અથાણા એ ભારતીય ભોજનનો ખૂબ જ મહત્વનો ભાગ છે. અને હોય પણ કેમ નહીં કારણકે અથાણા નો સ્વાદ ટેસ્ટમાં ખૂબ જ સારો લાગે છે. અને તેની સાથે જ ભારતમાં અલગ અલગ પ્રકારના અથાણા મળે છે કે તમે દરેક પ્રાંતના અથાણા ચાખવા બેસશો તો કદાચ મહિના પછી પહેલા નો નંબર ફરીથી આવશે. ભારતમાં જોઈ કોઈ ખાસ શાકભાજી પસંદ કરવામાં આવે તો તેનું પણ અથાણું જરૂર બની જાય છે. પરંતુ અહીં અમુક એવા અથાણા પણ મળે છે જેના વિષે કદાચ જ તમે જાણતા હશો.ભારતીય અથાણાની પરંપરા જ કંઈક અલગ જોવા મળે છે.
તો પછી કેમ ન આપણે ભારતના અલગ-અલગ ભાગમાં ઉપસ્થિત લોકલ અથાણા વિશે વાત કરીએ અને તેમાંથી પાંચ વિશે જાણીએ. આજે અમે આ આર્ટિકલમાં તમને ભારતના અલગ-અલગ ભાગ ના ફેમસ થયેલા અથાણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
1 કમળ કાકડી નું અથાણું
આ અથાણું ક્યાંથી છે? – કાશ્મીર
કમળકાકડી ઘણી બધી વાનગીમાં તમે ચાખી હશે પરંતુ શું તમે ક્યારેય કમળ કાકડી નું અથાણું ખાધું છે? આ એક અનોખું અથાણું છે જેને જમ્મુ-કાશ્મીરમાં ખૂબ જ વધુ ખાવામાં આવે છે. કમળકાકડીની સાથે ઘણા પ્રકારની શાકભાજીને પણ ઉમેરવામાં આવે છે. આ અથાણું તમને દરેક જગ્યાએ મળશે નહીં અને તે તીખું પણ હોય છે આ અથાણાં નો સ્વાદ બીજા અથાણાની સરખામણીમાં ખૂબ જ અલગ લાગે છે. પરાઠા ભાત રોટલી વગેરે સાથે તેને ખાવું ખૂબ જ સારું છે.
2 મિસુ અથાણું
આ અથાણું ક્યાંથી છે – સિક્કિમ
બની શકે છે કે આ અથાણા વિશે તમે સાંભળ્યું જ ન હોય.આ અથાણું કોઈ શાકભાજી અથવા ફળ નું નહીં પરંતુ વાંસનું બને છે. હા, વાંસ નું અથાણું જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે સિક્કિમમાં ખૂબ જ ફેમસ છે તેને બનાવવા માટે વાસની ડાળીઓને આથો લાવવામાં આવે છે. અને તેનો સ્વાદ એસિડિક હોય છે. સિક્કિમમા લીંબુની ભાષાને ‘મી’ અને વાંસને ‘સુ’ નો અર્થ ખાટો હોય છે. અને આ જ મિસુ અથાણા ની ખાસિયત પણ છે.
3 ભૂત જોલોકિયા અથાણું
ક્યાંથી છે આ અથાણું – આસામ
દુનિયાની સૌથી તીખું મરચું ભૂત જોલોકિયા જેને ઘોસ્ટ અથવા કિંગ ચિલ્લી પણ કહેવામાં આવે છે. તેનું અથાણું જરૂરથી તમારી આંખમાંથી આંસુ લાવી શકે છે. આ મરચા ની ખાસિયત એ છે કે ઘણા લોકો તેને ખાઈ ને આભાસ પણ કરવા લાગે છે. તમે વિશ્વાસ નહીં કરો પરંતુ આ અથાણું ખૂબ જ તીખું હોય છે. અને આવું તીખું અથાણું તમે પહેલા ક્યારેય નહીં ખાધું હોય. ભલે તે દુનિયાના સૌથી તીખા અથાણા માંથી એક છે પરંતુ તેને સંપૂર્ણ દુનિયામાં ખાવામાં આવે છે.
4 કરીવેપકુ ઉરુગાઈ
આ અથાણું ક્યાંથી છે – તમિલનાડુ
આ મીઠા લીમડા નું અથાણું છે. હા. મીઠા લીમડાનો ફ્લેવર માટે તેમાં ઉપયોગ કરવામાં આવે છે. તમિલનાડુમાં તેનું અથાણું બનાવવામાં આવે છે. તે તીખું અને ચટપટું અથાણું ભોજનમાં લેવામાં આવે છે તેનો ફ્લેવર અન્ય કોઈપણ અથાણા થી અલગ લાગશે. તમે વિશ્વાસ કરો કે મીઠા લીમડા નું અથાણું ફ્લેવરની દ્રષ્ટિ એ એકદમ અનોખું સાબિત થશે.
5 ચિંતાકાયા પચાડી
આ અથાણું ક્યાંથી છે – આંધ્ર પ્રદેશ અને તેલંગાણા
આ કાચી આંબલી નું અથાણું હોય છે અને તેના અથાણામાં તીખાશ ની સાથે સાથે ખટાશ પણ ખૂબ જ હોય છે. તે તીખું,ખાટુ અને તેની ફ્લેવર ખૂબ જ અલગ હોય છે. એક જ અથાણમાં તમને અનેક સ્વાદનો આનંદ મળી જશે.તમને વિશ્વાસ નથી આવતો તો ટ્રાય કરીને જરૂર જુઓ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team