શરીર ન બનવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે….જાણો બધા કારણો વીશે માહિતી…

Image Source

આજની ભાગદોડ વાળી લાઈફમાં આપણે કામ પ્રત્યે વધારે ધ્યાન આપતા થઈ ગયા છે. દિવસને દિવસે હવે આપણે ખાવા પિવા પ્રત્યે વધારે બેદરકાર બની રહ્યા છે. જેની સીધી અસર આપણા શરીર પર પડે છે. જોકે શરીર માટે માત્ર ખોરાકજ નહી પરંતુ બીજી ઘણી બધી વસ્તુઓ અસરકારક હોય છે. જેના પર આપણે ધ્યાન આપવું ઘણું જરૂરી છે.

અમુક લોકોનું શરીર તે ખોરાક યોગ્ય લેતા હોય તેમ છતા પણ નથી બનતું. તો અમુક લોકો જીમમાં જાય છે કસરત કરે છે. તેમ છતા તેમનું શરીર નથી બનતું ત્યારે આજે અમે તમને એજ વસ્તુ વીશે માહિતી આપવાના છે કે શા માટે તમારું શરીર નથી બનતું

સમસ્યા ઘણી બધી હોય છે પરંતુ તેનું સમાધાન પણ આપણાને ખબર હોય તો સમસ્યા જતી રહેતી હોય છે. આજે અમે તમને એ બધાજ કારણો વીશે વિગતવાર માહિતી આપીશું કે જેના કારણે તમારું શરીર નથી બની રહ્યું.

ખોટી રીતે કસરત કરવી

આ સૌથી મોટું કારણ છે જે લોકો જીમ જાય છે અને ખોટી રીતે કસરત કરતા હોય છે. તે લોકોનું શરીર કયારેય નથી બનતું જીમ જવાનો મતલબ ભારે વજન ઉચકીને વર્કઆઉટ કરવાનો નથી હોતો. પરંતુ તમે કઈ કઈ કસરતો કરો છો તે ઘણું મહત્વનું હોય છે. જો તમે યોગ્ય રીતે કસરત નહી કરો તો તામારા શરીરના મસલ્સ પણ ખરાબ થઈ શકે છે. જેના કારણે તમારુ શરીર નહી બને અને આગળ જતા પણ તમને તકલીફ થઈ શકે છે.

જીમ ટ્રેનરની મદદ લો

જો તમે પહેલી વાર જીમમાં જઈને કસરત કરી રહ્યા છો તો તમે જીમ ટ્રેનરની મદદ લઈ શકો છો. કોઈપણ એક્સરસાઈસ કરો તે પહેલા તમારે જીમ ટ્રેનરની સલાહ લેવાની. તમારા મન પ્રમાણે તમે ગમે તે એક્સરસાઈસ ન કરતા. મોટા ભાગના લોકો જીમમાં જઈને તેમના મન પ્રમાણે ગમે તે સાધન ઉઠાવીને કસરત કરવાનું શરૂ કરી દેતા હોય છે. પરંતુ તે વસ્તું યોગ્ય નથી

જો તમને ખબર નથી કે કસરત કેવી રીતે કરવી જોઈએ તો તમારા મન પ્રમાણે પણ કસરત કરવાનું ન રાખતા તેના કરતા તમે પહેલા જીમ ટ્રેનરની સલાહ લેશો તે વધારે સારુ રહેશે.

યોગ્ય ડાયટ પ્લાન ફોલો કરો

મોટા ભાગના લોકો જીમમાં કસરત કરે છે પરંતુ ખાવા પિવા પર કંટ્રોલ નથી રાખી શકતા. કસરત કર્યા પછી પણ જો તમે ખાવા પિવા પર કંટ્રોલ ન રાખી શકો તેનો કોઈ ફાયદો નથી. તેના માટે તમારે યોગ્ય ડાયટ પ્લાન ફોલો કરવો જરૂરી છે.

