
ગુરુવાર, 23 જાન્યુઆરી ની રાત્રે સૂર્ય પુત્ર શનિ રાશી પરિવર્તન કરી રહ્યો છે. શનિના રાશિ બદલવા પર અમુક રાશિ ના લોકો માટે પરેશાનીઓ વધી શકે છે. ઉજ્જેન ના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ શનિ ન્યાયાધીશ છે, આ ગ્રહ આપણા સારા અને ખરાબ કર્મો નું ફળ પ્રદાન કરે છે. શનિના અશુભ અસર થી બચવા માટે શનિના દસ નામવાળા મંત્ર નો જાપ કરવો જોઈએ.
આ મંત્ર જાપ દરેક શનિવાર ના દિવસે કરવાથી સકારાત્મક ફળ મળી શકે છે. મંત્ર જાપ શનિ મંદિર, શિવ મંદિર અથવા કોઈ પીપળા પાસે કરવો જોઈએ. આ નામો નો જાપ કરવાથી શનિ દોષ દુર થાય છે. સાઢેસાતી અને ઢય્યા માં પણ શુભ ફળ મળી શકે છે.

આ છે શનિના દસ નામોના મંત્ર –
कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद:
पिप्पलादेन संस्तुत:।।
આ મંત્ર મુજબ કોનસ્થ, પિંગલ, બભ્રુ, કૃષ્ણ, રૌદ્રાંતક, યમ, સૌરી, શનેશ્વર, મંદ અને પિપ્પલાદ. આ દસ નામથી શનિદેવ નું સ્મરણ કરવાથી બધા શનિ દોષ દુર થઈ જાય છે.

આવી રીતે કરવી શકો છો પૂજા –
શનિવારે સવારે જળમાં કાળા તલ નાખી સ્નાન કરવું. સ્નાન કર્યા બાદ કોઈ મંદિરમાં જઈ અને પૂજા કરવી. શિવલિંગ પર દૂધ-જળ ચડાવો. ત્યારબાદ શનિના ૧૦ નામોનો જાપ કરવો. મંત્ર જાપ ઓછા માં ઓછો 108 વાર કરવો. આ દસ નામ મંત્ર સમાન જ માનવામાં આવે છે.

શનિને શમી ના પાંદડા ખુબ જ પસંદ છે. એટલા માટે આ પત્તા જરૂર થી ચડાવવા. શનિને અપરાજિતા ના ફૂલ ચડાવવા. આ ફૂલ વાદળી રંગના હોઈ છે. શનિ વાદળી વસ્ત્ર ધારણ કરે છે અને તેને વાદળી રંગ અતિ પ્રિય છે. એટલા માટે શનિને આ ફૂલ ચડાવવા જોઈએ.

શનિને તેલ ચડાવવા ની પરંપરા ખુબ જ જુના સમય થી ચાલતી આવી છે અને ઘણા લોકો શનિવારે તેલનું દાન પણ કરે છે. શનિ એ તેલની સાથે કાળા તલનું પરિબળ છે. શનિ ને કાળી વસ્તુઓ અતિ પ્રિય છે. જેના લીધે શનિ ની પૂજા માં કાળા તલ પણ ચડાવવા માં આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team