આપણો દેશ અને સમગ્ર દુનિયા છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ અને તેના બદલતા વેરિએન્ટમાં પ્રકોપને સહન કરી રહી છે. એવામાં સૌથી વધુ મહત્વ લોકોની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા ઉપર આપવામાં આવે છે, અને તેની માટે અલગ અલગ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાયો અપનાવવામાં આવે છે. લોકો સૌથી વધુ આ રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે અને બીમારીથી દૂર રહી શકે તેની માટે અમે એક્સપોર્ટ ગીતિકા પાટની સાથે વાતચીત કરી, અને તેમને જણાવ્યું કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી કેમ જરૂરી છે? અને તેની માટે આપણે શું કરવું જોઈએ?
એક્સપર્ટ જણાવે છે કે જો તમારી રોગપ્રતિકારક શક્તિ કમજોર હશે તો દરેક નાની મોટી વસ્તુ તમને બીમાર કરશે, જેમ કે તમને વારંવાર એલર્જી થઈ જાય છે, અથવા તે ઈન્ફેક્શન થઈ શકે છે, વાતાવરણ બદલાય ત્યારે તમને તાવ પણ આવી શકે છે, અને ત્યાં સુધી કે તમે માનસિક રૂપે પણ કમજોર થઈ શકો છો એવામાં તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાય વિશે જાણીએ.
રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉપાય
એક્સપર્ટ જણાવે છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિની કોશિકાઓ, ટિશ્યુઝ, હોર્મોન્સ, અને રસાયણ ને એક જટિલ કાર્ય પ્રણાલી હોય છે, જે આપણને સંક્રમણ સામે લડવા તથા સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. સામાન્ય કામકાજ માટે આપણને એક સંતુલિત પ્રતિરક્ષા પ્રણાલીની જરૂર હોય છે જેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉપાય તમારી મદદ કરી શકે છે.
હસવું જરૂરી છે
સ્વસ્થ રહેવા માટે લોકો મોટી મોટી વાતો ઉપર ધ્યાન આપે છે, પરંતુ ભૂલી જાય છે કે ખુશ રહેવું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ આસાન ઉપાય છે. તેથી દરરોજ હસવું જોઈએ. હસવાથી માત્ર માનસિક ફાયદો થતો નથી પરંતુ તે આપણા ફેફસા માટે પણ ખૂબ જરૂરી છે. હસવાથી ફેફસા ખુલી જાય છે અને જેનાથી ઓક્સિજનનો પ્રવાહ ખૂબ જ સારો રહે છે. તે શરીરમાં ન્યુરોટ્રાન્સમીટર સર્ક્યુલેશનમાં પણ સુધારો લાવે છે જેનાથી આપણે એક મજબૂત રોગ પ્રતિકારક શક્તિ માં મદદ મળે છે.
નિયમિત એક્સરસાઈઝ કરો
રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે આપણી લસિકા સિસ્ટમ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે, અને તેની માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે લસિકા ગાંઠો અને તેનાથી પરસ્પર જોડાયેલા નેટવર્કના કામકાજમાં સુધારો આવે છે. અઠવાડિયામાં માત્ર પાંચથી છ વખત ત્રીસ મિનિટનો નિયમિત વ્યાયામ કરવાથી શરીરમાંથી ઝેરી કચરો બહાર નીકળી જાય છે અને આપણે સ્વસ્થ રહીએ છીએ.
પ્રોસેસ ફુડ થી દુર રહો
પ્રોસેસ્ડ ફૂડ એટલે કે ચિપ્સ, બિસ્કિટ અને પેકેટમાં રહેતી વસ્તુઓ જેમાં વધુ કેલેરી હોવાની સાથે સોડિયમ અને સુગર બંને ની માત્રા વધુ હોય છે. અને તેનાથી મેદસ્વિતા, ડાયાબિટીસ તથા હૃદયની બીમારીનું જોખમ વધે છે. તથા તમને વધુ ભૂખ લાગવી, મૂડ બદલાઈ જવો તથા હોર્મોન્સ સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે. તેથી જ તમારે આ પ્રકારના ફૂડ્સથી દૂર રહેવું જોઈએ.
વિટામિન ડી ઉપર ખાસ ધ્યાન આપો
વિટામીન ડી આપણા શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે. વિટામીન-ડી શરીરમાં સંક્રમણ સામે લડવાના તંત્રને વધારો આપવામાં મદદ કરે છે, તેની સાથે જ માનસિક સ્વાસ્થ્યને પણ સારું રાખવાનું કામ કરે છે. તેથી જ સવારમાં જ્યારે વહેલા ઊઠો ત્યારે પહેલો તાપ જરૂરથી લેવો જોઈએ. પરંતુ ધ્યાન રાખો કે વિટામિન ડીની અધિકતાથી દૂર રહો તે શરીરમાં બીજા નુકસાન ઉત્પન્ન કરી શકે છે.
સારી ઉંઘ લેવી
ઊંઘની ઊણપ ઘણી વખત જાનલેવા બીમારીનું કારણ બની શકે છે. તેની સાથે જ તે રોગ પ્રતિકારક શક્તિને પણ કમજોર કરે છે, એવામાં તમારે દરરોજ લગભગ 8 કલાકની ઊંઘ જરૂરી લેવી જોઈએ, તે તમારા બ્લડપ્રેશર, સુગર અને હોર્મોનલ સ્વાસ્થ્યને નોર્મલ રાખવામાં તમારી મદદ કરે છે.
તો તમારી વ્યસ્ત જીવનશૈલીમાં તમે આસાન ઉપાય અને શામેલ કરો, અને સ્વસ્થ રહો. તેની સાથે જ ધ્યાન રાખો કે આ તમામ ઉપાય યોગ્ય ડાયટ અને સારા માનસિક સ્વાસ્થ્યને અનુસરવું જોઈએ, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે મદદ મળે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team