મનુંષ્યના જીવનામાં યોગ અને પ્રાણાયામ તેની માનસીક અને શારીરિક શાંતિ માટે અનોખું પ્રભુત્વ ધરાવે છે. અને યોગ કરવાથી શરીરના દરેક અંગને પણ લાભ મળી રહે છે. સાથેજ ગંભીર બિમારીઓ સામે પણ રક્ષણ આપે છે. પરંતુ આજે અમે તમને એવા યોગ વિશે માહિતી આપવાના છે. જે યોગ કરવાથી તમારું વજન ઓછું થશે. સાથેજ તમને દરેક પ્રકારની ગંભીર બિમારીઓથી પણ રાહત મળી રહેશે.જીહા અમે વાત કરી રહ્યા છે કાર્ડિયો યોગ વિશે.
પરંપરાગત યોગ કરતા અલગ
કાર્ડિયો યોગ પરંપરાગત યોગ કરતા થોડાક અલગ હોય છે. અને તેમા શ્વાસ લેવાની પદ્ધતી અને શરીરને વળાંક આપવાની પદ્ધતી પણ અલગ રીતે હોય છે. કાર્ડિયોયોગ કરવાને કારણે તમારું બ્લડ પ્રેશર લેવલમાં રહેશે .જેના કારણે તમારી માસપેશીઓમાં તમને બળ વધતું જોવા મળશે. સાથેજ તમારું વજન પણ ઓછું થઈ શકશે.
શું છે કાર્ડિયો યોગ ?
યોગને હંમેશા ચિંતા, ચેતના, ધ્યાન , શ્વાસ અને અન્ય મુદ્દાઓ સાથે કેન્દ્રીત કરવામાં આવે છે. પરંતુ કાર્ડીયોયોગમાં આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગતી મુદ્દે પણ વિચારવામાં આવે છે. અને ખાસ કરીને તેના દ્વારા તમારા ર્હદયના ધબકારાની ગતી તેમજ તમારી માશપેશિઓ પણ મજબૂત થાય છે. જેના કારણે તમારા શરીરની દરેક મૂવમેંટ બદલાય છે. જેથી હ્રદય અને માંસપેશીઓમાં રુધીરનું સંક્રમણ નીયમીત રહે તે માટે ખાસ કરીને કાર્ડિયો યોગ કરવા જોઈએ , કારણકે તે તમારા શરીર માટે ઘણું ફાયદાકારક રહેશે
કેવી રીકે કરશો કાર્ડિયો યોગા ?
કાર્ડિયો યોગ કરવા ખુબજ સરળ છે. જેમા તમારે સૌથી પહેલાતો તમારા બંને પગ પર ટ્ટટાર ઉભા રહેવાનું શરૂ કરો. અને ત્યારબાદ તમે બંને પગ પર તમારું વજન સંતુલીત અવસ્થામાં આવે એ રીતે સ્થાન બનાવો. ત્યારબાદ તમે તમારા ખભાનો ભાગ પાછળ કરો..
ત્યારબાદ તમે ઉંડો શ્વાસ લઈને તમારી બને હંથેળી જોડે લાવો અને તમારી નજર અંગૂઠા પર રાખજો. અને બાદમાં શ્વાસ છોડીને તમે તમારા બંને પગ યોગ્ય રીતે સીધા કરો. પરંતુ ત્યારે તમારે તમારા કુલાનો ભાગ અને હાથને નીચે લાવવો પડશે. અને ગર્દનને પણ આરામ આપવો પડશે.
આટલું કર્યા બાદ ફરીથી તમે લાંબો શ્વાસ લો અને સામેની બાજું જુઓ અને બાદમાં ખભાનો ભાગ જે તમે ઉપર રાખેલો છે. તે તમારે હવે નીચે કરવો પડશે. અને પછી તમારી પાસે 2 ઓપ્શન છે. જે પૈકી તમારે શ્વાસ છોડીને કુદવું હોય તો તમે કુદી શકો છો. અથવા તો તમારા પગને પાછળ લઈ જઈને તમારી કોણીનો ભાગ વાળી શકો છો..
ત્યારબાદ તમારે તમારા ઘુટણને જમીનથી દૂર રાખી શકો છો. અથવાતો જમીન પર લાવીને વ્યાયમ કરી શકો છો. સાથેજ એજ અવસ્થામાં તમારે દંડ બેઠક પણ કરવી પડશે. અને જો શરીરમાં જો દુખાવો થઈ રહ્યો છે. તો તે તમારે હિંમત રાખીને સહન કરવો પડશે. તોજ તમને આગળ જતા શરીરમાં ફાયદો જોવા મળશે.
વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક
કોર્ડિયો યોગ દ્વારા કરવાથી તમારા શરીરમાં મોટા પ્રમાણમાં કેલેરી બર્ન થાય છે. અને તમારા શરીરીની ચરબી પણ કપાય છે.સાથેજ તમારી માસપેશીઓ પણ મજબૂત થાય છે. જેથી તમારે તમારા શરીરને ખડતલ રાખવું હોય તો તમે કાર્ડિયો યોગ કરીને રાખી શકશો. જોકે મહત્વનું છે કે સપ્તાહમાં 5 વખત તમારે 30 મીનીટ સુધી કાર્ડિયો યોગ કરવા પડશે. તોજ તમારા શરીરને ફાયદો મળી રહેશે
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team