મહિલાઓની સુરક્ષા સંપૂર્ણ દુનિયામાં એક ગંભીર વિષય બનીને સામે આવી રહી છે. દુનિયાભરમાં એવા ઘણા ઓછા સ્થળ છે જ્યાં મહિલાઓ પર અત્યાચાર અથવા યૌન શોષણ થી જોડાયેલા કિસ્સા સામે આવ્યા ન હોય. મહિલાઓ માટે ઘરેથી એકલા નીકળવું પણ સુરક્ષિત નથી. જ્યાં દુનિયામાં કેટલાક એવા દેશ પણ છે, જ્યાં મહિલાઓ કોઈ પણ ભય કે ખચકાટ વગર એકલા મુસાફરીની મજા લઈ શકે છે.આ દેશોને મહિલાઓ માટે સલામત સ્થાન માનવામાં આવે છે.
ફિનલેન્ડ:
પ્રકૃતિપ્રેમીઓ માટે ફિનલેન્ડ એક આદર્શ સ્થળ છે. અહીંના લેમેન્જોકી નેશનલ પાર્ક, ઘટાદાર જંગલો અને વિશાળ નદીઓ પ્રવાસીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર છે. ‘વલ્ડ ઇકોનોમિક ફોરમ’ એ તેમની ટ્રાવેલ અને ટુરિઝમ હરીફાઈ અહેવાલમાં સ્ત્રીઓની સુરક્ષાના આધાર પર ફિનલેન્ડને યુરોપનો સૌથી સુરક્ષિત દેશ માન્યો છે.
કેનેડા:
કેનેડાના સદીઓ જૂના જંગલો, બરફથી ઢંકાયેલા પર્વતો, શહેરો અને મોટા તળાવો કેનેડાના ટુરિઝમની વિશેષતા છે. અહીંના ઘટાદાર જંગલો ખરેખર જોવા લાયક છે. શેહરોની બહુસાંસ્કૃતિક પદ્ધતિઓ તેને વધુ ખાસ બનાવે છે. અમેરિકાના દેશોમાં કેનેડા ને સ્ત્રીઓ માટે સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. એકલા સ્ત્રી મુસાફરી માટે આ દેશ ખૂબ સુરક્ષિત છે.
ન્યુઝીલેન્ડ:
એડવેન્ચર, સ્પોર્ટ્સ અને પ્રકૃતિને ચાહનારા લોકો માટે ન્યુઝીલેન્ડ ખૂબ મહત્વનો દેશ છે. હા આ નાનો દેશ બે મુખ્ય ટાપુઓ થી બનેલો છે, જે ઘણા બધા સુંદર દ્રશ્યો ધરાવે છે. ઇન્સ્ટિટયૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસના એક સર્વે મુજબ, વુમન ટુરિઝમ માટે ન્યુઝીલેન્ડ દુનિયાનો ચોથો સુરક્ષિત દેશ છે. કેટલાક સંશોધનમાં મહિલાઓની સુરક્ષા બાબતે ન્યૂઝીલેન્ડને સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવ્યો છે.
ઉરુગ્વે:
બ્રાઝિલની તરત જ બાજુમાં ઉરુગ્વે નામનો એક નાનો એવો દેશ છે. ઉરુગ્વે તેમના સુંદર બીચ, પ્રાચીન સ્મારક અને શાંત વાતાવરણની સાથે સંપૂર્ણ વિશ્વના પ્રવાસીઓના સ્વાગત માટે તૈયાર રહે છે. અમેરિકામાં ઉરુગ્વે જ એક એવો દેશ છે જ્યાં સ્ત્રીઓની સાથે ગુનાખોરીના સૌથી ઓછા કેસ સામે આવ્યા છે. અહી પણ સ્ત્રીઓ કોઈ ભય વગર સોલો ટ્રાવેલની મજા માણી શકે છે.
સ્વિટ્ઝરલેન્ડ:
સ્વિટ્ઝરલેન્ડને ધરતીનું સ્વર્ગ કેહવામાં આવે છે. યુરોપનું દિલ કેહવામાં આવતું સ્વિટ્ઝરલેન્ડ પ્રવાસીઓ વચ્ચે ઘણું લોકપ્રિય છે. સાંસ્કૃતિક વિવિધતા, આકર્ષિત દ્રશ્યો અને મહાનગરોના પરિદ્શ્ય આ દેશની સુંદરતામાં વધારો કરે છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ ના મત મુજબ, સ્વિટ્ઝરલેન્ડ દુનિયાનો સાતમો સૌથી શાંત દેશ છે અને મહિલાઓ કોઈ ભય વગર અહીંના સોલો ટ્રાવેલ આનંદ માણી શકે છે.
