• છત ગ્રીનહાઉસ થી દર અઠવાડિયે ૨૦ હજાર પરિવાર સુધી શાકભાજી પહોંચી રહી છે, અહીંયા કંપની તૈયાર થયેલી શાકભાજી ઓનલાઇન વેચાણ કરે છે.
• લૂફા ફાર્મ ની શરૂઆત લેવનાન માં જન્મેલ મોહમ્મદ હેજ અને એની પત્ની લેરીન રૈથમેલે મળીને ૨૦૦૯ માં કરી હતી.
• આ દુનિયાની સૌથી મોટી છત ગ્રીનહાઉસ છે. આને કેનાડા ના બીજા સૌથી મોટા શહેર મૉનિટયલ માં બનાવવામાં આવ્યું હતું. હમણાં જ તેનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્બનિક શાકભાજી ઉગાડવામાં આવે છે. આ તૈયાર કરનારી કંપની લુફા ફાર્મ નું કેહવુ છે કે અહીંયા ઉગનારી શાકભાજી સ્થાનીય લોકો ને સસ્તા ભાવ માં આપવામાં આવે છે.
આનું ક્ષેત્રફળ૨ ફૂટબોલ મેદાન બરાબર.
આ છત ગ્રીનહાઉસ ૧૫૦૦૦ સ્ક્વેર ફૂટ મીટર માં બન્યું છે. એટલે આ ૨ ફૂટબોલ મેદાન બરાબર છે. આ બનાવવા વાળી કંપની લુફા ફાર્મ આ રીતે પેહલા ૨૦૧૧ માં ગ્રીનહાઉસ બનાવ્યું હતું.
હવે પેરિસ માં આવુ ગ્રીનહાઉસ બનાવવાની યોજના
કંપની અત્યાર સુધી ન્યુયોર્ક, શિકાગો અને ડેન્વર માં આઠ ગ્રીનહાઉસ બનાવી ચૂકી છે. પેરિસ માં પણ આ રીત ની ગ્રીનહાઉસ બનાવવાની યોજના છે.
કન્ટેનર માં છોડ લગાવાય છે
અહીંયા ૧૦૦ થી વધુ જાતના શાકભાજી અને ઔષધો ને હાયદ્રોફોનિક કન્ટેનર માં ઉગાડવામાં આવે છે. કન્ટેનર માં ચારેય તરફ નારિયેળ ના જૂથ બાંધવામાં આવે છે. કન્ટેનર ની અંદર લિકવીડ ન્યુટ્રીઅન્સ હોય છે, જેના કારણે શાકભાજી અને ઔષધો ને પોષણ મળે છે અને આ વિકસિત થાય છે.
પતિ પત્ની એ મળીને ૨૦૦૯ માં ચાલુ કરી કંપની
લૂફા ફાર્મ ની શરૂઆત લેવનાન માં જન્મેલ મોહમ્મદ હેજ અને એની પત્ની લેરીન રૈથમેલે મળીને ૨૦૦૯ માં કરી હતી. એમનું લક્ષ્ય ફૂડ સિસ્ટમ ને રી હેવેટ કરવાનું હતું. અહીંયા શાકભાજી વગર કેમિકલ થી ઉગાડવામાં આવે છે.
દર અઠવાડિયે ૨૦ હજાર પરિવારો સુધી શાકભાજી પોહચે છે
અહીંયા ધણી માત્રા માં શાકભાજી મોજુદ છે. આ છત ગ્રીનહાઉસ થી દર અઠવાડિયે ૨૦ હજાર પરિવારો સુધી શાકભાજી પહોંચાડવામાં આવી રહી છે. કંપની અહીંયા તૈયાર થયેલી શાકભાજી ઓનલાઈન વેચાણ કરે છે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team