તમે લોકોએ એ તો સાંભળ્યું જ હશે કે રાત્રે ઓછું ભોજન કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે,પરંતુ અમુક લોકો તેનું વધારે પડતું જ દિમાગ લગાવતા હોઈ છે અને રાત્રે ભોજન કર્યા વિના જ સુઈ જાય છે. આવું કોઈ વજન ઘટાડવા કરે છે તો કોઈ કામ થી થાકી જાય છે એટલા માટે ખાલી પેટ જ સુઈ જાય છે. જો તમે પણ આવું કરો છો તો સતર્ક થઈ જાઓ. રાત્રે ખાલી પેટ સુવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે.
કુપોષણ –
રાત્રે જો તમે જમ્યા વિના જ સુઈ જાઓ છો તો તેનાથી તમારા શરીર માં પોષક તત્વો ની અછત જોવા મળે છે. તેનાથી તમને માઈક્રોન્યુટ્રીશન ડીફીસિએંસી થવાનો ખતરો રહે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આપણી બોડીમાં રોજ મેગ્નેશિયમ, વિટામીન બી ૧૩ અને વિટામીન ડી૩ જેવા પોષક તત્વો ની આવશ્યકતા રહે છે. એવામાં જો તમે રાત્રે ખાલી પેટે જ સુઈ જાઓ તો કુપોષણ થવાની શક્યતા રહે છે.
બીમારીઓને દાવત –
ખાલી પેટે સુવાથી ઘણા પ્રકારની બીમારીઓ જન્મ લે છે. રાત્રે ભોજન ના કરવાથી તેની નેગેટીવ અસર બોડી ના મેટાબોલીજ્મ પર પડે છે. ભોજન સહી ટાઇમ પર કરવું ખુબ જ જરૂરી છે નહી તો ઘણા પ્રકારની બીમારીઓ જન્મ લે છે.
ઊંઘ ના આવવી –
ખાલી પેટ સુવાથી સારી ઊંઘ આવતી નથી. તમે ઠીક થી સુઈ નથી શકતા. ઊંઘ પૂરી નહી થાય તો આગળનો દિવસ પણ બેકાર જ જશે. તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે.
જાડાપણું –
ઘણાલોકો જાડાપણું દુર કરવા રાત્રે ખાલી પેટ સુવું પસંદ કરે છે પરંતુ એવું કરવાથી ઉલટાનું તમારું વજન ઘટવાને બદલે વધી જશે.ખાલી પેટને લીધે બોડી ફેટ જમા કરવા લાગે છે. એટલા માટે રાત્રે ભલે ઓછું ખાઓ પરંતુ ભોજન જરૂર થી કરવું જોઈએ.
ચિડીયાપણું –
ભૂખ્યા પેટે રહેવાથી માણસ ચિડચીડિયો થઈ જાય છે. રાત્રે જમ્યા વગર સુઈ જવાથી તમારો આગળનો પૂરો દિવસ બેકાર જાય છે.
આ જરૂરથી કરો –
રાત્રે ભલે ઓછું જમો પરંતુ થોડું જરૂર જમવું. કોશિશ કરવી કે ભોજન કર્યા પછી ૩ કલાક પછી જ સુવું જોઈએ.જમ્યા બાદ ચાલવા પણ જવું જોઈએ. જેનાથી ખાવાનું પૂરી રીતે હજમ થઈ જશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team