બેલ્જીયમ:
આ દેશમાં ઘણાં ઐતિહાસિક સ્થળો, શાનદાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જુદા જુદા પ્રવાસ સ્થળો આવેલા છે. આંતરરાષ્ટ્રીય મહિલા પ્રવાસ કેન્દ્રની યાદીમાં બેલ્જિયમ મહિલા મુસાફરીના મામલે દસમા સ્થાને છે. વિદેશમાં અભ્યાસ કરતા લોકો વચ્ચે પણ તે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં એકલી મુસાફરી કરતી મહિલાઓને પોતાની ઉંમરના ઘણા મુસાફરો મળી જાય છે.
ઓસ્ટ્રેલિયા:
ઓસ્ટ્રેલિયા મુસાફરો માટે એકદમ યોગ્ય દેશ છે. આ દેશના લોકોનું માનવું છે કે આ સ્થળે પહોંચ્યા પછી દરેક સમસ્યા આપમેળે અદ્રશ્ય થઇ જાય છે. બરફથી ઢંકાયેલા પર્વતો, ગાઢ જંગલો અને તળાવનું ચમકતું પાણી ઓસ્ટ્રેલિયાને વધારે સુંદર બનાવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા મુસાફરી કેન્દ્રએ સોલો વુમન ટ્રાવેલ્સની યાદીમાં ઓસ્ટ્રેલિયાને ચોથા સ્થાને રાખ્યું છે.
આઇસલેન્ડ:
આઇસલેન્ડ એકદમ પોતાના નામની જેમ જ છે. આ દેશનો લગભગ ૧૫ ટકા ભાગ બરફથી ઢંકાયેલો છે. તમે ત્યાં બરફ ઉપર ચાલતા છુપાયેલી ગુફાઓને શોધી શકો છો. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ મુજબ, આઇસલેન્ડ એક એવો દેશ છે જ્યાં મહિલાઓ સામે ગુનાખોરીનો દર સંપૂર્ણ વિશ્વમાં સૌથી ઓછો જોવા મળે છે. ફિમેલ એડવેન્ચર મુસાફરીની બાબતમાં પણ આદેશ ઘણો સારો છે.
જાપાન:
જાપાન એક એવો દેશ છે જ્યાં સદીઓ જૂની પરંપરા અને સુપર એડવાન્સ ટેકનોલોજી એકસાથે વસે છે. ટોક્યો એક ખૂબ જ સ્વચ્છ અને એકદમ વ્યવસ્થિત મહાનગર છે. આ ઉપરાંત, ઓસાકા જેવા આધુનિક શહેરમાં પણ અન્વેષણ કરવા માટે ઘણું બધું છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સના અહેવાલમાં જાપાનને વિશ્વનો છઠ્ઠો સૌથી શાંત દેશ માનવામાં આવે છે.
ચિલે:
ફરવાના શોખીન લોકો માટે ચિલે એક ખૂબ જ ખાસ અને પ્રખ્યાત સ્થળ છે. અહીં ઇટાકામ, પૈટા ગોનિયા અને સેન્ટિયાગો જેવા સ્થળો પ્રવાસીઓ વચ્ચે ઘણા પ્રખ્યાત છે. પ્રાચીન શહેરો, ખૂબસૂરત બીચ અને કુદરતી સુંદરતા ચિલેની ઓળખ બની ચૂકી છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ મુજબ, મહિલાઓ સામેની ગુનાખોરીની યાદીમાં ચિલે ચોવીસમાં સ્થાન પર છે. સોલો ફીમેલ ટ્રાવેલિંગની આ બાબતમાં પણ આ દેશ ઘણો સુરક્ષિત છે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “મહિલાઓ માટે ખુબજ શ્રેષ્ઠ અને સુરક્ષિત છે આ ૧૦ દેશો, સોલો ટ્રાવેલિંગ માટે બેસ્ટ”