તમારે એવો ડાયટ પ્લાન ફોલો કરવો જોઈએ જેમા તમને પ્રોટીન યોગ્ય માત્રામાં મળી રહે કારણકે પ્રોટીન તમને યોગ્ય માત્રામાં મળી રહેશે તોજ તમારા શરીરમાં મસલ્સ ડેવલેપ થશે. મોટા ભાગના લોકો સારી ગુણવત્તાનો ખોરાક નથી લેતા સાથે ડાયટપ્લાન પણ ફોલો નથી કરતા જેના કારણે તેમનું શરીર નથી બનતું

તમારે તમારા ડાયટ પ્લાનમાં દૂધ, ચિકન, કેળા, સોયાબિન જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. સાથેજ તમે પનીર, દહીને પણ તમારા ડાયટપ્લાનમાં શામેવ કરી શકો છો. તેનું સેવન કરવાથી પણ તમારું શરીર જલ્દી બની જશે.

વધારે કસરત ન કરવી જોઈએ

ઘણા લોકો બોડી બનાવાના ચક્કરમાં વધારે પ્રમાણમાં કસરત કરી લેતા હોય છે. તેમને એવું લાગે છે કે વધારે કસરત કરવાથી બોડી સારી બનશે પરંતુ તેવું નથી હોતું. વધારે પ્રમાણમાં કસરત કરશો તો તમારા શરીરને નુકશાન થઈ શકે છે. સાથેજ તમે જે પણ કસરત કરી તેનો પણ કોઈ ફાયદો નહી થાય ઉપરથી તમારા મસલ્સનો ગ્રોથ રોકાઈ જશે.

જો તમે સારી બોડી બનાવા માગો છો. તો જીમમાં માત્ર 45 મીનીટની કસરત તમારા માટે ઘણી છે. માટે શક્ય બને તો માત્ર 45 મીનીટ સુધી કરસત કરવાનું રાખો.

શરીરને આરામ આપવો પણ જરૂરી છે

શરીર બનાવા માટે ભલે તમે જીમમાં જાવ તેનો વાંધો નથી પરંતું જીમમાં જવા સીવાય તમારા શરીરને આરામ આપવો પણ તેટલોજ જરૂરી છે. શરીરને જો પૂરતા પ્રમાણમાં આરામ નહી મળતો હોય તો તમારુ શરીર પણ જલ્દી નહી બને. કસરત કર્યા પછી તમારા મસલ્સ બ્રેક થાય છે. જેથી જો તમે આરામ કરશો તોજ તે મસલ્સ રીકવર થઈ શકશે .

ઘણા લોકો આ વસ્તુને કારણે પાછળ પડતા હોય છે. જેના કારણે તેમનું શરીર જલ્દી બનતું નથી મિત્રો એટલું ધ્યાનમાં રાખજો કે ગમે તેટલી કસરત કરો પરંતુ શરીરને આરામ નહી આપો તો તમારું શરીર પણ જલ્દી નહી બને.

પ્રોટીન સપ્લીમેન્ટને ઈગ્નોર કરવું

ઘણા લોકોને એવું લાગતો હોય છે કે તેઓ માત્ર ઘરનું ખાવાનું ખાઈને તેમની બોડી બનાવી શકે છે. પરંતુ એવું નથી હોતું તમારે જો યોગ્ય પ્રમાણમાં બોડી બનાવી હોય તો તમારા માટે પ્રોટીન સપ્લીમેન્ટ ઘણું જરૂરી છે. સારી કંપનીનો પ્રોટીન પાવડર તમારે જરૂર લેવો જોઈએ. એક વસ્તુ યાદ રાખજો કે પ્રોટીન પાઉડર લેવાથી તમને કોઈ પણ પ્રકારના નુકશાન નથી થતા. પરંતુ હા તમને તેનાથી પોઝિટીવ રિઝલ્ટ જરૂર મળશે.

દરરોજ વર્કઆઉટ કરવાનું રાખો

ઘણા લોકો અઠવાડિયામાં અમુક દિવસ વર્કઆઉટ કરતા હોય છે. અને અમુક દિવસ આળસને કારણે વર્કઆઉટ નથી કરતા. મિત્રો એ વસ્તુ ક્યારેય ન કરવી જોઈએ. તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું 5 દિવસ વર્કઆઉટ કરવું જોઈએ અને 2 દિવસ તમારા શરીરને રેસ્ટ આપવો જોઈએ. અમુક લોકો જીમ જવાનું બંધ કરે તો ઘરે ડંબલ લઈને કસરત શરૂ કરી દેતા હોય છે. પરંતુ તે વસ્તુ હોગ્ય નથી. તમારે અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ કસરત  કરવી જોઈએ તે તમારા શરીર માટે વધારે સારુ છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment