આલુ પરાઠાથી પણ વધુ ફાયદાકારક છે આ 4 પરાઠા, તેનું સેવન કરતાજ કંટ્રોલમાં આવી જશે બીપી અને કોલેસ્ટ્રોલ

ગરમ ગરમ ક્રિસ્પી માખણ અથવા તેલમાં ડીપ ફ્રાય કરેલા પરાઠા કોને નથી ભાવતા, આવા પરાઠા નું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે, અને આ ઓઈલી ડીશ ઇન્ડિયન લોકોનો મુખ્ય નાસ્તો છે. નોર્થ ઇન્ડિયા માં લગભગ લોકો નાસ્તામાં પરાઠા થવાનું પસંદ કરે છે, કારણ કે તે એવો નાસ્તો છે જેના લીધે વધુ સમય સુધી ભૂખ લાગતી નથી અને સૌથી સારી બાબત એ છે કે આ પરાઠા તમે દિવસના કોઈ પણ સમયે ખાઈ શકો છો. તેનું સેવન સવારે નાસ્તાથી લઈને રાત્રે ભોજન સુધી અથાણું, શાક, રાયતાં અને કરીની સાથે કરી શકાય છે.

આમ તો પરાઠાને રોટલીના મુકાબલે અનહેલ્થી માનવામાં આવે છે, કારણ કે તેને દરરોજ ખાવાથી સ્વાસ્થ્યની સમસ્યાઓ ઊભી થાય છે. લોકો તેમાં સ્ટફિંગ ભરે છે અને તેની સાથે જ તેને બનાવવા માટે વધુ પડતું ઘી અને તેલનો ઉપયોગ કરે છે. પરંતુ તેને યોગ્ય રીતે બનાવવામાં આવે તો તે એક હેલ્ધી સ્નેક સાબિત થઇ શકે છે. જો કે પરાઠાના તમે શોખીન હો તો તમારા આહારમાં અલગ અલગ વેરાયટી ના પરાઠાને સામેલ કરી શકો છો.

બીટ ના પરાઠા

તમે આ પ્રકારના પરાઠાનું નામ કદાચ પહેલીવાર સાંભળ્યું હશે, પરંતુ આ પરાઠા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. બીટની પ્યુરીને લોટમાં ભેળવી તેની કણક બનાવવામાં આવે છે. તે એન્ટીઓક્સીડેન્ટ્સ, ફાઈબર, ફોલેટ, મેંગેનીઝ, આયર્ન અને વિટામિન સીનો ખૂબ જ સારો સ્ત્રોત છે. સાદા તેલ અને ઘીથી બનેલા પરાઠા ખાવાથી માત્ર લોહીનો પ્રવાહ અને લો બીપી માટે ખૂબ ફાયદાકારક છે.

મશરૂમ પરાઠા

મશરૂમ પોતાના માટે ખૂબ જ પૌષ્ટિક હોય છે, જો તમે માંસનું સેવન કરવાથી દૂર રહેવા માંગો છો તો મશરૂમના પરાઠા ખૂબ જ સારો વિકલ્પ છે. તમે માંસ ખાવાની ઇચ્છાને આ પરાઠા ની મદદ થી સંતુષ્ટ કરી શકો છો એન્ટીઓક્સિડેન્ટ અને પ્રોટીનની ખૂબ જ સારો સ્ત્રોત છે તેથી તે ખૂબ જ હેલ્ધી નાસ્તો છે.

મેથીના પરાઠા

મેથી ખાસ કરીને ભારતમાં ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે. અને તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. મેથીના ભાજીમાંથી તૈયાર કરેલ પરાઠા માં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે. અને તે તમારા પાછળ સ્વાસ્થ્યમાં સુધારો કરે છે એટલું જ નહીં મેથીના પાન ગ્લુકોઝ મેટાબોલિઝમને પણ નિયંત્રિત કરે છે, અને ટાઇપ ટુ ડાયાબિટીસના પણ ખૂબ જ મદદરૂપ છે.

દાળ પરાઠા

દાળ પરાઠા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જે લોકોને દાળ ખાવાનું બિલકુલ પસંદ નથી અથવા તો એક જ પ્રકારની દાળ ખાય છે તેમને માટે દાળ પરાઠા ખૂબ જ સારો વિકલ્પ છે. ખાસ કરીને મગની દાળના પરોઠા તમારા દિવસની શરૂઆત કરવા માટે ખૂબ જ સારો વિકલ્પ છે આ પરાઠા ફાઈબર, પ્રોટિન અને બીજા જરૂરી પોષક તત્વો માટે ખૂબ જ સારો સ્ત્રોત છે. જેમાં ઉપસ્થિત પ્રોટીન વજન ઓછું કરવા માટે ખૂબ મદદ કરે છે.

બ્રેકફાસ્ટ અથવા લંચ માં તમે અહીં જણાવેલા પરાઠાઓની અલગ અલગ વેરાઇટી ને ટ્રાય કરી શકો છો. તેનાથી તમને પોષણ મળશે. અને દરરોજ કરતા અલગ સ્વાદ પણ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment