તમે ભલે ગમે તેટલા મોટા થઈ ગયા હોવ પરંતુ બાર્બી ડોલ નું નામ સાંભળતા જ તમે તેના જેવા નાના થઈ જાવ છો. અમેરિકાની કંપની દ્વારા 1959માં લોન્ચ કરવામાં આવેલ બાળકો માટે ઢીંગલીને વિદેશમાં જ નહીં પરંતુ ભારતમાં પણ લાખો ફ્રેન્ડ્સ બનાવ્યા છે એક સમય હતો જ્યારે નાની બાળકીઓમાં બાર્બી ડોલ લેવા માટે શરત લાગતી હતી અને તેમાં પણ જેની પાસે બાર્બી ડોલ હોય તે પોતાના ગ્રુપમાં સૌથી ખાસ વ્યક્તિ માનવામાં આવતું હતું આમ તો બાર્બીડોલ હંમેશા વિદેશી ડિઝાઈન અને દેખાવની જ રહી છે પરંતુ હવે કંપનીએ નક્કી કર્યું છે કે તે અન્ય દેશના માર્કેટ પર પકડ બનાવવાની કોશિશ કરશે અને તેના જ કારણે એક કંપનીએ ભારતીય બાર્બીડોલ લોન્ચ કરવાનું મન બનાવ્યું છે.
આ બાર્બી ડોલ બનાવનાર કંપની મેટલને સાઉથ એશિયન બાર્બી બનાવવાનો નિર્ણય કર્યો છે. અને તેમાં સૌથી વધુ ખાસ વાત એ છે કે આ ઢીંગલીના હાથમાં ભારતીય મહિલાઓની જેમ જ બંગડી પહેરાવેલી હશે અને કાનમાં જુમખા પણ પહેરશે, તેનો રંગ ઘઉંવર્ણો હશે જે ખાસ કરીને લગભગ ભારતીયનો હોય છે. આ ઢીંગલીના વાળ પણ ભારતીય ની જેમ જ કાળા હશે, પરંતુ તેના પોશાક પ્રોફેશનલ લુકવાળા હશે તેની પાછળ પણ એક ખાસ કારણ છે.
View this post on Instagram
CEO અને મેકઅપ બ્રાન્ડ લાઈવ ટિન્ટેડ ના ફાઉન્ડર દીપિકા મુટિયાલા એ અત્યારે જે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને એ વાતને જાણકારી આપી છે કે તેમને મેટલ કંપનીની સાથે ટાયપ કરીને ભારતીય બાર્બીડોલ બનાવવાનો નિર્ણય કર્યો છે. આમ તો આ ઢીંગલી માર્કેટમાં આવી નથી પરંતુ તેમને આનો દેખાવ શેર કર્યો છે તેમને જણાવ્યું છે કે આ ઢીંગલી ભારતીય મહિલાઓના ટ્રેડિશનની જેમ જ કાનમાં ઝુમકા અને હાથમાં બંગડી પહેરે છે, ત્યાં જ તે આજના સમયની એક સશક્ત મહિલા હોવાના કારણે તે પોતાનો રસ્તો જાતે જ બનાવવા માંગે છે તેથી જ તેને ફોર્મલ ઓફિસ લાયક કપડાં પહેરવામાં આવ્યા છે જેનાથી એવું લાગે કે તે ઓફિસમાં કામ કરનાર એક મહિલા છે.
આ પોસ્ટને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને લગભગ 75 હજાર લોકોએ તેને લાઈક કર્યું છે, ઘણા બધા લોકો પોતાની પ્રતિક્રિયા આપીને ખૂબ જ ખુશી વ્યક્ત કરે છે તેમાં એક યુવતીએ કહ્યું હતું કે આખરે એક એવી બાર્બી આવી જ ગઈ જેમાં રહી જેમ દેખાય છે હું ઘઉં વર્ણા રંગની યુવતીઓને પણ બાર્બી બોલી શકું છું. અને બીજી એક યુવતીએ કહ્યું હતું કે આ બાર્બી પ્રિયંકા ચોપડા જેવી લાગે છે અને ઘણા બધા લોકોએ આ બાર્બી ખરીદવાની રીત વિશે પણ જાણવાની કોશિશ કરી હતી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team