
ઘરતી પર સૌથી વધારે પીવાતું પીણું એટલે ચા અને ચા એટલે માણસની એનર્જી. સવારથી દિવસની શરૂઆત ચા થી થાય છે અને રાત પડે ત્યારે પણ ચા હોય તો જ જબરદસ્ત ઊંઘ આવે. ચા એ વર્લ્ડ ફેમસ લીક્વીડ છે.

‘ચા’ની નાની દુકાન હોય કે મોંધી એવી હોટેલ. ચા ના શોખીનો માટે બધું સરખું જ છે. ખરેખર ‘ચા’ માત્ર વખાણ કરવા માટે જ નહીં શરીર માટે પણ સારી ગણાય છે. ઘણા લોકો ‘ચા’ને લઈને ભ્રામક વાતો કરતા હોય છે અને ‘ચા’થી દુરી રાખે છે પણ ચા તો ‘ચા’ જ છે! ચા થી નવા સંબંધ બને અને એક ચા ની સલાહ કરતા ભૂલાય જાય તો સારો એવો સંબંધ બગડી પણ શકે છે, આ તાકાત ચા ની અંદર સમાયેલ છે.
બજારની વાત કરીએ તો ઘણા પ્રકારના ચા ના ટેસ્ટ માર્કેટમાં હાજર છે. પણ તમે લવિંગવાળી ચા પીધી ખરી? લવિંગવાળી ચા નો ટેસ્ટ કેવો છે એ જાણો છો ખરા? ચાલો, જણાવી દઈએ આગળની માહિતીમાં…
ચા દરેક મૌસમમાં અનુકુળ હોય એવું પ્રવાહી છે. પણ ઠંડીની મૌસમમાં ચા ની ચાહના લોકોમાં વધી જાય છે અને એમાં પણ ખાસ કરીને સ્પેશિયલ ટેસ્ટની ડીમાંડ તો બમણી થઇ જાય છે. એ લીસ્ટમાં જ છે લવિંગવાળી ચા…
લવિંગવાળી ચા પીવાના ફાયદાઓ :
(૧) ઠંડીથી બચવા માટે લવિંગવાળી ચા બેસ્ટ ઓપ્શન છે અને શરીરની અંદરથી ગરમી મળે છે. ઠંડીની મૌસમમાં લવિંગવાળી ચા ૨ કે ૩ વખત પી શકાય છે. ઠંડીની મૌસમમાં શરદીથી પણ રક્ષણ આપે છે લવિંગવાળી ચા.

(૨) જો સામાન્ય તાવ ચડ્યો હોય અથવા દિવસમાં તાવ ચડઉતર થતો હોય તો લવિંગવાળી ચા ખુબ કામ લાગી શકે છે. દિવસમાં ત્રણ કે ચાર વખત લવિંગવાળી ચા પીવાથી સામાન્ય તાવથી રાહત મળશે.

(૩) માંસપેશીઓના દુખાવામાંથી અમુક અંશે રાહત અપાવે છે લવિંગવાળી ચા. માંસપેશીમાં થતો દુખાવો દુર કરી શકે છે લવિંગવાળી ચા.
(૪) પેટની તકલીફમાં પણ લવિંગવાળી ચા અતિઉતમ ગણાય છે. પાચનની સમસ્યા અને ઓડકાર તેમજ ગેસમાંથી રાહત આપવી શકે છે આ લવિંગવાળી ચા.

લવિંગવાળી ચા નો સ્વાદ કેવો હોય છે?
લવિંગ એક તેજાનો છે એટલે તેમાં તીખાશ હોવી એ સામાન્ય છે. ચા બનાવતી વખતે તેમાં લવિંગ નાખવામાં આવે તો એ ચા નો સ્વાદ સહેજ અમથી તીખાશ પડતો લાગે છે પણ આ તીખાશ જ દર્દની દવા બને છે. કડક અને એકદમ ઉકાળેલી લવિંગવાળી ચા એટલે આખા દિવસની ભરપૂર શક્તિ. એક કપ ચા એટલે શક્તિની બોટલ….
તમને કેવા ટેસ્ટની ચા વધારે પસંદ છે એ કમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવજો અને એ સાથે આ લેખને પણ શેયર કરજો. આવા જ માહિતીથી ભરેલા બીજા લેખ વાંચવા હોય તો “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel