડો સમય વીત્યા પછી પડે છે. પરંતુ સારા યુગલની ઓળખ એ છે કે તે એકબીજાની ખામીઓને નજર અંદાજ કરતા નથી, પરંતુ સ્વીકાર કરે છે. નજરઅંદાજ કરવું અને સ્વીકાર કરવામાં ઘણું અંતર હોય છે. ખામીઓને સ્વીકારવાનો અર્થ છે કે તમે હોય એવી વાતને લઈને ઝગડતા નથી જે તમારા જીવનસાથીના સ્વભાવનો હીસ્સો છે.

તમે એકબીજા પર આરોપ લગાવતા નથી:

કોઈપણ સમસ્યા અથવા ભુલનો આરોપ કોઈ બીજા પર લગાવી દેવો ખૂબ સરળ છે. હેપ્પી કપલ્સની એક ખાસ વાત એ પણ હોય છે કે ક્યારેય પણ એક બીજા પર આરોપ લગાવતા નથી અને ઝઘડાના સમયે જૂની ભૂલોને યાદ કરીને તેમનો પક્ષ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરતા નથી. સારા યુગલ હંમેશા એ વાતનું ધ્યાન રાખે છે કે જે પણ સ્થિતિ છે તેને કેવી રીતે સારી કરવામાં આવે અને સમસ્યામાથી બહાર કેવી રીતે નીકળી શકાય.

શારીરિક સ્પર્શમાં પણ બોન્ડિંગ ઓળખાય છે:

તમારા અને તમારા પાર્ટનરની મુલાકાત થાય ત્યારે કઈ રીતે પ્રતિક્રિયા આપે છે આ વાતથી પણ તમને બંનેને બોન્ડિંગની જાણ થઈ શકે છે. આલિંગન કરવું, હગ કરવી , કીસ કરવી, આંખોમાં આંખો દ્વારા વાત કરવી વગેરે સારા બોન્ડિંગના સંકેતો છે. આ એવા સંકેતો છે, જેને જણાવવા માટે શબ્દોની જરૂર પડતી નથી. પરંતુ ઘણીવાર શારીરિક સ્પર્શ સમયે કપટ પણ થઈ શકે છે, પરંતુ જો તમે અનુભવ કરશો, તો તમને હકીકતની જાણ થઈ શકે છે.

તમે તમારી વાત અચકાયા વગર એકબીજાને કહી શકો છો:

સારા યુગલનું સૌથી મોટો સંકેત એ છે કે તમે એકબીજા સાથે વાત કરવામાં ડરતા અથવા અચકાતા નથી. એકબીજાને સમજવા અને જાણવાનો સૌથી સરળ ઉપાય છે, વાતચીત. જે યુગલમાં વાતચીત સારી થાય છે, તેઓમાં વિવાદ અને ઝઘડો થવાની શક્યતાઓ ખબુ ઓછી હોય છે.

તમે એક બીજા સાથે ખુશ છો:

બાકી બધા સંકેતોથી મોટો અને મજબૂત સંકેત તમારુ મન તમને આપે છે. જો તમારા જીવનસાથીની હાજરીમાં તમને ખુશી મળે છે અને કોઈ પ્રકારે માનસિક દબાણનો અનુભવ થતો નથી, કોઈ પ્રકારની મજબૂરી અનુભવતા નથી, તો તે એ વાતનો સંકેત છે કે તમારો સંબંધ સારો છે અને તમે સંબંધમાં ખુશ રહેશો.

જો આ બાબતો તમારા સબંધમાં છે તો સમજી લો કે તમારો તમારા પાર્ટનરની સાથે બોન્ડ ઘણો સારો છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “આ 5 બાબતો યુગલોમાં સારા બોન્ડિંગનું સંકેત છે, જાણો કેટલો મજબૂત છે તમારા જીવનસાથી સાથેનો તમારો બોન્ડ?”

Leave a Comment