સ્નાન કર્યા બાદ આ 5 ભૂલ ક્યારેય કરવી જોઈએ નહીં, થઈ શકે છે વાળ અને ત્વચાને નુકસાન

Image Source

સંપૂર્ણ દિવસનો થાક દૂર કરવા માટે ફુવારાથી સ્નાન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, સ્નાન કરવાથી થાક દૂર થાય છે અને તમે ફ્રેશ અનુભવ કરી શકો છો. તેનાથી શરીરની સફાઈ થાય છે અને તમે ઘણા બધા રોગોથી દૂર રહો છો. પરંતુ લગભગ આપણે નાહ્યા પછી કંઈક એવી ભૂલો કરી બેસીએ છીએ જે આપણા વાળને નુકસાન પહોંચાડે છે. પરંતુ ત્વચાને પણ ઘણી બધી રીતે નુકસાન પહોંચાડે છે. આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે આપણે આકર્ષક અને સુંદર લાગે સુંદર દેખાવમાં આપણા ચહેરા અને વાળની મહત્વની ભૂમિકા હોય છે. પરંતુ સ્નાન કર્યા બાદ અમુક ભૂલ આપણી સુંદરતાને બગાડી શકે છે. આ લેખમાં અમે ન્યુટ્રિશન અને ડાયટેશન જુહી કપૂર પાસેથી જાણીશું તેવી પાંચ ભૂલોવી છે જે આપણે સ્નાન કર્યા પછી કરવી જોઈએ નહીં.

Image Source

1 સ્નાન કર્યા બાદ વાળ ઉપર રૂમાલ લપેટવો

સ્નાન કર્યા બાદ રૂમાલ લપેટવો વાળ માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. તે વિભાજન માટે જવાબદારનું મોટું કારણ છે. જો તમે સ્નાન કર્યા બાદ વાળને રૂમાલથી વાળો છો અથવા ફેરવો છો કે પછી ખેંચો જો તેનાથી વાળને ખૂબ જ નુકસાન પહોંચે છે. આમ કરવાથી તમારા વાળના મૂળ ખરાબ થઈ જાય છે અને કમજોર બની જાય છે એમ કરવાની જગ્યાએ તમારે વાળને માત્ર રૂમાલથી હલકા હલકા હાથે સુકવી લેવાના છે અને વાળને પ્રાકૃતિક રીતે જ સુકવવા દો.

2 ચહેરા પર રૂમાલ રગડવો

લગભગ લોકો જ્યારે સ્નાન કરીને આવે છે ત્યારે ચહેરા ઉપર ઉપસ્થિત પાણીને સુકવવા માટે અથવા તો લુછવા માટે ચહેરા ઉપર રૂમાલ રગડે છે, તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે ચહેરાને નુકસાનથી બચાવવા માટે ત્વચા ઉપર રૂમાલ રગડવાની જગ્યાએ રૂમાલથી ધીમે ધીમે થપ થપાવીને ચહેરાને સુકવો.

3 હાનિકારક કેમિકલ વાળી ક્રીમ અને મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ

સ્નાન કર્યા પછી ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે તેથી ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવું ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ આપણામાંથી લગભગ લોકો સ્નાન કર્યા બાદ ત્વચા ઉપર હાનિકારક કેમિકલ થી ભરપૂર ક્રીમનો ઉપયોગ કરીએ છીએ જે આપણી ધ્વજાને નુકસાન પહોંચાડે છે, તેની જગ્યાએ તમારે ત્વચા ને મોઈશ્ચરાઈઝ કરવા માટે તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ, તલનું તેલ દરેક પ્રકારની ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. માત્ર તલના તેલની ચાર કે પાંચ ટીપાં લઈને ત્વચા ઉપર માલિશ કરો.

4 ભીના વાળમાં કાંસકો નાખવો

ઘણા બધા લોકો સ્નાન કરીને આવ્યા બાદ વાળમાં કાંસકો ફેરવવાનું શરૂ કરી દે છે. તેઓ વિચારે છે કે આમ કરવાથી વાળને માટે ખૂબ જ આસાની રહે છે, પરંતુ તેવું બિલકુલ નથી. આમ કરવાથી તમારા વાળ ડેમેજ થાય છે અને સાથે સાથે વાળની ગુણવત્તા પણ ખરાબ થાય છે, 0તેથી જ આમ કરવાથી દૂર રહેવું જોઈએ અને વાળને પ્રાકૃતિક રૂપે સુકવવા દો ત્યારબાદ વાળમાં કાંસકો ફેરવો.

5 માત્ર ચહેરાને મોસ્ચરાઇઝ કરવું

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે સ્નાન કર્યા પછી ચહેરાને મોસ્ચરાઇઝ રાખવા માટે ધ્યાન રાખીએ છીએ. પરંતુ આપણા શરીરના બીજા ભાગને મોઈશ્ચરાઈઝ કરતા નથી, કારણ કર્યા બાદ આપણું સંપૂર્ણ શરીર ડ્રાય થઈ જાય છે તેથી જ ચહેરાની સાથે સાથે સંપૂર્ણ શરીરની ત્વચા ને મોસ્ચરાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે. તમે તેની માટે તલનું તેલ નારિયેળનું તેલ જેવા મોસ્ચરાઇઝર નો ઉપયોગ કરી શકો છો જેમાં પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment