આપણે ઘરે પાળેલા પ્રાણીઓ ખૂબ જ ક્યુટ હોય છે અને જો આપણો મન ન લાગે તો આ સરસ પ્રાણીઓ આપણને ખૂબ જ એન્ટરટેઇન કરે છે. સોશિયલ મીડિયા ઉપર એવા ઘણા બધા વિડીયો વાયરલ થતા જોવા મળે છે જેને જોયા પછી લોકોનો મૂળ બની જાય છે આમ સોશિયલ મીડિયા ઉપર એવા ઘણા બધા વિડીયો જોવા મળે છે અને તેને ખૂબ જ વ્યુસ પણ મળે છે અને લોકો આ પ્રકારના વિડીયોને ખૂબ જ પસંદ કરતા હોય છે આમ સોશિયલ મીડિયા સાઈટ ઉપર રેડિટ પર પણ એવા વિડિયો શેર કરવામાં આવે છે. અત્યારે સોશિયલ મીડિયા સાઈટ રેડિટ પર એવો જ એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જે તમે અહીં જોઈ શકશો.
શેર કરવામાં આવેલ આ વીડિયોમાં એક સસલું અને કૂતરાને જોઈ શકાય છે જે એક સાથે મળીને ખાડો ખોદતા દેખાય છે આ બંને વારંવાર એક પછી એક ખાડો ખોદતા દેખવા મળે છે આમ સસલું અને કૂતરાનો આ સુંદર વિડીયો લોકોનું દિલ જીતે છે, રેડિટ ઉપર શેર કરવામાં આવેલ આ વીડિયોમાં બંને ક્યુટ પ્રાણીઓ એકબીજાની મદદ કરતા જોવા મળ્યા છે અને જો તમારો દિવસ યોગ્ય નથી જઈ રહ્યો હતો કદાચ આ ક્યુટ વિડીયો તમારો દિવસ બનાવી દે.
આ વીડિયોના કેપ્શન માં લખવામાં આવ્યું હતું કે છોકરા ખાડો ખોદવા માટે પોતાના વારા નો ઇન્તજાર કરે છે, અને આ વીડિયોની શરૂઆતમાં કૂતરો અને સસલું બંને એક ખાડાની અંદર જોવા મળ્યા છે. પહેલા કૂતરો ખાડો ખોદી રહ્યો હતો ત્યારે સસલું ખૂબ જ શાંત થઈને ખાડામાં જ ફરી રહ્યું હતું, તેના થોડા સમય પછી જ કૂતરો ખાડો ખોદવાનું બંધ કરે છે ત્યારે સસલાનો વારો આવે છે અને તે કૂતરાના રોકાતા જ ખાડો ખોદવાનું શરૂ કરે છે.
રેડિટ ઉપર શેર થવાના માત્ર 12 કલાકની અંદર જ આ વિડીયો વાયરલ થઈ ગયો છે, તેને હજારો વ્યુઝ મળ્યા છે. જેની સંખ્યા અત્યારે પણ વધતી જોવા મળે છે, તેની સાથે જ તેના ઉપર લોકોએ ઘણી બધી કોમેન્ટ પણ કરી છે, ઘણા બધા લોકોએ વીડિયો જોયા પછી સસલું પાળવાની વાત પણ લખી છે, અને લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે, અને તીવ્રતાથી તેના વ્યુસ પણ વધતા જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team